આ દેશમાં પતિ-પત્ની ઈચ્છીને પણ નથી લઇ શકતા છૂટાછેડા, જાણો છૂટાછેડાનો કાયદો ન હોવાનું કારણ

વિશ્વના અમુક દેશોમાં અજીબોગરીબ કાયદા હોય છે. પરંતુ શું તમે જાણો છો એક દેશમાં છૂટાછેડા લેવાનો જ કાયદો નથી. જી હા એક દેશ એવો છે જ્યાં છૂટાછેડા લઇ શકાતા નથી.

આ દેશમાં પતિ-પત્ની ઈચ્છીને પણ નથી લઇ શકતા છૂટાછેડા, જાણો છૂટાછેડાનો કાયદો ન હોવાનું કારણ
In this country, husband and wife are not allowed to get divorce
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 3:09 PM

વિશ્વના અલગ અલગ દેશોમાં છૂટાછેડાને લઈને અલગ અલગ કાયદા (Divorce Law) હોય છે. ઘણા દેશોના અમુક વિસ્તારોમાં કે સંગઠનોમાં માન્યતા અને પરંપરા પણ હોય છે. ગત કેટલા વર્ષોમાં મોટી સંખ્યાના દેશોમાં છૂટાછેડાના નિયમ (Divorce Law) બની ગયા છે. પરંતુ તમે જાણીને હેરાન થઇ જશો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં છૂટાછેડાની કોઈ જોગવાઈ નથી. અહીં છૂટાછેડા માટે બિલ બનાવવામાં તો આવ્યું હતું, પરંતુ કોઈ કાયદો બન્યો નહીં.

કયો છે આ દેશ

આ દેશનું નામ છે ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ (Philippines) આ દુનિયામાં એકમાત્ર દેશ છે, જ્યાં છૂટાછેડા લેવાની કોઈ વ્યવસ્થા નથી. ખરેખર ફિલિપાઇન્સ કેથોલિક દેશોના જૂથનો એક ભાગ છે. કેથોલિક ચર્ચને કારણે, આ દેશમાં છૂટાછેડા માટેની કોઈ જોગવાઈ નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જ્યારે પોપ ફ્રાન્સિસ (Pope Francis) વર્ષ 2015 માં ફિલિપાઇન્સ (Philippines) ગયા હતા. ત્યારે ત્યાના ધર્મગુરુઓ પાસે તેમને અપીલ કરી હતી કે જે લોકો છૂટાછેડા લેવા માંગતા હોય તેમના પ્રતિ સહાનુભૂતિ રાખવી જોઈએ. પરંતુ સમસ્યા એ છે કે ફિલિપાઇન્સમાં ‘છૂટાછેડા લીધેલા કૈથેલીક’ને અપમાનજનક માનવામાં આવે છે.

ફિલિપાઇન્સને હજુ આ વાત પર ગર્વ

ફિલિપાઇન્સના ઈસાઈ ધર્મગુરુઓએ પોપ ફ્રાન્સિસની આ વાત સામે આંખ આડા કાન કરી દીધા. ફિલિપાઇન્સને એ વાત પર ગર્વ છે કે વિશ્વમાં તે જ એકમાત્ર એવો દેશ છે જ્યાં છૂટાછેડા નથી લઇ શકાતા. જોકે ફિલિપાઇન્સમાં છૂટાછેડા કાયદેસર કરવાનું બીલ પહેલા જ મુકાઈ ચૂક્યું છે પરંતુ રાષ્ટ્રપતિના સમર્થન વગર આ કાયદો બની શકે તેમ નથી.

તમને જણાવી દઈએ કે ફિલિપાઇન્સ પર લગભગ ચાર સદી સુધી સ્પેનનું શાસન રહ્યું. આ દરમિયાન ત્યાં મોટાભાગના લોકોએ ઈસાઈ ધર્મ અપનાવી લીધો. વર્ષ 1898 માં સ્પેન-અમેરિકા વચ્ચે યુદ્ધ થયું અને ફિલિપાઇન્સ પર અમેરિકાનું શાસન આવ્યું. જે બાદ છૂટાછેડાને લઈને એક કાયદો બનાવવામાં આવ્યો. જો કે એમાં શરત એ હતી કે જો કે આમાં એક શરત હતી કે પતિ-પત્નીમાંથી કોઈ વ્યભિચાર કરતુ હોવાનું માલુમ પડે તો જ છૂટાછેડા લઈ શકાય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ફિલિપાઇન્સ પર જાપાનનો કબજો હતો, તે સમયે પણ છૂટાછેડા માટે નવો છૂટાછેડા કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે 1944 માં અમેરિકાએ ફરીથી ફિલિપાઇન્સ પર શાસન કર્યું, ત્યારે જૂનો છૂટાછેડા કાયદો ફરીથી અમલમાં આવ્યો.

જ્યારે 1950 માં ફિલિપાઇન્સ યુએસના કબજાથી સ્વતંત્ર બન્યું, ત્યારે ચર્ચના પ્રભાવ હેઠળ છૂટાછેડા કાયદાને પાછો ખેંચી લેવામાં આવ્યો. ત્યારબાદ છૂટાછેડા પરનો પ્રતિબંધ હજી સુધી ચાલુ છે.

આ પણ વાંચો: Gujarat High Court: સમાજ જાહેર સેવકોના ભ્રષ્ટ આચરણનો ભોગ બની ગયો છે, ભ્રષ્ટાચાર સભ્ય સમાજનો સૌથી મોટો દુશ્મન છે

આ પણ વાંચો: OMG: સ્પર્મ વ્હેલની ‘ઉલટી’ની કિંમત 26 કરોડ? તસ્કરી કરતા 5 ઝડપાયા, જાણો વિગત

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">