ભારતની સરહદ નજીક ચીન સૈન્યે કરેલા બાંધકામથી પેન્ટાગોન ચિંતીત, કહ્યુ પીપલ્સ લિબરેશન આર્મીને જડબાતોડ જવાબ આપવા ભારત સક્ષમ

ચીને ગયા મહિને સરહદી વિસ્તારમાં લાંબા અંતરના બોમ્બર્સને તૈનાત કર્યા હતા, પરંતુ ભારતીય સેના તેનો સામનો કરવામાં સફળ રહી છે.

ભારતની સરહદ નજીક ચીન સૈન્યે કરેલા બાંધકામથી પેન્ટાગોન ચિંતીત, કહ્યુ પીપલ્સ લિબરેશન આર્મીને જડબાતોડ જવાબ આપવા ભારત સક્ષમ
India-China border
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Dec 16, 2021 | 6:56 PM

યુએસ ડિફેન્સ હેડક્વાર્ટર પેન્ટાગોને(Pentagon) ભારતની સરહદ નજીક હિમાલયના (Himalay) ક્ષેત્રમાં ચીનના (China) સૈન્ય નિર્માણ પર ચિંતા વ્યક્ત કરી છે. જો કે, નિષ્ણાતો અને અધિકારીઓને વિશ્વાસ છે કે ભારત ચીનની પીપલ્સ લિબરેશન આર્મીને (Peoples Liberation Army) જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ ફોરેન પોલિસીના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સરહદ પર સૈન્ય નિર્માણ એ એક પ્રકારે ચીનના પ્રાદેશિક આક્રમણને અનુરૂપ છે અને તે ઈન્ડો-પેસિફિક ( Indo-Pacific ) ક્ષેત્રમાં અન્યત્ર પણ જોવા મળે છે. ફિલિપાઈન્સ (Philippines) સાથે સંકળાયેલી ઘટના નવેમ્બરમાં ઉદાહરણ તરીકે લઈ શકાય છે, જ્યારે ચીને તેમની સપ્લાય બોટ અટકાવી હતી.

ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો ચીને ગયા મહિને સરહદી વિસ્તારમાં લાંબા અંતરના બોમ્બર્સને તૈનાત કર્યા હતા, પરંતુ ભારતીય સેના તેનો સામનો કરવામાં સફળ રહી છે. વિદેશ નીતિને લગતા નિષ્ણાતોના હવાલાથી જણાવ્યું હતું કે ભારતે અન્ય વિસ્તારોની તુલનામાં ચીનની ઘૂસણખોરીનો યોગ્ય જવાબ આપ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની ઘૂસણખોરીનો એટલો જોરદાર વિરોધ થયો ન હતો. હેરિટેજ ફાઉન્ડેશનના એશિયન સ્ટડી સેન્ટરના સંશોધકના જણાવ્યા અનુસાર, ‘તે સ્પષ્ટ છે કે ચીન આ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે. ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત ડરવા જેવું નથી અને ધમકીઓને પણ સહન નહીં કરે.

અમેરિકાએ નવું સોફ્ટવેર બનાવ્યું આતંરરાષ્ટ્રી સમચાર સંસ્થાના જણાવ્યા અનુસાર, યુએસ સૈન્ય કમાન્ડરોએ એક નવું સોફ્ટવેર ટૂલ વિકસાવ્યું છે. જેના દ્વારા એ જાણી શકાય કે, આ પ્રદેશમાં યુએસ સૈન્ય તહેનાતી, સમર્થિત દળોની હિલચાલ અને તાઇવાન જેવા દેશોમાં સંસદીય પક્ષની મુલાકાતો પર ચીન કેવી પ્રતિક્રિયા આપશે. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ ટૂર પર પહોંચેલા ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર કેથલીન હિક્સને મંગળવારે આ સોફ્ટવેર ટૂલ્સ વિશે જાણકારી આપવામાં આવી હતી. હિક્સે એક ખાસ વાતચીતમાં કહ્યું હતું કે મુકાબલાના ડર વચ્ચે વ્યક્તિએ પડકારોને સમજવું પડશે અને તેનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ સાધન વ્યૂહાત્મક મુકાબલોનું મૂલ્યાંકન કરે છે. તે 2020 ની શરૂઆતથી ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરે છે અને નક્કી કરે છે કે કઈ પ્રવૃત્તિઓએ ચીન-યુએસ સંબંધોને અસર કરી.

આ પણ વાંચોઃ

આણંદ : પ્રાકૃતિક ખેત ઉત્પાદક ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે માર્કેટિંગ ચેઈન ઉભી કરાઇ રહી છે : અમિત શાહ

આ પણ વાંચોઃ

આણંદ : કૃષિને કેમિકલની પ્રયોગ શાળામાંથી બહાર કાઢી પ્રકૃત્તિની પ્રયોગ શાળા સાથે જોડવાનું દેશના ખેડૂતોને PMનું આહવાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati