President Putin in India: રાષ્ટ્રપતિ પુતિને ભારત આવવા પર વ્યક્ત કરી ખુશી, પીએમ મોદીએ કહ્યું- દુનિયામાં ઘણુ બદલાયુ પણ અમારી મિત્રતા નહી

કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. તેઓ માત્ર થોડા કલાકો માટે જ ભારત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. જ્યા બન્નેએ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બન્ને નેતાઓની મુલાકાતથી ચીન અને પાકિસ્તાનને એક પ્રકારનો સંદેશો આપ્યો છે.

President Putin in India: રાષ્ટ્રપતિ પુતિને ભારત આવવા પર વ્યક્ત કરી ખુશી, પીએમ મોદીએ કહ્યું- દુનિયામાં ઘણુ બદલાયુ પણ અમારી મિત્રતા નહી
PM Modi and Vladimir Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:04 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) આજે એટલે કે સોમવારે ભારતના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. તેમનું વિશેષ વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું. કોરોના સંકટના કારણે પુતિનની આ મુલાકાત ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે. તેઓ માત્ર થોડા કલાકો માટે ભારત પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પણ મળ્યા. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસમાં ( Hyderabad House) મુલાકાત કરી અને બંને નેતાઓ 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

કોરોના રોગચાળાને જોતા બંને નેતાઓની મુલાકાત માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. તેમની વાતચીત દરમિયાન ખૂબ જ નાના પ્રતિનિધિમંડળને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. મોદી-પુતિન વાટાઘાટો બાદ બંને દેશોનું સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે પરંતુ વિદેશ પ્રમુખની મુલાકાત દરમિયાન કોઈ પરંપરાગત મીડિયા નિવેદન નહીં હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ હાઉસમાં રશિયન રાષ્ટ્રપતિના સન્માનમાં રાત્રિભોજનનું પણ આયોજન કર્યુ છે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન રાત્રે 9.30 કલાકે રશિયા જવા રવાના થશે.

ચીન-પાકિસ્તાન માટે મોટો સંદેશ એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતથી ભારત-રશિયાના સંબંધો ગાઢ તો બનશે જ પણ તેની સાથોસાથ ચીન-પાકિસ્તાન જેવા દેશોને પણ મોટો સંદેશ જશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ ભારત આવવા માટે ખાસ ભેટ લઈને આવ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદીને S 400નું મોડલ રજૂ કરશે. આ બધું ખાસ કરીને એવા સમયે થવાનું છે જ્યારે ભારત અને રશિયા વચ્ચે S400 એર ડિફેન્સ સિસ્ટમની પાંચમાંથી બે સિસ્ટમ રશિયાથી ભારતને ડિલિવરી માટે મોકલવામાં આવી છે. આ સિવાય પુતિનની મુલાકાત દરમિયાન ઉત્તર પ્રદેશના અમેઠીમાં સંયુક્ત રીતે એકે 203 બનાવવા માટે ભારત અને રશિયા દ્વારા ડીલ પર હસ્તાક્ષર થવા છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લીધો

અગાઉ, ભારત અને રશિયાએ પ્રથમ વખત 2+2 મંત્રી સ્તરીય વાટાઘાટો યોજી હતી જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર ઉપરાંત રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ભાગ લીધો હતો. આ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે બદલાતી દુનિયામાં ભારત-રશિયાના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને સમયની કસોટી સામે ટકી રહ્યા છે. આ દરમિયાન તેમણે આતંકવાદ, હિંસક ઉગ્રવાદ અને કટ્ટરવાદને પ્રદેશ સામેના મુખ્ય પડકારો ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ

હવામાનની માફક બદલાતી રહે છે રાકેશ ટિકૈતની માંગ, હવે ખેડૂત સંગઠનમાં ઉભા થયા મતભેદો

આ પણ વાંચોઃ

Money Laundering Case: જેકલીન ફર્નાન્ડીઝને EDએ ફરી મોકલ્યુ સમન, 8 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">