પાકિસ્તાનના (Pakistan)પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran khan) પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે 4 લોકો એવા છે જેઓ તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે અને ઈશનિંદાના આરોપમાં (Accusation)તેનો જીવ લઈ શકે છે. તેણે કાવતરાખોરોને ચેતવણી આપી છે કે જો તેની સાથે કંઈપણ અપ્રિય થશે તો તે બધાના નામ જાહેર કરવામાં આવશે. ઈમરાને મિયાંવાલીમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી. તે પાકિસ્તાનના પંજાબ પ્રદેશમાં સ્થિત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાને જણાવ્યું હતું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતાઓ તેમની સામે ઈશનિંદાના આરોપો લગાવી રહ્યા છે. જેથી તેમની વિરુદ્ધ ધાર્મિક નફરત ફેલાવી શકાય. આરોપ લગાવતા ઇમરાને કહ્યું, “આ (આરોપો) પાછળ શું રમત છે… ચાર લોકો બંધ દરવાજા પાછળ બેઠા છે અને મારી નિંદાના આરોપમાં મારી હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
આ દરમિયાન તેણે જાહેરાત કરી હતી કે જો તેની સાથે કંઇક અપ્રિય થશે તો તે ‘ષડયંત્ર કરનારાઓના નામ’નો વીડિયો જાહેર કરશે. તેણે કહ્યું, ‘જો મને મારી નાખવામાં આવશે, તો તે કહેશે કે ધાર્મિક કટ્ટરપંથીઓએ તેને મારી નાખ્યો કારણ કે તેણે નિંદા કરી હતી.’ તેણે વધુમાં ઉમેર્યું કે, ‘આવા કાવતરાખોરોને જનતા માફ નહીં કરે.’
પહેલા જ કહી દીધું છે કે જીવ માટે જોખમ છે
આ પહેલીવાર નથી જ્યારે ઈમરાને પોતાના જીવને ખતરો ગણાવ્યો હોય. ઈમરાનની સુરક્ષામાં ખૈબર પખ્તુનખા, ઈસ્લામાબાદ, ગિલગિટ બાલ્ટિસ્તાન, ફ્રન્ટિયર કોન્સ્ટેબલરી અને પાકિસ્તાન રેન્જર્સના 250થી વધુ સૈનિકો તૈનાત છે. આ જાણકારી ઈસ્લામાબાદના આઈજી અકબર નાસિર ખાને સપ્ટેમ્બરમાં આપી હતી.
ઓડિયો વાયરલ થયા બાદ આ નિવેદન આવ્યું છે
ઈમરાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે તેનો ત્રીજો ઓડિયો વાયરલ થયો છે જેમાં તે એમ કહેતા સાંભળવા મળે છે કે તે સાંસદોની વફાદારી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે અને પોતાના પગલાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઓડિયો તેમણે સરકાર છોડ્યા પહેલાનો છે. જ્યારે તેમની સરકાર એપ્રિલમાં અવિશ્વાસ મતમાં પડી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ તેનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તે એક અમેરિકન સાઇફર વિશે વાત કરી રહ્યો હતો.