તૂર્કીમાંથી મળ્યો કિંમતી ખજાનો, જાણો એવુ શું મળ્યુ કે બદલાઇ જશે આખી અર્થ વ્યવસ્થા ?

તૂર્કીમાંથી મળ્યો કિંમતી ખજાનો, જાણો એવુ શું મળ્યુ કે બદલાઇ જશે આખી અર્થ વ્યવસ્થા ?

તૂર્કીમાં આવેલા મર્મરા નામના એક તટીય ક્ષેત્રમાંથી એટલા પ્રમાણમાં સોનુ મળી આવ્યુ છે કે, જેનાથી તૂર્કીની આર્થ વ્યવસ્થા રાતોરાત બદલાઇ જશે. મર્મરાની એક ફર્ટીલાઇઝર બનાવતી કંપની ગુબ્રેતાસની, એક સાઇટમાંથી સોનાની ખાણ મળી આવી છે. આ કંપનીના ચેરમેન ફહરેતીન પોયરાજે તૂર્કીની એક ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ કે, તેમને સાઇટ પરથી ખજાનો મળ્યો છે. લગભગ […]

Bhavyata Gadkari

| Edited By: Bipin Prajapati

Dec 25, 2020 | 12:08 PM

તૂર્કીમાં આવેલા મર્મરા નામના એક તટીય ક્ષેત્રમાંથી એટલા પ્રમાણમાં સોનુ મળી આવ્યુ છે કે, જેનાથી તૂર્કીની આર્થ વ્યવસ્થા રાતોરાત બદલાઇ જશે. મર્મરાની એક ફર્ટીલાઇઝર બનાવતી કંપની ગુબ્રેતાસની, એક સાઇટમાંથી સોનાની ખાણ મળી આવી છે. આ કંપનીના ચેરમેન ફહરેતીન પોયરાજે તૂર્કીની એક ન્યૂઝ એજન્સી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ કે, તેમને સાઇટ પરથી ખજાનો મળ્યો છે. લગભગ 99 ટન જેટલુ સોનુ જેની કિંમત 600 કરોડ ડૉલર (44,000 કરોડ રૂપિયા)જેટલી આંકવામાં આવી છે, આ વાત બહાર નીકળતા જ કંપનીના શેરમાં 28 ટકાનો ઉછાળો જોવા મળ્યો,પોયરાજે દાવો કર્યો છે કે આ નવી ખાણ દુનિયાની ટોપની પાંચ સોનાની ખાણમાંની એક છે, આગામી બે વર્ષમાં અહીંથી બધુ સોનુ કાઢી લેવામાં આવશે જેનાથી તૂર્કીની ઇકોનોમીને જબરદસ્ત બૂસ્ટ મળશે અને તૂ્ર્કીનો વિકાસ થશે, તૂર્કીના ઉર્જા અને પ્રાકૃત્તિક સંશાધન મંત્રી ફેથ ડોનમેજે જણાવ્યુ કે સપ્ટેમ્બરમાં તૂર્કીએ 38 ટન સોનાનુ ઉત્પાદન કરીને રેકોર્ડ તોડ્યો હતો, અને હવે આગામી પાંચ વર્ષમાં 100 ટન સોનાના ઉત્પાદનનું લક્ષ્યાંક છે

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati