દશેરાના દિવસે જ ઘોડો ના દોડયો, ચીન પાસેથી લીધેલું અટેક ડ્રોન ઓપરેશન મિશન પર જતા જ થયું ખરાબ

ચીનના (China) જણાવ્યા અનુસાર આ તેનું શ્રેષ્ઠ એટેક ડ્રોન છે, જે 400 કિલો વજન ઊંચકી શકે છે. તેની મહત્તમ ઝડપ 370 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સિવાય તે 20થી 30 કલાક સુધી સતત ઉડી શકે છે.

દશેરાના દિવસે જ ઘોડો ના દોડયો, ચીન પાસેથી લીધેલું અટેક ડ્રોન ઓપરેશન મિશન પર જતા જ થયું ખરાબ
File photo

ચીન (China) વિશે એવું કહેવામાં આવે છે કે તેના વચનો અને સામાન ક્યારે પણ લાંબો સમય સુધી ટકતા નથી. ચીનનો આ અનુભવ તેના નજીકના મિત્ર પાકિસ્તાને થયો હતો.

 

ખરેખર વાત એ છે કે ચીન પાકિસ્તાનને (Pakistan) સતત સૈન્ય તાકાત પૂરું પાડી રહ્યું છે, પરંતુ ખાસ વાત એ છે કે પાકિસ્તાનને આપવામાં આવેલો સામાન ખૂબ જૂનો છે અથવા તો ભંગાર છે. તાજેતરમાં જ ચીને પાકિસ્તાનને એટેક ડ્રોન આપ્યા હતા, જેનું કામ મોટી મિસાઈલો લઈને પીન પોઈન્ટ પર હુમલો કરવાનું હતું.

 

આ વર્ષે જાન્યુઆરીમાં ચીને પાકિસ્તાનને વિંગ લૂંગ -2 યુસીએવી એટલે કે માનવરહિત કોમ્બેટ એરિયલ વ્હીકલ આપ્યું હતું, પરંતુ 6 મહિનાની અંદર જ તે ખરાબ થઈ ગયું. માહિતી અનુસાર જ્યારે પાકિસ્તાને ચીનના આપેલા ડ્રોન ઓપરેશન મિશન પર મોકલ્યા, ત્યારે તેઓ અધવચ્ચે જ ખરાબ થઈ ગયા હતા અને હજુ પણ ખરાબ જ પડયા છે. ખરેખર, ચીને જાન્યુઆરી 2021માં પાકિસ્તાનને લગભગ 4 એટેક વિંગ લૂંગ -2 યુસીએવી ( Wing Loong UCAV drones) આપ્યા હતા.

 

જે પાકિસ્તાને બલુચિસ્તાન અને ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત કર્યા હતા. પાકિસ્તાનનો ઉદ્દેશ અમેરિકાની જેમ બલુચિસ્તાનમાં લક્ષ્ય મિશનને પાર પાડવાનો હતો અને સરહદ પર ભારતની આગળની ચોકીને નિશાન બનાવતા આતંકવાદીઓ માટે સલામત વિસ્તાર બનાવવાનો હતો.

 

પાકિસ્તાને બલુચિસ્તાન સાથે ડ્રોનને એરફોર્સ બેઝ મિયાંવલી, રફીકી અને મિન્હાસમાં તૈનાત કરવાની યોજના બનાવી હતી. આ તમામ યુસીએવીના એન્જિન નિષ્ફળ અને જીપીએસ નિષ્ફળતા અંગે ફરિયાદો છે. આ જ કારણ છે કે તેઓ હજુ સુધી કાર્યરત નથી. પાકિસ્તાને આ તમામ ડ્રોનને જુલાઈ 2021માં રિપેર માટે ચીન પરત મોકલ્યા છે, પરંતુ ચીન હજુ સુધી તેમનું સમારકામ કરીને તેમને પરત મોકલી શક્યું નથી.

 

ચીન ડ્રોન 400 કિલો વજન લઇ જવામાં સક્ષમ છે

ચીનના જણાવ્યા અનુસાર આ તેનું શ્રેષ્ઠ એટેક ડ્રોન છે, જે 400 કિલો વજન લઈ શકે છે. તેની મહત્તમ ઝડપ 370 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સિવાય તે 20થી 30 કલાક સુધી સતત ઉડી શકે છે, તે પણ 32,500 ફૂટની ઊંચાઈ પર જઈ શકે છે. આ ડ્રોનમાં એર ટુ ગ્રાઉન્ડ રડાર, લેટેસ્ટ જીપીએસ કમ્યુનિકેશન સિસ્ટમ, ડે-લાઈટ અને ઈન્ફ્રારેડ કેમેરા સેન્સર છે. એવું કહેવામાં આવ્યું છે કે ડ્રોનને સેટેલાઈટ લિંક સાથે પણ જોડી શકાય છે.

 

આ પણ વાંચો : Punjab Congress Crisis : શું પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે ? કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને આપ્યું રાજીનામું

 

આ પણ વાંચો :Ganesh Utsav 2021: આતંકી હુમલાની આશંકા વચ્ચે બાપ્પાની વિદાય, ગણેશ વિસર્જનના દિવસે મુંબઈના દરેક ખુણે તૈનાત રહેશે મુંબઈ પોલીસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati