Pakistan: બલુચિસ્તાનમાં સ્કૂલ વાન પર અંધાધૂંધ ફાયરિંગ, ચાર મહિલા શિક્ષકો ઘાયલ, ત્રણની હાલત ગંભીર

Pakistan:  બલુચિસ્તાનમાં ફાયરિંગની ઘટનામાં 3 મહિલા શિક્ષકોની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Pakistan: બલુચિસ્તાનમાં સ્કૂલ વાન પર અંધાધૂંધ ફાયરિંગ, ચાર મહિલા શિક્ષકો ઘાયલ, ત્રણની હાલત ગંભીર
પાકિસ્તાનમાં ફાયરિંગ
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 2:48 PM

Pakistan:  બલુચિસ્તાનમાં ફાયરિંગની ઘટનામાં 3 મહિલા શિક્ષકોની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

રવિવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક સ્કૂલ વાન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં વાનમાં સવાર ચાર મહિલા શિક્ષકો ઘાયલ થઈ હતી. તેમાંથી ત્રણની હાલત ગંભીર છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો મસ્તાંગ શહેરમાં થયો હતો. અને આ મહિલાઓ સ્કૂલથી ઘરે પરત ફરી રહી હતી.

પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ત્રણ મહિલા શિક્ષકોની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ગયા વર્ષે નવેમ્બરમાં બલુચિસ્તાન યુનિવર્સિટીના બે પ્રોફેસરોનું આ જ વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

પાક સૈન્ય સાથે અથડામણ બલુચિસ્તાન પાકિસ્તાનના મુશ્કેલીગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. અહીંના નાગરિકો પાકિસ્તાની સૈન્ય પર અત્યાચારનો આરોપ લગાવતા આવ્યા છે. ઘણા પરિવારોના લોકો આ વિસ્તારમાંથી ગુમ થયા છે.અને તેઓ લાંબા સમયથી જાણીતા નથી. આ મહિનાની શરૂઆતમાં, બલુચિસ્તાનના દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં આતંકીઓએ પાકિસ્તાની સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાન અર્ધલશ્કરી દળના ચાર જવાનો શહીદ થયા છે. આ ઉપરાંત આઠથી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાને ઘણી શાળાઓ બંધ કરી દીધી હતી થોડા દિવસો પહેલા પાકિસ્તાને બલુચિસ્તાનમાં ઇરાન પ્રાયોજિત અનેક શાળાઓ બંધ કરી દીધી હતી. બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં આઠ શાળાઓ બંધ કરાઈ હતી. તેઓનો આરોપ છે કે આ શાળાઓ અનધિકૃત છે અને તેમાં વિદેશી અભ્યાસક્રમો ભણાવાયા છે. આ પહેલા પણ છ શાળાઓ બંધ કરાઈ હતી. મળતી માહિતી મુજબ આ શાળાઓના મેનેજમેન્ટ અને શિક્ષકો ઈરાનની હતી. આ વિસ્તારમાં કટ્ટરપંથી સંગઠનો પણ સક્રિય છે. તાજેતરમાં જ, હિન્દુ દુકાનદારોને તેમની દુકાનમાં મહિલાઓને મંજૂરી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આને કારણે અહીંના હિન્દુ દુકાનદારો પણ પોતાની દુકાન ખોલતા ડરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">