PAKISTAN : ભારત સાથે વેપારનો નિર્ણય લીધા બાદ PM IMRANએ લીધો યુટર્ન, કેબીનેટમાં નિર્ણય પરત લીધો

PAKISTAN : પાકિસ્તાનના કાપડ ઉદ્યોગ મંત્રાલયે ભારતમાંથી Textile ઉદ્યોગના કાચામાલની આયાત પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી, જેને આર્થિક સંકલન સમિતિએ માન્ય રાખી હતી.

PAKISTAN : ભારત સાથે વેપારનો નિર્ણય લીધા બાદ PM IMRANએ લીધો યુટર્ન, કેબીનેટમાં નિર્ણય પરત લીધો
ફાઈલ ફોટો : ઇમરાન ખાન
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 7:48 PM

PAKISTAN : ભારત તરફથી ખાંડ અને કપાસની આયાતને મંજૂરી આપનારા પાકિસ્તાને હવે તેના નિર્ણય અંગે યુટર્ન લીધો છે. આ નિર્ણય અંગે ઇમરાન (PM IMRAN) ખાન સરકારની ઘણી ટીકા થઈ રહી હતી. આવી સ્થિતિમાં આંતરિક રાજકારણના હેતુથી ઇમરાન ખાને પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો.

ઇમરાન કેબિનેટે પરત લીધો નિર્ણય ગુરુવારે પીએમ ઇમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે આ નિર્ણયને પરત લેવાની મંજૂરી આપી હતી. અગાઉ, PAKISTANની આર્થિક સંકલન સમિતિએ ભારતમાંથી ખાંડ અને કપાસની આયાતને મંજૂરી આપી હતી. પાકિસ્તાનમાં આ ઉત્પાદનોની ભારે અછતના કારણે મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં મોંઘવારીને પહોંચી વળવા ભારતમાંથી આયાત ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ અંગે પણ રાજકારણ શરૂ થયું હતું અને દબાણ હેઠળ ઇમરાન ખાન સરકારે આ નિર્ણયને આખરે પરત લીધો છે.

બે વર્ષથી બંધ છે બંને દેશો વચ્ચે વ્યાપાર આ નિર્ણયને પરત લેવા અંગે પાકિસ્તાન દ્વારા સત્તાવાર રીતે કંઇ જાહેર કરવામાં આવ્યું નથી. જો આર્થિક સંકલન સમિતિનો નિર્ણય અમલમાં આવ્યો હોત, તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર બે વર્ષ પછી શરૂ થયો હોત. ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ભારતમાંથી વ્યવસાય બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે પાકિસ્તાનના નવા નાણાં પ્રધાન હમ્મદ અઝહરે ભારત સાથે વેપાર શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત વિશે વાત કરી હતી. એટલું જ નહીં, ભારતથી વ્યાપાર શરૂ કરવાના પ્રશ્ને પણ તેમણે પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

મોંઘવારીને પહોંચી વળવા લેવાયો હતો નિર્ણય PAKISTANના નાણાં પ્રધાન હમ્મદ અઝહરે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં ખાંડના વધતા ભાવ અને કપાસની અછતને પહોંચી વળવા ભારત તરફથી આયાતને મંજૂરી આપવામાં આવશે. આ પછી, આર્થિક સંકલન સમિતિએ ખાનગી ક્ષેત્રમાંથી 5 લાખ ટન સુગર આયાત કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત જૂનના અંત સુધીમાં કપાસની આયાત કરવાનું પણ નક્કી કરાયું હતું જેથી માઇક્રો અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી થઈ શકે.

પાકિસ્તાનમાં ઘટ્યું કોટન કાપડનું ઉત્પાદન ભારતમાંથી કપાસની આયાત બંધ થતા PAKISTANમાં કોટન કાપડનું ઉત્પાદન ઘટ્યું છે. કપાસ અને યાર્નની તંગીના કારણે પાકિસ્તાનના કાપડ ઉદ્યોગકારોને અમેરિકા, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાનથી કપાસની આયાત કરવાની ફરજ પડી હતી. પાકિસ્તાનના Textile ઉદ્યોગમાં આ વર્ષે કપાસની 12 કરોડ ગાંસડીની જરૂર છે.પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે પાકિસ્તાન ફક્ત 7.7 મિલિયન ગાંસડીનું ઉત્પાદન કરી શકશે. બાકીની 5.5 મિલિયન ગાંસડી આયાત કરવી પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">