Ukraine Russia War Updates: રશિયન સેનાએ યુક્રેનના મેયરને પકડી લીધા, વિદેશ મંત્રીએ કરી અપીલ, કહ્યું- યુક્રેન વિરુદ્ધ રશિયન આતંકવાદને બંધ કરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 11:58 PM

Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. રશિયા યુક્રેન પર મિસાઈલ,તોપ અને બોમ્બથી સતત હુમલો કરી રહ્યું છે.

Ukraine Russia War Updates: રશિયન સેનાએ યુક્રેનના મેયરને પકડી લીધા, વિદેશ મંત્રીએ કરી અપીલ, કહ્યું- યુક્રેન વિરુદ્ધ રશિયન આતંકવાદને બંધ કરો
Russia Ukraine war live updates

Ukraine Russia Crisis : રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો (Russia Ukraine War) આજે 18મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે માનવ કોરિડોર (Human Corridor) દ્વારા ચાર શહેરોમાંથી વધુ 7144 નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાષ્ટ્રને આપેલા સંબોધનમાં ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) જણાવ્યું હતું કે મેરીયુપોલના મહત્વપૂર્ણ શહેરની પરિસ્થિતિ “વિનાશક” રહી છે. અહીં રશિયન સેના લોકોને શહેરની બહાર જવાની પરવાનગી નથી આપી રહી. શહેરો રશિયન દળો દ્વારા ઘેરાયેલા છે, હજારો લોકો વીજળી, પાણી, ખોરાક અને દવા વિના ત્યાં ફસાયેલા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Mar 2022 11:34 PM (IST)

    પુતિન યુક્રેનમાં રશિયન દળોની પ્રગતિથી હતાશ: જેક સુલિવન

    અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને રવિવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનમાં તેમના દળોની પ્રગતિથી નિરાશ છે. સાથોસાથ, સુલિવને વચન આપ્યું હતું કે નાટો પ્રદેશના દરેક ઇંચનું રક્ષણ કરવામાં આવશે. સુલિવને સીએનએન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિન એ હકીકતથી હતાશ છે કે તેમની સૈન્ય યુક્રેનમાં તે પ્રકારની પ્રગતિ દર્શાવી રહી નથી જે તેમણે કીવ સહિતના મોટા શહેરોમાં અપેક્ષા રાખી હતી.

  • 13 Mar 2022 11:02 PM (IST)

    સાયપ્રસમાં યુદ્ધ વિરોધી પ્રદર્શનમાં રશિયન નાગરિકોએ ભાગ લીધો

    યુક્રેનમાં યુદ્ધનો વિરોધ કરવા માટે ઘણા રશિયન નાગરિકો રવિવારે દરિયાકાંઠાના રિસોર્ટ ટાઉન લિમાસોલમાં યુક્રેનિયનો સાથે જોડાયા હતા. અન્ય વિરોધીઓમાં જોડાતા પહેલા લગભગ 50 રશિયન નાગરિકો લિમાસોલના એક રિસોર્ટમાં એકઠા થયા હતા અને સ્ટોપ ધ વોર, સ્ટોપ પુતિન અને પુતિન વિના રશિયા સહિતના સૂત્રો પોકાર્યા હતા. તેઓએ વાદળી અને સફેદ ધ્વજ લહેરાવ્યા.

  • 13 Mar 2022 10:42 PM (IST)

    લગભગ 1,25,000 નાગરિકોને સુરક્ષિત કોરિડોર દ્વારા બહાર કાઢવામાં આવ્યા - ઝેલેન્સકી

    યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 1,25,000 નાગરિકોને સુરક્ષિત કોરિડોર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે અને એક ટીમ માનવતાવાદી સહાય સાથે રશિયન દળો દ્વારા ઘેરાયેલા મારીયુપોલ શહેર તરફ આગળ વધી રહી છે. ઝેલેન્સકીએ રવિવારે જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી માનવતાવાદી કોરિડોર દ્વારા લગભગ 1,25,000 લોકોને બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે અમારી ટીમ માનવતાવાદી સહાય સાથે મારીયુપોલ તરફ આગળ વધી રહી છે, જે હવે માત્ર 80 કિમી દૂર છે. અમે આક્રમણકારોનો સામનો કરવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છીએ.

  • 13 Mar 2022 10:00 PM (IST)

    યુક્રેન શરણાર્થીઓને આશ્રય આપનાર પરિવારોને £350 મળશે - યુકે સરકાર

    યુકે સરકારે રવિવારે યુક્રેનિયન શરણાર્થીઓને તેમના ઘરમાં આશ્રય આપનારા પરિવારોને દર મહિને £350 (US$456) ભથ્થાની જાહેરાત કરી હતી. બ્રિટનના હાઉસિંગ મિનિસ્ટર માઈકલ ગોવે ટેલિવિઝન ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમને હજારો શરણાર્થીઓને વધારાની યોજનાઓનો લાભ મળવાની અપેક્ષા છે.

  • 13 Mar 2022 08:57 PM (IST)

    હુમલો શરૂ થયો ત્યારથી મારિયુપોલના 2,100 થી વધુ રહેવાસીઓ માર્યા ગયા

    મેયરને ટાંકીને એએફપીના અહેવાલ મુજબ હુમલો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 2,100 થી વધુ મારિયુપોલના રહેવાસીઓ માર્યા ગયા છે.

  • 13 Mar 2022 08:44 PM (IST)

    રશિયાને મદદ કરવા બદલ અમેરિકાની ચીનને ધમકી

    રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને મદદ કરવા બદલ ચીન પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપતા કહ્યું છે કે તેને પરિણામ ભોગવવા પડશે.

  • 13 Mar 2022 08:11 PM (IST)

    ઇટાલીમાં યુક્રેનિયન શરણાર્થીઓથી ભરેલી બસ પલટી, 1 વ્યક્તિનું મોત

    યુક્રેનિયન શરણાર્થીઓને લઈ જતી બસ રવિવારે વહેલી સવારે ઈટાલીના એક મુખ્ય હાઈવે પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

  • 13 Mar 2022 07:55 PM (IST)

    યુક્રેનમાં અમેરિકન પત્રકારની ગોળી મારીને હત્યા

    યુક્રેનમાં અમેરિકન પત્રકારની ગોળી મારીને હત્યા. સાક્ષીઓને ટાંકીને એએફપીનો અહેવાલ

  • 13 Mar 2022 04:10 PM (IST)

    Ukraine Russia War Live Updates: જો પુતિન વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરશે તો તે ગેમ ચેન્જર સાબિત થશેઃ પોલેન્ડના રાષ્ટ્રપતિ

    Ukraine Russia War Live Updates: પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડુડાએ રવિવારે કહ્યું કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિનાશક શસ્ત્રોનો ઉપયોગ કરશે, તો તે ગેમ ચેન્જર હશે. તેમણે કહ્યું કે નાટોએ શું કરવું તે અંગે ગંભીરતાથી વિચારવું પડશે. બીબીસી સાથેની એક મુલાકાતમાં ડુડાએ કહ્યું, 'દરેકને આશા છે કે તે આવું કરવાની હિંમત નહીં કરે.'

  • 13 Mar 2022 04:09 PM (IST)

    Ukraine Russia War Live Updates: યુક્રેનના મેયરને રશિયન સેનાએ પકડી લીધા છે - યુક્રેનના વિદેશ મંત્રી

    Ukraine Russia War Live Updates: યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું, "આજે, રશિયન સૈન્યએ અન્ય યુક્રેનના મેયર, ડીનિપ્રોરુડને યેવગેન માતવેયેવના વડાને પકડી લીધા છે. રશિયન આક્રમણકારો હવે આતંક તરફ વળ્યા છે. હું તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને યુક્રેન અને લોકશાહી વિરુદ્ધ રશિયન આતંકવાદને રોકવા માટે આહ્વાન કરું છું.

  • 13 Mar 2022 03:15 PM (IST)

    Ukraine Russia War Live Updates: લશ્કરી ઠેકાણા પર રશિયન હુમલો

    Ukraine Russia War Live Updates: યુક્રેનનું કહેવું છે કે રશિયાએ જે લવીવ બેઝ પર હુમલો કર્યો ત્યાં વિદેશી પ્રશિક્ષકો પણ હાજર હતા.

  • 13 Mar 2022 02:28 PM (IST)

    સરહદ પાર કર્યા પછી પોલેન્ડમાં પ્રઝેમિસલના ટ્રેન સ્ટેશન પર રાહ જોતા યુક્રેનિયન શરણાર્થીઓ

    Image

  • 13 Mar 2022 02:00 PM (IST)

    દેશમાં ખોરાકનો સામાન પૂરતો છે : PM ડેનિસ શ્યાગલ

    યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્યાગલે જણાવ્યું હતું કે, યુક્રેન સરકાર રશિયાના આક્રમણ વચ્ચે ખાદ્ય પુરવઠાને સુરક્ષિત કરવાના પ્રયાસમાં પાક-વાવણી અભિયાનને સમર્થન આપવા માટે એક યોજના રજૂ કરશે. યુક્રેન પાસે આગામી કેટલાક મહિનાઓ માટે જરૂરી ખોરાકનો હાલ પૂરતો જથ્થો છે.

  • 13 Mar 2022 01:39 PM (IST)

    રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો વધી રહ્યો છે

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેલારુસના શબઘરો રશિયન સૈનિકોના મૃતદેહોથી ભરેલા છે. આ મૃતદેહોને ટ્રક મારફતે રશિયા મોકલવામાં આવી રહ્યા છે.

  • 13 Mar 2022 01:16 PM (IST)

    આ બેઠકમાં રક્ષા મંત્રી પણ સામેલ

    આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેવાના છે. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેબિનેટ સચિવ, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ બેઠકમાં સામેલ થશે.

  • 13 Mar 2022 01:13 PM (IST)

    PM મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

    ભારતની સુરક્ષા તૈયારીઓ અને યુક્રેનિયન સ્થિતિની સમીક્ષા કરવા માટે PM મોદી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.

  • 13 Mar 2022 12:51 PM (IST)

    સૌથી સુરક્ષિત કેન્દ્ર પર હુમલો

    NATO ના સભ્યો અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ઘાતક શસ્ત્રોના પરિવહન માટે સૌથી સુરક્ષિત હબ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે રશિયાએ મોટાભાગના યુક્રેનિયન એરબેઝ પર બોમ્બમારો કર્યો છે.

  • 13 Mar 2022 12:49 PM (IST)

    શું છે પીસકીપર સેન્ટર ?

    લવીવના પશ્ચિમ શહેરની નજીક આવેલા યવોરીવ બેઝને "પીસકીપર સેન્ટર" કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિદેશી ટ્રેનર્સ દ્વારા કરવામાં આવે છે, મુખ્યત્વે યુએસ ફ્લોરિડા નેશનલ ગાર્ડ, યુક્રેનની સૈન્યને તાલીમ આપવા માટે તેમજ યુક્રેનને રશિયાને પડકાર આપતું નાટો બેઝ તૈયાર કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

  • 13 Mar 2022 12:46 PM (IST)

    સંયુક્ત તાલીમ કેન્દ્ર પર રશિયાનો પહેલો હુમલો

    રશિયાએ પોલેન્ડની સરહદોથી લગભગ 25 કિમી દૂર યોવોરિવમાં નાટો-યુએસ-યુક્રેન સંયુક્ત તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો છે.

  • 13 Mar 2022 12:37 PM (IST)

    રશિયાનો દાવો - યુક્રેનની મિસાઈલને અટકાવવામાં આવી

    રશિયાએ દાવો કર્યો છે કે, એર ડિફેન્સ ફોર્સે ડીપીઆરમાં યુક્રેનની બીજી મિસાઈલ 'ટોચકા-યુ'ને અટકાવી છે, તેના ટુકડા સ્કૂલની નજીક પડ્યા છે.

  • 13 Mar 2022 11:44 AM (IST)

    કિવ નજીક રશિયાના હુમલા વધી રહ્યા છે

    રશિયાએ યુક્રેનિયન શહેરો પર તેના બોમ્બ ધડાકાને વધુ તીવ્ર બનાવ્યા છે,ત્યારે રાજધાની કિવની બહાર હાલ સ્થિતિ વિકટ બની રહી છે.

  • 13 Mar 2022 11:42 AM (IST)

    લવીવ નજીક રશિયન હુમલો

    સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયાએ યુક્રેનના લવીવની બહાર લશ્કરી મથક પર હુમલો કર્યો.

  • 13 Mar 2022 11:41 AM (IST)

    રશિયાની ચેતવણી નકારી કાઢવામાં આવી

    સ્વીડનના વિદેશ મંત્રીએ રશિયાની તાજેતરની ચેતવણીઓને ફગાવી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ દેશ (સ્વીડન) NATOમાં સામેલ થશે તો મોસ્કો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

  • 13 Mar 2022 11:00 AM (IST)

    તેઓએ અહીં જાતે જ રહેવું પડશે : ઝેલેન્સકી

    ઝેલેન્સકીએ કહ્યુ કે,'જો તેઓ બોમ્બ ફેંકીને આ પ્રદેશના ઈતિહાસને ભૂંસી નાખવાનું નક્કી કરશે...અને આપણા બધાનો નાશ કરશે, તો તેઓ કિવમાં પ્રવેશી શકશે. પરંતુ આ તેમનો ધ્યેય છે, તેથી તેમને અંદર આવવા દો, પરંતુ તેઓએ આ જમીન પર જાતે જ રહેવું પડશે.'

  • 13 Mar 2022 10:59 AM (IST)

    ઝેલેન્સ્કીએ રશિયાને કહ્યું 'તમારી પાસે તાકાત નથી'

    યુક્રેન પર હુમલો કરનારા રશિયન સૈનિકોને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, "તમારી પાસે ઘણા બધા શસ્ત્રો છે, પરંતુ તમારી પાસે અમને હરાવવાની તાકાત અને હિંમત નથી."

  • 13 Mar 2022 10:13 AM (IST)

    યુક્રેન આ પરીક્ષા પાસ કરશે : ઝેલેન્સકી

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, 'યુક્રેન આ પરીક્ષા પાસ કરશે, આપણી જમીનમાં ઘૂસી ગયેલા યુદ્ધ મશીનને તોડવા માટે આપણને સમય અને શક્તિની જરૂર છે.'

  • 13 Mar 2022 10:10 AM (IST)

    રશિયન સૈનિકોએ ખેરસનને કબજે કર્યું

    રશિયન સેનાએ ખેરસનને કબજે કરી લીધુ છે.તમને જણાવી દઈએ કે,આ અગાઉ રશિયન સમર્થક અલગતાવાદીઓએ વર્ષ 2014 માં ડોનેટ્સક અને લુહાન્સ્કના પૂર્વીય પ્રદેશોમાં યુક્રેનિયન સેના સાથે લડવાનું શરૂ કર્યું હતુ.

  • 13 Mar 2022 10:08 AM (IST)

    દેશને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા : ઝેલેન્સકી

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયા તેમના દેશને તોડવા માટે યુક્રેનમાં એક નવું "સ્યુડો રિપબ્લિક" બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઝેલેન્સકીએ શનિવારે રાત્રે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં આ વાત કહી હતી. આ સાથે તેમણે ખેરસન સહિતના યુક્રેનના પ્રદેશોને ડોનેટ્સક અને લુહાન્સ્કમાં જે બન્યું તેનું પુનરાવર્તન ન થવા દેવાની અપીલ કરી.

  • 13 Mar 2022 10:06 AM (IST)

    ગોળીબારમાં 1500 લોકો માર્યા ગયા

    મેયરના કાર્યાલયના જણાવ્યા અનુસાર, રશિયન સેનાના ગોળીબારમાં મારિયુપોલ શહેરમાં 1,500 થી વધુ લોકોના મોત થયા છે. આ માર્યા ગયેલા લોકોને સામૂહિક કબરોમાં દફનાવવાના પ્રયાસોને પણ રશિયા નિષ્ફળ બનાવી રહી છે.

  • 13 Mar 2022 09:21 AM (IST)

    રશિયા ટૂંક સમયમાં જવાબી પ્રતિબંધો લાદશે

    રશિયા નજીકના ભવિષ્યમાં પશ્ચિમ દેશો સામે વ્યક્તિગત પ્રતિબંધો લાદીને બદલો લેશે. દેશના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રાયબકોવે શનિવારે આ જાણકારી આપી. ANIએ શિન્હુઆ ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યું કે, 'સૂચિ તૈયાર છે', આ પ્રતિબંધો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

  • 13 Mar 2022 08:57 AM (IST)

    રશિયા પર મેયરના અપહરણનો આરોપ

    યુક્રેને રશિયા પર મેલિટોપોલના મેયર ઇવાન ફેડોરોવનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, 150,000 લોકોની વસ્તી ધરાવતા આ શહેરને આક્રમણ શરૂ થયાના બે દિવસ બાદ રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.

  • 13 Mar 2022 08:24 AM (IST)

    ઝેલેન્સકીએ કિવના કબજા અંગે આપ્યુ મોટુ નિવેદન

    ઝેલેન્સકીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા યુક્રેનની રાજધાની ફક્ત ત્યારે જ કબજે કરી શકે છે "જો તેઓ અમને બધાને મારી નાખે."

  • 13 Mar 2022 08:23 AM (IST)

    મેક્રોને પુતિન સાથે ફરી વાતચીત કરી

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના કાર્યાલયે કહ્યું છે કે, જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ટ્ઝ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની ત્રિપક્ષીય વાટાઘાટો "ખૂબ જ સ્પષ્ટ અને મુશ્કેલ પણ હતી."

  • 13 Mar 2022 08:22 AM (IST)

    યુક્રેનમાં 579 નાગરિકો માર્યા ગયા

    યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર હ્યુમન રાઇટ્સ (UNHCHR) એ જણાવ્યું કે, યુક્રેનમાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 579 નાગરિકો માર્યા ગયા છે અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે.

  • 13 Mar 2022 08:21 AM (IST)

    13000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

    કિવ ઈન્ડિપેન્ડન્ટે યુક્રેનના ડેપ્યુટી PM ઈરિના વેરેશ્ચુકને ટાંકીને જણાવ્યું હતું કે, યુક્રેને 12 માર્ચે માનવતાવાદી કોરિડોર દ્વારા 13,000 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

  • 13 Mar 2022 08:19 AM (IST)

    અમેરિકા 200 મિલિયન ડોલરની મદદ કરશે

    US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનમેં જણાવ્યુ કે, વધારાના શસ્ત્રો અને સાધનો માટે અમે યુક્રેનને 200 ડોલર મિલિયન સહાય આપવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, એક વર્ષથી ઓછા સમયમાં અમેરિકાએ યુક્રેનને 1.2 ડોલર બિલિયનથી વધુ સુરક્ષા સહાય આપી છે.

  • 13 Mar 2022 08:17 AM (IST)

    રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટો થઈ

    યુક્રેન અને રશિયા વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શાંતિ મંત્રણા થઈ હતી.વાટાઘાટોની પ્રાથમિકતાઓમાં માનવતાવાદી કોરિડોરનું વિસ્તરણ મુખ્ય બાબત રહી છે.

  • 13 Mar 2022 08:15 AM (IST)

    મેરિયુપોલના બહારના વિસ્તારો પર કબજો કર્યો

    યુક્રેન સૈન્યનું કહેવું છે કે તેણે માર્યુપોલના પૂર્વી બહારના વિસ્તાર પર કબજો કરી લીધો છે. શનિવારે સૈન્યએ જણાવ્યું હતું કે, પૂર્વમાં મેરિયુપોલ અને સેવેરોડોનેત્સ્કને કબજે કરવું એ રશિયન સૈન્ય માટે પ્રાથમિકતા છે.

  • 13 Mar 2022 08:13 AM (IST)

    રશિયન સેનાએ 7 લોકોને ગોળી મારી

    AFP સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર,રશિયનસેનાએ કિવ નજીક યુક્રેનના 1 બાળક સહિત 7 લોકોને ગોળી મારી.

Published On - Mar 13,2022 8:07 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">