પાકિસ્તાનીઓએ પણ ગાયું વંદેમાતરમ, દગાબાજ ચીન સામેનાં વિરોધ પ્રદર્શનમાં ભારતીયો સાથે મેળવ્યા હાથ, દેશભરમાં ચીન સામે વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનીઓએ પણ ગાયું વંદેમાતરમ, દગાબાજ ચીન સામેનાં વિરોધ પ્રદર્શનમાં ભારતીયો સાથે મેળવ્યા હાથ, દેશભરમાં ચીન સામે વિરોધ પ્રદર્શન
http://tv9gujarati.in/pakistani-o-gaay…athe-medvya-hath/ ‎

ભારતનું રાષ્ટ્રગીત અને તે પણ પાકિસ્તાનીઓએ ગાયું તેવું થવું અસંભવ છે, જો કે લંડનમાં આવું જોવા મળ્યું. ચીની દૂતાવાસ બહાર એક વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક પાકિસ્તાનીઓએ ભારતીયો સાથે મળીને ડગથી ડગ મેળવીને વંદેમાતરમ ગાતા જોવા મળ્યા. પ્રદર્શનનું આયોજન ચીનની વિસ્તારવાદી નીતિઓની વિરૂદ્ધમાં ભારતીય પ્રવાસી સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પાકિસ્તાની માનવઅધિકાર કાર્યકર્તા આરિફ આજકિયા પણ સામેલ થયા હતા કે જે પોતાના દેશ સામે પણ કડવી વાત ઉચ્ચારતા અચકાતા નથી. તેમણે ભારતીયો સાથે મળીને બોયકોટ ચીન અને ચીન મુર્દાબાદનાં નારા પણ લગાડ્યા.

આજકિયાએ જણાવ્યું કે આજે જીવનમાં પહેલી વાર મે વંદેમાતરમ ગાયું, તેમની સાથે અમજદ અયૂબ મિર્જા પણ હતા જે પાકિસ્તાનનાં કબજા વાળા કાશ્મીરમાં મિરપુરથી આવે છે અને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા POKનાં લોકો પર થઈ રહેલા અત્યાચારથી મોઢુ ફેરવી લેવાઈ રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક લોકો કરાચી, ઈરાનનાં પણ આમા સામેલ થયા હતા. આ તમામ લોકો ચીન દ્વારા તેમના મામલામાં કરી રહેલી દખલબાજીથી પરેશાન છે. મિર્જાનાં જણાવ્યા અનુસાર તે આ વિરોધમાં ભાગ લેવા માટે ગ્લાસગોથી આવ્યા છે અને તે POKમાં રહે છે, પાકિસ્તાનાં કબજામાં રહેવા વાળો એક ભારતીય છું. ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારાનાં માધ્યમથી ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં કહેર વર્તાવી રહ્યા છે અને પાકિસ્તાન સરકાર તેમાં મદદરૂપ થઈ રહી છે.

ભારતીયોએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં વિરૂદ્ધમાં પોસ્ટર અને તખ્તિ રાખી હતી જેમાં જિનપિંગથી તેમના અતિ મહત્વકાંક્ષી શક્તિની રમતને નિયંત્રિત કરવાની વાત પણ લખી હતી. પ્રવાસી ભારતીયોએ આવા જ પ્રદર્શન અમેરિકા, કેનેડા અને દુનિયાનાં બીજા હિસ્સાઓમાં પણ કર્યા હતા. ચીનથી વધી રહેલી નારાજગી લંડનની સડકો પર પણ જોવા મળી, શનિવારે મધ્ય લંડનનાં ચીની દૂતાવાસની ઈમારત પર ફ્રી તિબ્બત, ફ્રી હોંગકોંગ, ફ્રી ઉઈગરમી તસવીરો મુકાયેલી જોવા મળી હતી.

ચીન દ્વારા ઝિંજિયાંગમાં ઉઈગર મુસ્લિમ લધુમતિ સામે માનવઅધિકારનાં હનન માટે અમેરિકાએ ચીનની સરકાર અને તેના અધિકારીઓ પર અનેક પ્રકારનાં પ્રતિબંધ લગાડ્યા છે. દુમિયાએ હોંગકોંગનો લોકોનાં વિરૂદ્ધમાં ચીનનાં અત્યાચારી પગલાની  નિંદા કરી છે તો ભારતીયોએ ગલવાન ઘાટીમાં બનેલી ઘટના બાદ ચીની વસ્તુઓનાં બોયકોટ કરવાની શરૂઆત કરી છે. જાપાનથી લઈને ઓસ્ટ્રેલિયા સુધીનાં દેશોએ ડ્રેગન વિરૂદ્ધ પોતાનો અવાજ ઉઠાવવાની શરૂઆત કરી છે જેને લઈને એટલું નક્કી છે હવે ધીરે ધીરે ચીનનાં તાનાશાહી શાસનના વિરૂદ્ધ સકંજો કસાઈ રહ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati