અમેરિકાના વ્હાઇટ હાઉસમાં પણ ગુજરાતની યુવતીનો દબદબો, REEMA SHAHને મળ્યું અગત્યનું સ્થાન
અમેરિકામાં જ્યારે કોઈ મોટી પદવી પર ભારતીય હોય તો ભારતીય લોકો ખૂબ જ ગર્વ કરે છે. આ વખતે વાઇસ પ્રેસિડન્ટ બનેલાં મૂળ ભારતીયએ કમલા હૅરિસે આપણને ભારોભાર ગર્વનો અનુભવ કરાવ્યો છે.
અમેરિકામાં જ્યારે કોઈ મોટી પદવી પર ભારતીય હોય તો ભારતીય લોકો ખૂબ જ ગર્વ કરે છે. આ વખતે વાઇસ પ્રેસિડન્ટ બનેલાં મૂળ ભારતીયએ કમલા હૅરિસે આપણને ભારોભાર ગર્વનો અનુભવ કરાવ્યો છે. આ ખુશી હજુ પૂરી નથી થઈ તે પહેલા બીજી બે ભારતીય મૂળની સ્ત્રીઓએ આપણા ગર્વ અપાવ્યો છે.
જેમાં કચ્છી ગુજરાતી મૂળની છોકરી રીમા શાહની(REEMA SHAH) નિમણૂક ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ ઓફ અમેરિકા (DEPUTY ASSOCIATE COUNCIL OF AMERICAS ) તરીકે થઈ છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા રીમા શાહની નિમણૂક વાઇટહાઉસ (WHITE HOUSE) કાઉન્સિલની ઑફિસમાં કરવામાં આવી છે. મૂળ દુર્ગાપુરના વતની અને વર્ષોથી અમેરિકાના (AMERICA) ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા જૈન પરિવારનાં પ્રીતિબેન ભરત ચનાની પુત્રી રીમા શાહને ગૌરવવંતું સ્થાન જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
રીમા શાહની ઉંમર 31 વરસની છે. રીમાનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે. રીમા શાહ ભણવામાં અવ્વલ હતા. રીમા શાહ 17 વર્ષના હતા ત્યારે પ્રેસિડેન્શિયલ સ્કૉલર હતા. રીમા શાહ હાલમાં વૉશિંગ્ટન ડીસીમાં રહે છે. રીમા શાહ ગ્રૅજ્યુએશન કરવા માટે હાર્વર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટી ગયાં હતાં. રીમા શાહએ યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલિના કિગન હેઠળ પણ કામ કર્યું. જજ એલિના કિગનની જ ભલામણથી રીમા શાહ ચૂંટણી પહેલાં શરૂ થયેલા બાઇડન-હૅરિસ કૅમ્પેન સમયે બાઇડનની ડિબેટ પ્રિપરેશન ટીમમાં હતાં.
રીમા શાહની અંગત જિંદગીની વાત કરવામાં આવે તો તેને દોઢ વર્ષ પહેલાં તેની સાથે જ યુનિવર્સિટીમાં ભણનાર રિચર્ડ ચ્યુ સાથે લગ્ન કર્યા છે. રિચર્ડ ચ્યુ મૂળ લંડનના વતની છે. રીમાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ઓડિશી ડાન્સમાં ૧૨ વર્ષ સુધી તાલીમ હાંસલ કરી છે.
આ પણ વાંચો: MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION: આખરે BJP બન્યુ નંબર 1, શિવસેના ત્રીજા નંબરે રહ્યુ