BLACKMAILING પર ઉતર્યું નફ્ફટ પાકિસ્તાન, પાયલૉટને હાથો બનાવી વાતચીતનો ડોળ, ભારતે કહ્યું, NO DEAL, અભિનંદનને કંઈ થયું તો જોરદાર કાર્યવાહી થશે

ભારત તરફથી આક્રમક વલણ અને યુદ્ધથી શંકાથી ફફડી ઉઠેલું પાકિસ્તાન હવે નફ્ફટાઈ, નગ્નતા અને બ્લૅકમેલિંગ પર ઉતરી આવ્યું છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના માલિકોની […]

BLACKMAILING પર ઉતર્યું નફ્ફટ પાકિસ્તાન, પાયલૉટને હાથો બનાવી વાતચીતનો ડોળ, ભારતે કહ્યું, NO DEAL, અભિનંદનને કંઈ થયું તો જોરદાર કાર્યવાહી થશે
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 10:08 AM

ભારત તરફથી આક્રમક વલણ અને યુદ્ધથી શંકાથી ફફડી ઉઠેલું પાકિસ્તાન હવે નફ્ફટાઈ, નગ્નતા અને બ્લૅકમેલિંગ પર ઉતરી આવ્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે જો વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની વાપસીથી ડિ-એસ્કેશનલ થાય, તો પાકિસ્તાન ભારતના પાયલૉટને છોડવા તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરવા તૈયાર છે.

ભારતે પાકિસ્તાનની આ ચાલબાજીનો આકરો જવાબ આપ્યો છે. ભારતીયવિદેશ મંત્રાલયે કહ્યું કે પાયલૉટની જલ્દીમાં જલ્દી મુક્તિ થવી જોઇએ, ડીલ-સોદાબાજીનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો. ભારતે ચેતવણી આપી છે કે પાયલૉટને કોઈ નુકસાન ન થવું જોઇએ. જો આવું થશે, તો જોરદાર કાર્યવાહી થશે.

વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન કંધાર વિમાન અપહરણ કાંડ જેવું દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારત કોઈ પણ જાતની ડીલ કરવા તૈયાર નથી. ભારતે પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના કોઈ નાગરિક કે સૈન્ય ઠેકાણાઓ પર હુમલો નહોતો કર્યો, પરંતુ પાકિસ્તાન ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને તંગદિલી વધારવાનું કામ કરી રહ્યું છે. ભારતે જાણીજોઈને એલઓસી પાર નહોતી કરી. ભારતે પાકિસ્તાનના યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે પઠાનકોટ અને મુંબઈ હુમલાઓ બાદ પણ ભારતે પાકિસ્તાનને ઘણા સબૂત આપ્યા, પણ પાકિસ્તાને કોઈ કાર્યવાહી ન કરી. આતંકીઓ પકડાયા અને ઑડિયો પણ અપાયા, પરંતુ પાકિસ્તાન સતત ઇનકાર કરતો રહ્યો. પુલવામા હુમલાના 14 દિવસ બાદ પણ પાકિસ્તાન આ હુમલામાં જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનો ઇનકાર કરી રહ્યું છે.

દરમિયાન મહત્વનું અપડેટ એ છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલી વચ્ચે, એલઓસી પર સીઝફાયરનો પાકિસ્તાન સતત ભંગ કરી રહ્યું છે, ત્યારે આજે સાંજે 5 વાગ્યે ત્રણેય સેના પ્રમુખોની સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ યોજાવાની છે.

[yop_poll id=1872]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">