ભારતમાં કોરોનાએ દીધો દેખાડો, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લીધો આ નિર્ણય

ભારતમાં કોરોનાએ દીધો દેખાડો, પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લીધો આ નિર્ણય

કોરોના વાઈરસના કહેરના લીધે સરકારે પગલા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. વિશ્વમાં ચીન દવાઓ સપ્લાય કરે છે પણ હાલ ચીન પોતે જ કોરોના વાઈરસની સાથે લડાઈ રહ્યું હોવાથી યૂરોપીય દેશો ભારત પાસેથી જથ્થાબંધ દવાઓ મગાવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ પોઝિટીવ થતાની સાથે સરકાર હરકતમાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

TV9 WebDesk8

|

Mar 03, 2020 | 5:31 PM

કોરોના વાઈરસના કહેરના લીધે સરકારે પગલા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. વિશ્વમાં ચીન દવાઓ સપ્લાય કરે છે પણ હાલ ચીન પોતે જ કોરોના વાઈરસની સાથે લડાઈ રહ્યું હોવાથી યૂરોપીય દેશો ભારત પાસેથી જથ્થાબંધ દવાઓ મગાવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના કેસ પોઝિટીવ થતાની સાથે સરકાર હરકતમાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   રાજ્યસભા ચૂંટણીને લઈને હાઈ કમાન્ડ દ્વારા આ કોંગ્રેસના નેતાઓેને તેડું, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિશ્વભરમાં દવાઓની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. જો કે ભારતમાં દવાઓનું વેચાણ સરકાર આધિન હોવાથી તેની કિંમત વધી રહી નથી. વિશ્વભરમાં દવાઓની કિંમતમાં 30-40 ટકા સુધીનો વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારે શું લીધો મહત્વનો નિર્ણય? સરકારના મહત્વના નિર્ણયની વાત કરીએ તો સરકારે દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે જો ભારતમાં પરિસ્થિતિ બગડે તો દવાઓ સરળતાથી મળી શકે. 26 પ્રકારની દવાઓની નિકાસ હવે ભારતના ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો કરી શકશે નહીં. જો કોઈ એવી ખાસ દવા હશે અને તેની નિકાસ જરૂરી હોય તો સરકાર પાસેથી પહેલાં મંજૂરી લેવાની રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati