રશિયાએ અફઘાનિસ્તાન મુદ્દે બોલાવી બેઠક, તાલિબાન અને ભારત સહિત 10 દેશો રહેશે હાજર, આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે

Russia Meeting on Afghanistan: રશિયાએ મંગળવારે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનના મુદ્દે મોસ્કોમાં યોજાનારી બેઠકમાં 10 દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિમંડળ ભાગ લેશે.

રશિયાએ અફઘાનિસ્તાન મુદ્દે બોલાવી બેઠક, તાલિબાન અને ભારત સહિત 10 દેશો રહેશે હાજર, આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે
Russian President Vladimir Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 9:52 PM

Russia Meeting on Afghanistan: રશિયાએ મંગળવારે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનના મુદ્દે મોસ્કોમાં યોજાનારી બેઠકમાં 10 દેશોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિમંડળ ભાગ લેશે. રશિયાએ બુધવારે એટલે કે 20 ઓક્ટોબરે (Moscow Format Meeting) બેઠક બોલાવી છે. તે અફઘાનિસ્તાનમાં લશ્કરી અને રાજકીય પરિસ્થિતિ, એક સર્વસમાવેશક સરકારની રચના અને દેશને માનવીય સંકટમાંથી બચાવવા આંતરરાષ્ટ્રીય પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવશે.

રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ’20 ઓક્ટોબરે અફઘાનિસ્તાન પર વાતચીત માટે મોસ્કો ફોર્મેટની ત્રીજી બેઠક મળશે. એવી અપેક્ષા છે કે, તેમાં આ ક્ષેત્રના 10 દેશોના પ્રતિનિધિઓ તેમજ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિમંડળ (Russia on Afghanistan Situation) નું પ્રતિનિધિમંડળ સામેલ થશે. રશિયન વિદેશ મંત્રી લવરોવ પ્રતિનિધિઓને સંબોધિત કરશે. બેઠક દરમિયાન અફઘાનિસ્તાનમાં લશ્કરી-રાજકીય પરિસ્થિતિના વિકાસ અને સમાવેશી સરકારની રચનાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવાનું આયોજન છે.

સંયુક્ત નિવેદન જાહેર થઈ શકે છે

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘બેઠકમાં તમામ પ્રતિનિધિઓ આ દેશમાં માનવીય કટોકટી (Russia Stance on Afghanistan) રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયત્નોને મજબૂત કરવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. એક સંયુક્ત નિવેદન અપનાવવાનું આયોજન છે. જ્યારે તાલિબાન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વચગાળાની અફઘાન સરકારના નાયબ વડાપ્રધાન અબ્દુલ સલામ હનાફી કરશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ માહિતી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખીએ ટ્વિટર પર આપી હતી. બાલ્ખીના નિવેદન મુજબ તાલિબાન પ્રતિનિધિઓ મોસ્કોની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે સામાન્ય હિતના મુદ્દાઓ પર વાતચીત કરશે.

ભારત પણ બેઠકમાં ભાગ લેશે

મોસ્કો ફોર્મેટની શરુઆત વર્ષ 2017 માં છ પક્ષોના મિકેનિઝમના આધારે શરૂ થયું હતું. જે અંતર્ગત રશિયા, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન, ઈરાન અને ભારતના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે પરામર્શ યોજાય છે. બીજી બાજુ ભારતે પણ પુષ્ટિ કરી છે કે, તે મંત્રણામાં ભાગ લઈ રહ્યો છે (Russian Meet on Afghanistan). વિદેશ મંત્રાલયે એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, ભારતને 20 ઓક્ટોબરે અફઘાનિસ્તાન મોસ્કો ફોર્મેટની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેશે.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">