ચીને પાકિસ્તાનને આપ્યો દાઝ્યા પર ડામ, કહ્યુ-સસ્તો ફોન ખરીદવાના પણ નથી પૈસા

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Jan 25, 2023 | 10:29 AM

પાકિસ્તાનમાં (Pakistan) જો આવી જ સ્થિતિ રહી તો આવનારા સમયમાં એવું પણ બની શકે છે કે, પાકિસ્તાનમાં સ્માર્ટફોન માત્ર બાળકો માટે રમવા માટેનું રમકડું બનીને રહી જશે.

ચીને પાકિસ્તાનને આપ્યો દાઝ્યા પર ડામ, કહ્યુ-સસ્તો ફોન ખરીદવાના પણ નથી પૈસા
Cheap Smart Phones (Symbolic Image)

Pakistan Mobile Import: પાકિસ્તાનમાં આજકાલ કેવી સ્થિતિ છે તે કોઈથી છુપાયેલ નથી, પરંતુ શું તમે જાણો છો કે ત્યાંના લોકો પાસે સસ્તા ફોન ખરીદવાના પણ પૈસા નથી ? આ બાબતનો પાકિસ્તાનના મિત્ર દેશ એવા ચીને ખુલાસો કર્યો છે, જાણો આખો મામલો. તમને જણાવી દઈએ કે આ જાણકારી ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટમાંથી સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં મોબાઈલ ફોનની આયાત એક વર્ષમાં 66 ટકા ઘટી ગઈ છે. આનો અર્થ એ થયો કે ત્યાંના લોકો પાસે સસ્તા ફોન ખરીદવાના પણ પૈસા નથી. જેના કારણે એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાનના લોકો મોબાઈલના જૂના હેન્ડસેટનો ઉપયોગ કરવા મજબૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સ્માર્ટફોનનું નિર્માણ થતું નથી. બલ્કે સ્માર્ટફોન મોબાઈલ માટે ચીન અને અન્ય દેશો પર નિર્ભર છે. મોબાઈલ ફોનની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એટલું જ નહીં પરંતુ હવે પાકિસ્તાનમાં મોબાઈલ ટાવર પણ ઠપ્પ થઈ ગયા છે.

મોબાઈલ ટાવર ઠપ્પ થઈ જવાના કારણે જેમની પાસે જૂના ફોન છે તેઓ પણ ઈન્ટરનેટ, મેસેજિંગ અને કોલિંગ યોગ્ય રીતે કરી શકતા નથી. જો સાદી ભાષામાં સમજીએ તો પાકિસ્તાનમાં જો આવી જ સ્થિતિ રહી તો આવનારા સમયમાં એવું પણ બની શકે છે કે, પાકિસ્તાનમાં સ્માર્ટફોન માત્ર બાળકો માટે રમવા માટેનું રમકડું બનીને રહી જશે. મોબાઈલ ટાવર ના ચાલવા પાછળના કારણમાં એવુ કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનના ઘણા વિસ્તાર એવા છે જ્યાં 48 કલાક સુધી વીજળી ગુલ થઈ છે.

સ્માર્ટફોનની આયાતમાં 66 %નો ઘટાડો

PBS એટલે કે પાકિસ્તાન બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે, જુલાઈ 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં, પાકિસ્તાનમાં $362.86 મિલિયનના સ્માર્ટફોનની આયાત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2021ના સમાન સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં $1090 મિલિયનના મોબાઈલ ફોનની આયાત કરવામાં આવી હતી. આ આંકડો પાકિસ્તાનની ડામાડોળ આર્થિક પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનમાં સ્માર્ટફોનની આયાતમાં 66.73 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati