અંડરવોટર ક્રાફ્ટની ખરીદી પાકિસ્તાનનું નવુ ષડયંત્ર હોઈ શકે? નદી નાળાઓમાંથી આતંકી ઘૂષણખોરી કરે તેવી આશંકા

ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પાકિસ્તાને આતંકવાદીઓની ઘૂસણખોરી માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત તે પાણી દ્વારા આતંકીઓને મોકલી શકે છે. તેણે તેના પર કામ શરૂ કરી દીધું છે.

અંડરવોટર ક્રાફ્ટની ખરીદી પાકિસ્તાનનું નવુ ષડયંત્ર હોઈ શકે? નદી નાળાઓમાંથી આતંકી ઘૂષણખોરી કરે તેવી આશંકા
Underwater craft

પાકિસ્તાન (Pakistan) આતંકવાદી પ્રવૃત્તિ (Terrorist activity)ને પ્રોત્સાહન આપવાની તેની હરકતો ક્યારેય છોડતુ નથી. હવે પાકિસ્તાન નવુ ષડયંત્ર રચી રહ્યુ હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. પાકિસ્તાન (Pakistan) આવા અંડરવોટર ક્રાફ્ટ (Underwater craft) ખરીદવાની તૈયારી કરી રહ્યું છે, જેના દ્વારા આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે.

 

પાકિસ્તાનની નવી યુક્તિ

આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરતા હોય છે. ભારતીય સેના પણ સતત આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન કરે છે. એલઓસી પર કડકાઈના કારણે આતંકવાદીઓ દેશમાં પ્રવેશ કરી શકતા નથી. જેથી પાકિસ્તાન હવે આતંકીઓને ભારતમાં ઘૂસાડવા નવી યુક્તિઓ અપનાવવા જઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પાકિસ્તાને આતંકવાદીઓની ઘૂસણખોરી માટે નવો પ્લાન તૈયાર કર્યો છે.

 

જે અંતર્ગત તે પાણી દ્વારા આતંકીઓને મોકલી શકે છે. તેણે તેના પર કામ શરૂ કરી દીધું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાન ઘણી વિદેશી કંપનીઓ પાસેથી તેની સેના માટે નાના અંડરવોટર ક્રાફ્ટ ખરીદી રહ્યું છે. જેથી તે હવે પાણીના માર્ગે પણ પોતાના આતંકના મનસુબાઓને પુરા કરી શકે.

 

અંડરવોટર ક્રાફ્ટની ખાસિયત

આ અંડરવોટર ક્રાફ્ટની ખાસ વાત એ છે કે તે 4થી 5 કિલોમીટરની ઊંડાઈમાં પણ સરળતાથી કામ કરી શકે છે. તેઓ વજનમાં હળવા હોય છે અને 6થી 8 લોકો બેસી શકે છે. તેનો ઉપયોગ નાની તકનીકી કામગીરી માટે થઈ શકે છે. રિપોર્ટ છે કે પાકિસ્તાન પોતાના વિશેષ દળોને મજબૂત કરવાના નામે આ ઉપકરણો ખરીદી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ આતંકવાદીઓ માટે થશે.

 

ભારત વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તેનો ઉપયોગ ભારતમાં આતંકીઓને ઘુસાડવા માટે કરી શકે તેવી ગુપ્તચરો પાસેથી માહિતી મળી છે. એટલે કે હવે નાની નદીઓ અને નાળાઓ દ્વારા આતંકીઓને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી છે કે આતંકવાદીઓ ભારત-પાકિસ્તાન બોર્ડર અને એલઓસી પર બનેલા નાળા ફરી રહ્યા છે. અહીં, ગોતાખોરોની મદદથી અથવા અન્ય માધ્યમો દ્વારા આતંકવાદીઓને પાણીમાંથી રસ્તો પાર કરાવવામાં આવશે.

 

પાકિસ્તાન આતંકીઓને તાલીમ આપે છે

ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન નેવી અને પાકિસ્તાન આર્મી લશ્કર સહિત ઘણા આતંકવાદી જૂથોને વોટર કોમ્બેટ ટ્રેનિંગ આપી રહી છે. એટલે કે દરિયા, નદી કે નાના નાળામાંથી કેવી રીતે આતંકવાદી હુમલાઓ કરવા માટે ઘૂસણખોરી કરવી તે શીખવવામાં આવી રહ્યું છે. જોકે ભારતીય સેના પાકિસ્તાનની દરેક નકાબ યોજનાને સમયસર નિષ્ફળ બનાવવા માટે પૂરા સમર્પણ સાથે કામ કરી રહી છે.

 

 

આ પણ વાંચો :  મોદી સરકારના Crypto Bill લાવવાના અહેવાલો વચ્ચે Virtual Currency ધડામ… Bitcoin અને Solana સહિતની Cryptocurrency ના મૂલ્યમાં ઘટાડો થયો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati