ગ્લાસગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે ઈઝરાયેલના પીએમ નફ્તાલી બેનેટ, આવતા વર્ષે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા

India Israel Cooperation: ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ આગામી સપ્તાહે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

ગ્લાસગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે ઈઝરાયેલના પીએમ નફ્તાલી બેનેટ, આવતા વર્ષે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા
PM Narendra Modi-Naftali Bennett
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 7:24 PM

India Israel Cooperation: ઇઝરાયલના વડા પ્રધાન નફ્તાલી બેનેટ (Naftali Bennett) આગામી સપ્તાહે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. ઈઝરાયેલના વડાપ્રધાનના મીડિયા સલાહકારે કહ્યું કે, બેનેટ, વડાપ્રધાન મોદી સહિત વિશ્વના ઘણા નેતાઓને મળશે. PM મોદી અને બેનેટની મુલાકાત વિદેશ પ્રધાન એસ જયશંકરે ગયા અઠવાડિયે ઇઝરાયેલની મુલાકાત દરમિયાન ભારતીય વડા પ્રધાન દ્વારા ઇઝરાયેલના વડા પ્રધાનને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યા પછી થઈ છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બેનેટ આવતા વર્ષે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. યુએન ક્લાઈમેટ ચેન્જ સમિટ દરમિયાન (Glasgow Climate Summit) બેનેટ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસન, ઈટાલિયન વડા પ્રધાન મારિયો ડ્રેગી, નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગ અને અન્યને મળવાની અપેક્ષા છે. ઈઝરાયેલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, 1 નવેમ્બરે બેનેટ કોન્ફરન્સના સહભાગીઓને સંબોધિત કરશે અને ક્લાઈમેટ ચેન્જને પહોંચી વળવા ઈઝરાયેલની વિભાવના વિશે જણાવશે.

બેનેટ પણ સ્વાગત સમારોહમાં પણ આપશે હાજરી

વડા પ્રધાન બેનેટ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન દ્વારા આયોજિત કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં અને બ્રિટિશ ક્રાઉન પ્રિન્સ ચાર્લ્સ દ્વારા આયોજિત રિસેપ્શનમાં પણ હાજરી આપશે, એમ નિવેદનમાં જણાવાયું છે. બેનેટને પીએમ મોદીના આમંત્રણે ઈઝરાયેલમાં ઘણી હેડલાઈન્સ બનાવી. આ દર્શાવે છે કે, ભારતને નવી ઈઝરાયેલ સરકાર સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નથી. સંબંધ પહેલા જેવો જ રહેશે. ઇઝરાયલની તેમની મુલાકાત દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે, ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો એટલી ઉંચાઈએ વિકસ્યા છે કે તેઓ હવે “વ્યક્તિઓની પસંદ અને નાપસંદથી આગળ વધી ગયા છે”.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

બંને દેશો વચ્ચેના સંબંધો પર જયશંકરે શું કહ્યું?

જયશંકરે કહ્યું હતું કે, ‘હું માનું છું કે અમે એક દેશ તરીકે, એક રાજ્ય વ્યવસ્થા તરીકે, એક સમાજ તરીકે (India Israel Friendship ) સંબંધોના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છીએ. તેથી આ રીતે તે દરેક વ્યક્તિની સફળતાનું પ્રમાણપત્ર છે જેણે તે પરિવર્તનમાં યોગદાન આપ્યું છે. સંબંધો લોકોની પસંદ અને નાપસંદથી આગળ વધી ગયા છે.’ જો કે, તેમણે સંબંધોને ઉન્નત બનાવનાર વ્યક્તિઓની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ ઓળખી અને કહ્યું, ‘આપણે તે વ્યક્તિઓની પ્રશંસા કરવી જોઈએ જેમણે આ શક્ય બનાવ્યું છે’, તેમણે કહ્યું, ‘તેથી જ હું અહીં નવી સરકાર સાથે સીધી વાત કરવા ઇઝરાયેલમાં છું.’

આ પણ વાંચો: UPSC CMS Admit Card 2021: UPSC સંયુક્ત મેડિકલ સર્વિસ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, 838 જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો: CAT Admit Card 2021: CAT પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">