China Forcibly Organ Harvesting : : ઉઈગર મુસ્લિમ અને તિબેટીયન કેદીઓના હૃદય, કીડની અને લીવર કાઢી રહ્યું છે ચીન

China Forcibly Organ Harvesting : મોટાભાગના કેદીઓનું હૃદય, કિડની, લીવર અને શરીરના અન્ય મહત્વપૂર્ણ ભાગો શરીરમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. 

China Forcibly Organ Harvesting : : ઉઈગર મુસ્લિમ અને તિબેટીયન કેદીઓના હૃદય, કીડની અને લીવર કાઢી રહ્યું છે ચીન
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 11:29 PM

China Forcibly Organ Harvesting : ચીનમાં લઘુમતી કેદીઓના શરીરમાંથી હૃદય, કિડની અને લીવર કાઢી નાખવાના અહેવાલો બહાર આવ્યા પછી ખળભળાટ મચી ગયો છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC) ના સભ્યોએ ચીનની આ ક્રુરતા સામે અવાજ ઉઠાવ્યો છે. કેટલાક અહેવાલો કહે છે કે આવી ક્રૂરતા ચીનમાં કેદ ઉઇગુર મુસ્લિમો, તિબેટીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સાથે કરવામાં આવી રહી છે.

યુનાઇટેડ નેશન્સના હ્યુમન કમિશનર ફોર હ્યુમન રાઇટ્સે ઓફિસ વતી એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે

“અમને એવી માહિતી મળી છે કે ધાર્મિક લઘુમતીઓને એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવા રક્ત પરીક્ષણો અને અંગ પરીક્ષણો કરવા દબાણ કરવામાં આવે છે. જ્યારે અન્ય કેદીઓને એવું કહેવામાં આવી રહ્યું નથી.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કારણ વગર બળજબરીથી કેદ કરાયા યુએન હ્યુમન રાઇટ્સ કમિશન અનુસાર ચીનમાં બળજબરીથી અંગ કાઢવાની (China Forcibly Organ Harvesting) આ ઘટના ખાસ કરીને એવા લોકો સાથે બની રહી છે, જે ત્યાં લઘુમતી છે અને ચીનમાં કેદ છે.આ કેદીઓને પણ ખબર નથી હોતી કે તેઓને શા માટે કેદ કરવામાં આવ્યા છે અથવા તેમને ધરપકડનું વોરંટ બતાવવામાં આવ્યું નથી.

શરીરમાંથી મહત્વના અંગો કાઢવામાં આવ્યા નિષ્ણાંતોએ કહ્યું છે કે કેદીઓ પર આચરવામાં આવતી આવી ક્રૂરતાના મામલે અમે ખૂબ ગંભીર છીએ. નિષ્ણાતો કહે છે કે મોટાભાગના કેદીઓનું હૃદય, કિડની, લીવર અને શરીરના અન્ય મહત્વપૂર્ણ ભાગો શરીરમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.  અંગ કાઢવાની (China Forcibly Organ Harvesting) આ પ્રક્રિયામાં આરોગ્ય ક્ષેત્રને લગતા વ્યાવસાયિકો શામેલ છે જેમાં સર્જનો અને અન્ય તબીબી નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

2006-07 માં પણ આ વિવાદ ઉભો થયો હતો યુનાઇટેડ નેશન્સના હ્યુમન કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ (OHCHR) એ એવું કહેવામાં આવે છે કે માનવાધિકાર નિષ્ણાતોએ આ અગાઉ 2006 અને 2007 ના વર્ષોમાં ચીનની સરકાર સમક્ષ આ મુદ્દો (China Forcibly Organ Harvesting)  ઉઠાવ્યો હતો.પરંતુ સરકારે કહ્યું હતું કે ડેટા ઉપલબ્ધ નથી. આ સિવાય માનવાધિકારને લગતી અન્ય મીશનરીઓએ પણ ચીનમાં કોઈ ખાસ સમુદાયના લોકોના શરીરના ભાગોને દૂર કરવાની વાત કરી હતી.

નિષ્ણાતોએ હવે ચીનને આ મામલે જવાબ આપવા કહ્યું છે. તે જ સમયે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મીશનરીને માનવ અવયવો દૂર કરવાની બાબતમાં સ્વતંત્ર રીતે તપાસ કરવાની છૂટ આપવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">