વર્લ્ડ બેંક સામે હાથ ફેલાવવા મજબુર કંગાળ પાકિસ્તાન, 12 અબજ ડોલરના લોનની રાહ

કંગાળ થવાની સીમા પર ઉભું પાકિસ્તા હવે વર્લ્ડ બેંક સામે પોતાના હાથ ફેલાવી રહ્યું છે. બેંક પાસેથી પાકિસ્તાનને આશા છે કે 12 અબજ ડોલરની લોન મળશે.

વર્લ્ડ બેંક સામે હાથ ફેલાવવા મજબુર કંગાળ પાકિસ્તાન, 12 અબજ ડોલરના લોનની રાહ
Pakistan

કંગાળ થવાની સીમા પર ઉભું પાકિસ્તા હવે વર્લ્ડ બેંક સામે પોતાના હાથ ફેલાવી રહ્યું છે. બેંક પાસેથી પાકિસ્તાનને આશા છે કે આગામી પાંચ વર્ષમાં તેને 12 અબજ ડોલરની લોન મળશે. ટ્રિબ્યુન પાકિસ્તાનના અહેવાલ મુજબ આ વર્ષે મે મહિનામાં પાકિસ્તાનને આ સહાય મળી શકે છે. આર્થિક મુદ્દાના મંત્રી મખદૂમ ખુસરો બખ્તિયાર અને વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર નેજી બેનહસીને પાકિસ્તાન માટેની વિકાસ પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી.

હજુ સુધી વચન આપ્યું નથી
અખબારના અહેવાલમાં મુજબ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે વિશ્વ બેંકે હજી સુધી કોઈ વચન આપ્યું નથી. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના કોટા, બજેટ સહાયની જરૂરિયાત, ખાનગી ક્ષેત્રની જવાબદારીઓના આધારે 2022 થી 2026 ની વચ્ચે 12 અબજ ડોલર વર્લ્ડ બેંક આપી શકે એમ છે. IDA-19 હેઠળ પાકિસ્તાનનો ત્રણ વર્ષનો ક્વોટા 3.5 અબજ ડોલર છે.

આવતા મહિને લેવામાં આવી શકે છે નિર્ણય
અધિકારીના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બેંક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ પાસેથી પણ પાકિસ્તાનને આગામી ત્રણ વર્ષમાં 3 અબજ ડોલર મળવાની સંભાવના છે. પાકિસ્તાને વિશ્વ બેંકને અપીલ કરી છે કે તે ફક્ત કેટલાક મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે, જેનાથી જરૂરી અસર થઈ શકે. પાકિસ્તાન સાથે ચર્ચા આગામી મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે. વર્લ્ડ બેંક માને છે કે સંસાધનો અને કુશળ માનવ સંસાધનનો અભાવ એ પાકિસ્તાનના આર્થિક વિકાસનું એક મુખ્ય કારણ છે.

નબળું અર્થતંત્ર
પાકિસ્તાનની આર્થિક અર્થવ્યવસ્થા ખરાબ છે. એના નજીકના મિત્રો ચીન અને સાઉદી અરેબિયા દ્વારા તેમને આર્થિક ટેકો મળતો હોય છે. પરંતુ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીના ઉગ્ર વલણથી રોષે ભરાયેલા સાઉદીએ તેમની પાસેથી 3 બિલિયનની લોન પાછી માંગી છે. આ માટે પાકિસ્તાને ચીન સામે પોતાનો હાથ ફેલાવવો પડ્યો હતો. આવતા મહિને FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની બેઠકમાં પાકિસ્તાનના ભાવિનો નિર્ણય થશે. નિષ્ફળ જશે તો પાકિસ્તાનને આર્થિક નુકસાન થઈ શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati