રાષ્ટ્રપતિ બાઈડેનના માથાનો દુખાવો બની ગયો પાલતું ડોગ મેજર, વ્હાઇટ હાઉસમાં ફરી એક વ્યક્તિને કરડ્યો

બાઈડેનના જર્મન શેફર્ડ ડોગ મેજર વ્હાઇટ હાઉસના બીજા એક અધિકારીને કરડ્યો છે. આ અધિકારી રાષ્ટ્રીય ઉદ્યાન સેવાનો કર્મચારી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના પાળેલા કુતરાનું નામ મેજર છે.

  • tv9 webdesk37
  • Published On - 13:48 PM, 31 Mar 2021
રાષ્ટ્રપતિ બાઈડેનના માથાનો દુખાવો બની ગયો પાલતું ડોગ મેજર, વ્હાઇટ હાઉસમાં ફરી એક વ્યક્તિને કરડ્યો
જો બાઈડેન

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન કૂતરાં પાળવાના ઘણા શોખીન છે, તેમનો શોખ હવે અન્ય લોકોને ભારે પડી રહ્યો છે. બાઈડેનના જર્મન શેફર્ડ ડોગ મેજર વ્હાઇટ હાઉસના બીજા એક અધિકારીને કરડ્યો છે. આ અધિકારી રાષ્ટ્રીય ઉદ્યાન સેવાનો કર્મચારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્હાઇટ હાઉસ સાઉથ લોનમાં કામ કરી રહેલા કર્મચારીને સોમવારે બપોરે ડોગ મેજર કરડ્યો હતો. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ જો બાઈડેનના પાળેલા કુતરાનું નામ મેજર છે.

ઘાયલ કર્મચારીની તાત્કાલિક વ્હાઇટ હાઉસના મેડિકલ યુનિટ દ્વારા સારવાર કરવામાં આવી હતી. યુએસની ફર્સ્ટ લેડી જીલ બાઈડેનના પ્રેસ સેક્રેટરી, મિશેલ લા રોઝાએ જણાવ્યું હતું કે મેજર તાજેતરમાં જ વ્હાઇટ હાઉસ પહોંચ્યા છે અને તે આ નવા વાતાવરણના અનુકુળ નથી થઇ શક્યો. તેણે કહ્યું હતું કે મેજર વોક દરમિયાન તેને કોઈને કરડ્યો હતો. ઘાયલ કર્મચારીની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી અને હવે તે કામ પર પાછો ફર્યો છે.

બાઈડેને વર્ષ 2018 માં ત્રણ વર્ષના ડોગ મેજરને ગોદ લીધો હતો

નેશનલ પાર્ક સર્વિસે હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી. બાઈડેને 2018 માં ત્રણ વર્ષના ડોગ મેજરને ગોદ લીધો હતો. છેલ્લા 2 અઠવાડિયામાં તેને ઘણી તાલીમ પણ આપવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં, મેજરે અન્ય એક વ્યક્તિને લપેટમાં લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે સાંજે મેજરને સાઉથ લોનમાં વ્હાઇટ હાઉસના સ્ટાફનો એક વ્યક્તિ ફેરવવા લઈ ગયું હતું.

ખાનગી સમાચાર સંસ્થા અનુસાર, 8 મી માર્ચે મેજરને કારણે વ્હાઇટ હાઉસમાં પોસ્ટ કરાયેલ સિક્રેટ સર્વિસ કાર્યકર ઘાયલ થયા હતા અને મેડિકલ ટીમે તેની સારવાર કરી હતી. તે સમયે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, જેન પાસ્કીને સિક્રેટ સર્વિસના જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમણે કહ્યું કે નવા પર્યાવરણને અનુરૂપ બનાવવા માટે મેજરને તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અજાણ્યા વ્યક્તિને જોઇને મેજરને આશ્ચર્ય થયું હતું.

 

આ પણ વાંચો: ભાજપની ભૂલ: પાર્ટી પ્રમોશનના વિડીયોમાં જોવા મળ્યો કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમની પુત્રવધૂનો ચહેરો

આ પણ વાંચો: અદ્ભુત શક્તિ: મોટા મોટા જહાજોને પણ પોતાની તરફ ખેંચી લેતું હતું આ મંદિર, જાણો આ મંદિર વિશે