પાકિસ્તાન બની રહ્યુ છે કંગાળ, ઈમરાનખાનના રાજમાં 1 ડૉલરની કિંમત 177 રૂપિયા પર પહોંચી

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની (Imran Khan) વર્તમાન સરકારના રાજમાં છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે.

પાકિસ્તાન બની રહ્યુ છે કંગાળ, ઈમરાનખાનના રાજમાં 1 ડૉલરની કિંમત 177 રૂપિયા પર પહોંચી
Pakistani rupee, US dollar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 7:48 PM

પાકિસ્તાની રૂપિયાની (Pakistani rupee) હાલત ખરાબ છે. વર્ષ 2021માં પાકિસ્તાની રૂપિયો વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ચલણમાં (currency) સામેલ થયો છે. પાકિસ્તાની રૂપિયામાં 2021ની શરૂઆતથી 12 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને મેના મધ્યમાં 152.50ની નીચી સપાટીએથી 17 ટકા વધુનો ઘટાડો થયો છે. અમેરિકાના એક ડોલરની (dollar) સામે પાકિસ્તાનના 177 રૂપિયે કિંમત પહોચી ગઈ છે. જે પાકિસ્તાનની અતિ ખરાબ અર્થવ્યવસ્થા સાબિત કરે છે. 

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 2021ના અંત સુધીમાં પાકિસ્તાન સરકારને અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે ફરી એકવાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ( International Monetary Fund – IMF) તરફ વળવું પડશે. પાકિસ્તાનના અગ્રણી અખબારના અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને રૂપિયાને સ્થિર કરવા માટે ઘણા આર્થિક પગલાં લીધા છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) યુએસ ચલણના પ્રવાહને મર્યાદિત કરવા અને તેની માંગ ઘટાડવા માટે સંગ્રહખોરો અને દાણચોરો પર સતત કાર્યવાહી કરી રહી છે.

ઈમરાન સરકારના કાર્યકાળમાં અત્યાર સુધી 30.5 ટકાનો ઘટાડો થયો છે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની (Imran Khan) વર્તમાન સરકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઓગસ્ટ 2018માં ડૉલર સામે 123 રૂપિયાથી ઘટીને ડિસેમ્બર 2021માં 177 રૂપિયા થઈ ગયું છે. છેલ્લા 40 મહિનામાં પાકિસ્તાનના રૂપિયાના આંતરરાષ્ટ્રીય મુલ્યમાં 30.5 % નો ઘટાડો છે. આ પાકિસ્તાન દેશના ઇતિહાસમાં ચલણના અવમૂલ્યનમાં સૌથી વધુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પહેલા, લગભગ 50 વર્ષ પહેલા જ્યારે પશ્ચિમ પાકિસ્તાન સ્વતંત્ર બાંગ્લાદેશ બન્યું ત્યારે પાકિસ્તાનના ચલણનું આજે ટકાવારીની દ્રષ્ટિએ જેટલુ અવમૂલ્યન થયુ છે એટલુ અવમૂલ્યન ત્યારે થયું હતું. તે સમયે, પાકિસ્તાની રૂપિયો અમેરિકી ડોલર સામે રૂ. 4.6 થી રૂ. 11.1 પર એટલે કે 58 ટકા ઘટ્યો હતો.

પાકિસ્તાનના ચલણની કથળતી સ્થિતિ અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર ડૉ. અશફાક હસન ખાને કહ્યું છે કે, દેશનું નાણાકીય વર્ષ ભૌતિક નીતિ અને વિનિમય દર નીતિઓને આધિન બની ગયું હોવાથી આર્થિક નીતિ નિર્માણ સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. તેમણે વધુમાં કહ્યું છે કે જાહેર દેવા સહિતના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

આ પણ વાંચોઃ

કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

આ પણ વાંચોઃ

19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">