Russia-Ukraine War: ‘ઓપરેશન ગંગા’નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, આજે 393 નાગરિકો ખાસ ફ્લાઇટ દ્વારા ભારત પહોંચ્યા

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયા પર 'ઓપરેશન ગંગા' ચલાવવામાં આવી રહ્યું છે.

Russia-Ukraine War: 'ઓપરેશન ગંગા'નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, આજે 393 નાગરિકો ખાસ ફ્લાઇટ દ્વારા ભારત પહોંચ્યા
ઓપરેશન ગંગા'નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, આજે 393 નાગરિકો ખાસ ફ્લાઇટ દ્વારા ભારત પહોંચ્યાImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 9:32 AM

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine ) આજે 11માં દિવસમાં પ્રવેશી ગયું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયે ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) ચલાવી રહ્યું છે. આ અંતર્ગત યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગેરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. આ સિવાય યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ (Hindan Airbase)પહોંચી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

શનિવારે મોડી રાત્રે પણ રોમાનિયાના બુકારેસ્ટથી 182 ભારતીયોને લઈને એક વિશેષ ફ્લાઈટ મુંબઈ આવી હતી. આ તમામ ભારતીયો યુક્રેનથી રોમાનિયા પહોંચ્યા હતા. રશિયાના હુમલાઓને કારણે યુક્રેનની સ્થિતિ ઝડપથી બગડી છે. ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. વડાપ્રધાનની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સહિત અનેક અધિકારીઓ હાજર હતા.

અત્યાર સુધીમાં 13,000થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે

યુકે પર રશિયન હુમલા બાદ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ યુક્રેનિયન એરસ્પેસ બંધ છે. આવી સ્થિતિમાં ભારત યુક્રેનના પડોશી દેશો – રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડમાંથી તેના નાગરિકોને વિશેષ ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, ગોફર્સ્ટ, સ્પાઈસ જેટ અને એર એશિયા ઈન્ડિયા દ્વારા સંચાલિત ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ઉપરાંત, ભારતીય વાયુસેના યુક્રેનથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારને મદદ કરી રહી છે.

આજે 2200 ભારતીયો વતન પરત ફરશે

યુક્રેનના પડોશી દેશોમાંથી રવિવારે 11 ફ્લાઈટ મારફતે 2,200થી વધુ ભારતીયો વતન પરત ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ 3000 ભારતીયોને 15 ફ્લાઈટ્સ દ્વારા ‘એરલિફ્ટ’ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે શનિવારે યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને અંદર રહેવાની સલાહ આપી હતી, જ્યારે વિદ્યાર્થીઓ માટે સલામત કોરિડોરની ખાતરી આપતાં કહ્યું હતું કે રશિયન અને યુક્રેનિયન બંને સરકારો સાથે વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચો : Photos: વારાણસીમાં જ્યારે અડધી રાત્રે ચાની દુકાન પર પહોંચી ગયા વડાપ્રધાન મોદી, બનારસી પાનનો માણ્યો સ્વાદ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">