લો પાકિસ્તાનની તો કાતરમાં પણ ધાર નથી ! મંત્રીએ દાંતથી રિબીન કાપીને કરવું પડ્યુ ઉદ્ઘાટન

આ વીડિયો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા ફયાઝ અલ હસન ચૌહાણનો (Punjab Province Minister Fayyaz ul Hassan Chouhan) છે.

લો પાકિસ્તાનની તો કાતરમાં પણ ધાર નથી ! મંત્રીએ દાંતથી રિબીન કાપીને કરવું પડ્યુ ઉદ્ઘાટન
Pakistani Minister uses his teeth to cut a ribbon

પાકિસ્તાનથી દર થોડા દિવસે એવા સમાચાર સામે આવતા હોય છે જેને જોઇને અને વાંચીને હસવુ આવી જાય. હાલમાં પણ પાકિસ્તાનના એક મંત્રીનો અજીબો ગરીબ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જેલ મંત્રી અને સરકારના પ્રવક્તા ફયાઝ અલ હસન ચૌહાણનો (Punjab Province Minister Fayyaz ul Hassan Chouhan) છે. સાહેબ એક શો રૂમનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા પરંતુ તેમની સાથે એવુ કઇંક થઇ ગયુ કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

આ વીડિયોને મંત્રીએ જ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેયર કર્યો છે તેમણે કેપ્શનમાં લખ્યુ કે, ‘પોતાના નિર્વાચન ક્ષેત્રમાં નવી દુકાન ખોલવાનો અનોખો અંદાજ.’ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ફક્ત પાકિસ્તાન જ નહીં પરંતુ વિશ્વભરમાં આ વીડિયો પ્રખ્યાત થઇ ગયો છે. તો હવે તમે સૌથી પહેલા આ વીડિયો જુઓ.

 

તો સમગ્ર ઘટના કઇંક આ પ્રકારની છે. પંજાબ પ્રાંતના જેલ મંત્રી ફયાઝ અલ હસન ચૌહાણ કોઇક શો રૂમનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા. ત્યાં જઇને તેમને રિબીન કાપીને દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હતુ. તેઓ જ્યારે કાતરથી રિબીન કાપવા ગયા તો તેમની કાતર બુઠ્ઠી નીકળી અને તેઓ રિબીન ન કાપી શક્યા. તેમના ઘણા પ્રયત્નો બાદ પણ રિબીન ન કપાઇ તો અંતમાં તેમણે પોતાના દાતથી જ રિબીન કાપી દીધી. તેમને દાતથી રિબીન કાપતા જેટલા પણ લોકોએ જોયા તેઓ બંધા ચોંકી ગયા.

આ વીડિયોને જાતે જ શેર કરતા મંત્રીએ લખ્યુ કે, ‘પોતાના વિધાનસભા ક્ષેત્રમાં દુકાન ખોલવાનો અનોખો અંદાજ…!!! કાતર ખરાબ હતી…!!! દુકાનદારને શરમથી બચાવવા માટે મે આમ કર્યુ.’ દાતથી રિબીન કાપતા મંત્રીના આ વીડિયોને હમણા સુધીમાં 20 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. કેટલાક લોકો આ વીડિયો જોઇને તેમનું મજાક ઉડાવી રહ્યા છે, તો કેટલાક લોકોએ તેમના વખાણ કર્યા. કોઇ બીજુ વીડિયો શેર કરીને ટ્રોલ કરે તે પહેલા મંત્રી સાહેબે જાતે જ આ વીડિયો શેર કરી દીધો.

આ પણ વાંચો –

Video: જ્યારે બિગ બોસમાં સલમાને ઉડાવી હતી સિદ્ધાર્થના મૃત્યુની મજાક, વિડીયો વાયરલ થયા ફેન્સમાં ગુસ્સો

આ પણ વાંચો –

Crime: એન્જિનિયરની અંધશ્રદ્ધા ! તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા થયાની શંકા કરી વૃદ્ધ પર કર્યો ખૂની હુમલો

Click on your DTH Provider to Add TV9 Gujarati