નહીં સુધરે ! હવે અફઘાનિસ્તાનની ધરતી પર ‘આતંક’ના બીજ રોપી રહ્યું છે પાકિસ્તાન

Pakistan : જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબના અફઘાનિસ્તાનમાં આશરે 100 આંતકી હોવાનો અંદાજ છે. નાંગરહાર પ્રાંતમાં જૈશના ઓછામાં ઓછા 8 આતંકી પ્રશિક્ષણ કેમ્પ છે, જેમાંથી ત્રણ તાલિબાનના નિયંત્રણમાં છે.

નહીં સુધરે ! હવે અફઘાનિસ્તાનની ધરતી પર 'આતંક'ના બીજ રોપી રહ્યું છે પાકિસ્તાન
File Photo
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 30, 2022 | 8:33 AM

પાકિસ્તાન (Pakistan) સ્થિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) પાસે હજુ પણ અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં આંતકીઓ છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે આતંકવાદી જૂથોએ કુનાર અને નાંગરહાર પ્રાંતમાં ઓછામાં ઓછા 11 આતંકવાદી તાલીમ શિબિરો સ્થાપી છે. તાલિબાન પર યુએન સિક્યુરિટી કાઉન્સિલના(UN Security Council)  પ્રતિબંધો પર દેખરેખ રાખનારી ટીમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં મોટી સંખ્યામાં વિદેશી આતંકવાદી માટે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જવાબદાર છે. આંતકીઓની સંખ્યા હજારોમાં હોવાનો અંદાજ છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના લગભગ 100 આંતકીઓ હોવાનો અંદાજ છે. નાંગરહાર પ્રાંતમાં જૈશના ઓછામાં ઓછા 8 આતંકી પ્રશિક્ષણ કેમ્પ છે. જેમાંથી ત્રણ તાલિબાનના નિયંત્રણમાં છે. જો કે, હાલમાં આ કેમ્પનું સ્થાન અને તેમાં કેટલા લોકો છે તેની કોઈ માહિતી નથી. 1990માં અફઘાનિસ્તાનમાં રચાયેલી લશ્કર-એ-તૈયબના કુનાર અને નાંગરહાર પ્રાંતમાં ત્રણ તાલીમ શિબિરો છે.

તાલિબાનના પ્રતિનિધિ મંડળે તાલીમ શિબિરની મુલાકાત લીધી હતી

આ આતંકવાદી જૂથના અફઘાન તાલિબાન સાથે નજીકના સંબંધો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લશ્કરના નેતા મૌલવી અસદુલ્લાએ વર્ષ 2021 (October)માં તાલિબાનના નાયબ ગૃહ પ્રધાન નૂર જલીલ સાથે મુલાકાત કરી હતી. તાલિબાનના પ્રતિનિધિમંડળે આ વર્ષે (January) નાંગરહાર પ્રાંતના હાસ્કા મેના જિલ્લામાં લશ્કર આતંકવાદી જૂથ દ્વારા ઉપયોગમાં લેવાતા તાલીમ શિબિરની મુલાકાત લીધી હતી. મૌલવી યુસુફ અફઘાનિસ્તાનમાં લશ્કરનું નેતૃત્વ કરી રહ્યો છે. અગાઉ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓમાં અસલમ ફારૂકી અને એજાઝ અહેમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરીનો સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે, ફારૂકી અને અલ-કાશ્મીરી બંને ઇસ્લામિક સ્ટેટના ખોરાસાન પ્રકરણનો ભાગ હતા.

JeM તાલિબાનની ખૂબ નજીક

ફારૂકીને વર્ષ 2020 (March)માં કાબુલમાં શીખ ધર્મસ્થાન પર થયેલા હુમલાના સંબંધમાં જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. આ હુમલામાં 25થી વધુ લોકો માર્યા ગયા હતા. બાદમાં અફઘાન વિશેષ દળોએ ફારૂકીને પકડી લીધો હતો. જો કે, તે ગયા વર્ષે કાબુલ પર તાલિબાનના કબજા દરમિયાન જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાનમાં થયેલા ગોળીબારમાં તે માર્યો ગયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, JeM તાલિબાનની ખૂબ નજીક છે, જેનું નેતૃત્વ મસૂદ અઝહર કરે છે. તેમજ કારી રમઝાન અફઘાનિસ્તાનમાં જૂથના નવા વડા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati