ચીનમાં જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ, રોડ પર દેખાયા વિરોધના બેનરો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Oct 13, 2022 | 9:19 PM

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પાર્ટી પર છેલ્લા ઘણા સમયથી સંકટના વાદળો ઘેરાયેલા  છે. હાલમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને  કમ્યુનિસ્ટ પાર્ટીનો ચીનમાં જ વિરોધ થઈ રહ્યો છે. આ બેનરોમાં જિનપિંગની કડક શૂન્ય કોવિડ નીતિને ખત્મ કરવા, કમ્યુનિસ્ટ પાર્ટીના ( Communist Party) નેતાઓને દૂર કરવા અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને દૂર કરવાનું આહ્વાન કરવામાં આવ્યુ છે.

ચીનમાં જિનપિંગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ, રોડ પર દેખાયા વિરોધના બેનરો
Protests against Xi Jinping and Communist Party
Image Credit source: File photo

China President Xi Jinping : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પાર્ટી પર છેલ્લા ઘણા સમયથી સંકટના વાદળો ઘેરાયેલા  છે. હાલમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને  કમ્યુનિસ્ટ પાર્ટીનો ચીનમાં જ વિરોધ થઈ રહ્યો છે. ચીનની રાજધાની બેઇજિંગમાં એક સ્થળે કમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ દર્શાવતા પોસ્ટરો લાગ્યા હતા. જેના સરકારે કડક પગલા ભર્યા છે. આજે ગુરુવારે ઈન્ટરનેટ સેન્સરથી કાર્યવાહી કરીને તેમણે સોશિયલ મીડિયા પરથી આ ઘટનાને લગતી તમામ પોસ્ટ હટાવી દીધા છે. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા ફોટોમાં જોવા મળી રહ્યુ છે કે આકાશમાં આગના ધુમાડા ઊડી રહ્યા છે. આ બેનરોમાં જિનપિંગની કડક શૂન્ય કોવિડ નીતિને ખત્મ કરાવા, કમ્યુનિસ્ટ પાર્ટીના ( Communist Party) નેતાઓને દૂર કરવા અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને દૂર કરવાનું આહ્વાન કરવામાં આવ્યુ છે. શી જિનપિંગની સરકાર વિરુધ્ધ રોજ આવા પ્રદર્શન  થાય છે. જો કે  તેના પર કાર્યવાહી કરીને દુનિયાના બીજા દેશો સુધી તેને  પહોંચવા નથી દેવાતા.

આવા બેનરો કોણે લગાવ્યા તેની જાણકારી નથી મળી. પોલીસ તેના પર કડક કાર્યવાહી કરી રહી છે. રવિવારથી ચીનમાં ક્મ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસનું સમ્મેલન યોજાવાનું છે. જેને લઈને ત્યાંની પોલીસ હાઈ એલર્ટ પર છે. જે વિસ્તારમાં બેનરો લાગ્યા છે ત્યાં ભારે માત્રામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ તમામ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને બેનર લગાવનારાઓને પકડવા માટે તપાસ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાને અપાઈ રહ્યુ છે સમર્થન

સોશિયલ મીડિયાની જે પોસ્ટ પર આવા વિરોધના બેનરો  હોય તેને તરત બ્લોક કે દૂર કરવામાં આવ્યા છે. ચીનના સોશિયલ મીડિયાની કેટલીક પોસ્ટ પર ઘણા લોકોએ સમર્થન આપ્યુ છે. અજ્ઞાત  લોકો આ ઘટનાની  પ્રશંસા પણ કરી રહ્યા છે. ઘણા લોકો એ ઘટનાના ફોટો સોશિયલ મીડિયા પર શેયર પણ કર્યા હતા, જેને પણ સરકાર દ્વારા હટાવવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન લોકો એ આપ્યો આવો સહકાર

આ ઘટનામાં પોલીસ આખા વિસ્તારમાં પૂછપરછ થઈ હતી, કેટલાક પત્રકારો, દુકાનદારોની પણ પૂછપરછ થઈ. પણ તેમણે પણ આ અંગે માહિતી ન હોવાનું કહ્યુ. એક મહિલાએ તો એક શબ્દ કહ્યા વગર માથુ હલાવીને જ જવાબ આપ્યો હતો. તેમણે જે પ્રકારનો સહકાર તપાસ દરમિયાન આપ્યો, તે સરકાર વિરુધ લોકો શું વિચારે છે તેની સાબિતી આપતા હતા.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati