America : ગર્ભપાત અધિકારોને લઈને વિરોધ યથાવત, સમર્થકોએ રેલી યોજી કર્યો સુત્રોચ્ચાર

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં સુપ્રીમ કોર્ટ(Supreme Court) તરફ કૂચ કરતા પહેલા હજારો સમર્થકો એકઠા થયા હતા.

America : ગર્ભપાત અધિકારોને લઈને વિરોધ યથાવત, સમર્થકોએ રેલી યોજી કર્યો સુત્રોચ્ચાર
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 7:33 AM

America Protest : યુ.એસ.માં સેંકડો માર્ચ અને રેલીઓ યોજીને વિરોધ કરી રહેલા ગર્ભપાતના અધિકારના (Abortion rights) હિમાયતીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે સુપ્રીમ કોર્ટ ગર્ભપાતના બંધારણીય અધિકારને રદ કરી શકે છે, જે લગભગ અડધી સદીથી અમેરિકામાં અમલમાં છે. તેમને ડર છે કે તેનાથી મહિલાઓના પ્રજનન અધિકારો પર અસર પડી શકે છે. તમને જણાવી દઈએ કે, ડ્રાફ્ટ લીક થયા બાદ લોકો ખુબ ગુસ્સે છે, જે દર્શાવે છે કે કોર્ટની રૂઢિચુસ્ત બહુમતી બેંચ ઐતિહાસિક રો વિ વેડના (Roe vs Wade) ચુકાદાને ઉથલાવી શકે છે. રિપબ્લિકન આગેવાની હેઠળનું રાજ્ય સખત પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું હોવાથી કાર્યકરોએ એક થવા પર ભાર મૂક્યો હતો.

ગર્ભાવસ્થા એ કોઈ રોગ નથી

રાજધાની વોશિંગ્ટનમાં સુપ્રીમ કોર્ટ(Supreme Court) તરફ કૂચ કરતા પહેલા હજારો સમર્થકો ભાષણ સાંભળવા માટે એકઠા થયા હતા. 64 વર્ષીય ફેડરલ ગવર્નમેન્ટ કર્મચારી સામંથા રિવર્સે કહ્યું, ‘હું માની નથી શકતી કે આ ઉંમરે પણ મારે આ મુદ્દે વિરોધ કરવો પડશે. સાથે જ તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવાથી ગર્ભપાત બંધ થશે. આ ફક્ત મહિલાને અસુરક્ષિત બનાવશે અનેતેના કારણે  મહિલાઓનું જીવન જોખમમાં પણ આવી શકે છે. ગર્ભપાત વિરોધી દેખાવકારોએ કહ્યું કે, ‘ગર્ભપાત એ આરોગ્ય સંભાળની બાબત નથી કારણ કે ગર્ભાવસ્થા એ કોઈ રોગ નથી’.

ગયા અઠવાડિયે પણ દેશના અનેક શહેરોમાં દેખાવો થયા હતા

ગયા અઠવાડિયે પણ અમેરિકાના(America)  ઘણા શહેરોમાં ગર્ભપાતના અધિકારની માગણી કરતા દેખાવકારોએ રેલીઓ કાઢી હતી. વિરોધીઓએ ગર્ભપાતના સમર્થનમાં લડત ચાલુ રાખવાનું વચન આપ્યું હતું કે જેથી દેશભરની મહિલાઓ માટે ગર્ભપાત કાનૂની વિકલ્પ રહે. શિકાગો, એટલાન્ટા, હ્યુસ્ટન અને અન્ય શહેરોમાં ગર્ભપાતના અધિકારના સમર્થનમાં સેંકડો લોકો એકઠા થયા હતા. આ પ્રદર્શન એવા સમયે આવ્યું જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લોકો સમક્ષ ખુલ્લો પડ્યો હતો, જે સૂચવે છે કે કોર્ટ 1973ના રો વિ વેડ કેસને રદ કરવા માટે તૈયાર છે, જેણે દેશભરમાં ગર્ભપાતને કાયદેસર બનાવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

‘સ્ત્રીઓ શું કરી શકે અને શું ન કરી શકે તે વિચારવાની વાત છે’

કોર્ટ્સ મેટર ઇલિનોઇસના પ્રમુખ કેરોલ લેવિને શિકાગોમાં એક રેલી દરમિયાન જણાવ્યું હતું કે, “આ વિચારવા જેવી બાબત છે કે લોકો હજુ પણ મહિલાઓ શું કરી શકે છે અને શું ન કરી શકે તેના પર નિયંત્રણ રાખવા માંગે છે.” ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરે રેલીમાં ભાગ લીધો હતો અને આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.”

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">