PM Modi In UAE: પીએમ મોદી પહોંચ્યા UAE, રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન પર વ્યક્ત કરશે શોક

પીએમ મોદી ખાડી દેશમાં UAEના (United Arab Emirates) પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કરવા માટે પહોંચ્યા છે.

PM Modi In UAE: પીએમ મોદી પહોંચ્યા UAE, રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન પર વ્યક્ત કરશે શોક
PM Modi In UAE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 7:47 PM

PM Modi In UAE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જર્મનીની બે દિવસની મુલાકાત બાદ હવે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગયા છે. પીએમ મોદી ખાડી દેશમાં UAEના (United Arab Emirates) પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના (Sheikh Khalifa bin Zayed Al Nahyan) નિધન પર શોક વ્યક્ત કરવા માટે પહોંચ્યા છે. નાહયાનનું લાંબી બીમારી બાદ 13 મેના રોજ અવસાન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. નાહયાન 2004થી સત્તામાં હતા.

વડાપ્રધાન મોદી મંગળવારે અબુ ધાબી પહોંચ્યા હતા, જ્યાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ શેખ પણ પીએમ મોદીને ગળે લગાવતા જોવા મળ્યા હતા. અબુધાબી પહોંચ્યા બાદ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિએ એક બેઠક કરી. પીએમ મોદીએ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો, તેમને એક મહાન રાજનેતા અને દૂરંદેશી નેતા તરીકે કહ્યા, જેમના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધો સમૃદ્ધ થયા. શેખ ખલીફાના નિધન બાદ ભારતે એક દિવસના રાજ્ય શોકની પણ જાહેરાત કરી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આજે જ ભારત માટે રવાના થશે પીએમ મોદી

વડાપ્રધાન જર્મનીમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ તેઓ અહીં પહોંચ્યા છે. પીએમ મોદી જર્મનીમાં સમિટ દરમિયાન દુનિયાના ઘણા ટોચના નેતાઓને મળ્યા હતા અને વૈશ્વિક કલ્યાણ અને સમૃદ્ધિને આગળ વધારવાના ઉદ્દેશથી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પહેલા વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘પીએમ G-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીની તેમની યાત્રા પૂરી કરે છે. આ દરમિયાન તેમણે વૈશ્વિક પડકારોના સ્થાયી સમાધાન પર બે દિવસ સુધી ઉપયોગી વાતચીત કરી. વડાપ્રધાન મોદી હવે અબુધાબી જવા રવાના થશે, જ્યાં તેઓ થોડો સમય રોકાશે. જે બાદ તે ભારત પહોંચશે.

ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત

PM મોદીએ સોમવારે G-7 સમિટના સત્રમાં હરિત વિકાસ, સ્વચ્છ ઉર્જા, સ્થાયી જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી તરફ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. મોદીએ જર્મનીની બે દિવસીય મુલાકાત દરમિયાન બ્રિટન, જાપાન અને ઈટાલીના તેમના સમકક્ષોને પણ મળ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">