પાકિસ્તાન: સરકારના વિરોધમાં પ્રદર્શન, કેમ જોવા મળ્યા લોકોના હાથમાં PM MODIના પોસ્ટર?

પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સ્થાપક એવા જી.એમ. સૈયદની 117 મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી યોજાઈ હતી.

પાકિસ્તાન: સરકારના વિરોધમાં પ્રદર્શન, કેમ જોવા મળ્યા લોકોના હાથમાં PM MODIના પોસ્ટર?
Pakistan

તાજેતરમાં પાકિસ્તાનમાં આધુનિક ભારતીય સિંધી રાષ્ટ્રવાદના સ્થાપક એવા જી.એમ. સૈયદની 117 મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ રેલી યોજાઈ હતી. આ આઝાદી સમર્થક રેલીમાં પ્રદર્શનકારીઓએ સિંધુ દેશની આઝાદી માટે ભારતીય પ્રાધનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર લહેરાવ્યા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના જમસોરો જિલ્લામાં સૈયદના વતનમાં રવિવારે યોજાયેલી વિશાળ રેલી દરમિયાન લોકોએ આઝાદીના નારા લગાવ્યા. તેમણે દાવો કર્યો હતો કે સિંધએ સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક ધર્મનું ઘર છે, જેના પર બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા 1947 માં તેને પાકિસ્તાનના ઇસ્લામિક હાથોમાં આપી દેવામાં આવ્યું હતું

બધા દર્દનાક હમલાઓની વચ્ચે પણ સિંધે પોતાનો ઇતિહાસ, સંસ્કૃતિ, સ્વતંત્રતા, સહિષ્ણુતા અને સુમેળભર્યા સમાજ તરીકેની પોતાની ઓળખ બનાવી રાખી છે. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ હજુ જળવાઈ રહી છે. શફી મુહમ્મદ બુરફાતે કહ્યું કે વિદેશી અને દેશી લોકોની ભાષા અને વિચારોએ એકબીજાને અસર જ નથી કરી, પરંતુ માનવ સંસ્કૃતિના સામાન્ય સંદેશનો સ્વીકાર પણ કર્યો છે. તેમને આગળ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચીમના ધર્મ, દર્શન અને સભ્યતાના ઐતિહાસિક મેળના કારણે અમારી માતૃભુમી સિંધને માનવતાના ઈતિહાસમાં અલગ મળ્યું છે.

સિંધ માંગી રહ્યું છે પાકિસ્તાનથી આઝાદી

બુરફાતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, સિંધના નાગરિક, ઉદ્યોગ, દરિયાઈ નેવિગેશન, ગણિત અને ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં અગ્રણી હતા, જે આજે પાકિસ્તાન સંઘ દ્વારા ઇસ્લામ-ઓ-ફાશીવાદી આતંકવાદની સાંકળમાં બંધાયેલા છે. સિંધમાં ઘણા રાષ્ટ્રવાદી દળ છે, જે સ્વતંત્ર સિંધ રાષ્ટ્રની હિમાયત કરી રહ્યા છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પણ આ ઉઠાવે છે અને પાકિસ્તાન એક એવો ઉદ્યોગપતિ છે જે અમુલ્ય સંસાધનોનું શોષણ કરવાનું ચાલુ રાખે છે અને તે માનવ અધિકારનો ભંગ પણ કરે છે.

તેમને જણાવ્યું કે, અમારું રાષ્ટ્ર શાંતિ, માનવતા અને માનવ વિકાસની એકતામાં માને છે. અમારો દેશ હજારો વર્ષોથી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે છે. પરંતુ, આજે તે ધર્મના નામે અને લશ્કરની તાકાતને કારણે પંજાબી સંસ્થાનવાદ દ્વારા ગુલામ બનાવ્યો છે. સિંધના લોકો પાકિસ્તાનના આતંકવાદી રાજ્યની દમનકારી ગુલામીમાં રહેવા નથી માંગતા. આ કારણે અમે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ કે ફાસિવાદીઓથી રાષ્ટ્રીય સ્વતંત્રતાની લડતમાં અમને સમર્થન આપો.

 

આ પણ વાંચો: હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક એ રાહુલ દ્રવિડના કર્યા વખાણ, જાણો શું કહ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati