પાકિસ્તાન મુશ્કેલીમાં : દેશ પર 20 હજાર અબજ ડોલરથી વધુનું દેવું, PM શાહબાઝ શરીફે કહ્યું દરેક સમસ્યાનું મૂળ છે ઈમરાન

Economic Crisis in Pakistan: પાકિસ્તાન(Pakistan)માં વધી રહેલા આર્થિક સંકટને કારણે સરકારે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કર્યો છે. આ માટે વર્તમાન સરકારે અગાઉની પીટીઆઈ સરકારને જવાબદાર ઠેરવી છે.

પાકિસ્તાન મુશ્કેલીમાં : દેશ પર 20 હજાર અબજ ડોલરથી વધુનું દેવું, PM શાહબાઝ શરીફે કહ્યું દરેક સમસ્યાનું મૂળ છે ઈમરાન
Shahbaz Sharif blames Imran Khan for the economic crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 7:38 AM

Economic Crisis in Pakistan: પાકિસ્તાન(Pakistan) ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પક્ષના પ્રમુખ ઇમરાન ખાન(Imran Khan) દ્વારા વિદેશી ષડયંત્રના આરોપોને નકારી કાઢતા, વર્તમાન વડા પ્રધાન શેહબાઝ શરીફે તેમને દરેક સમસ્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. શાહબાઝે કહ્યું છે કે દેશમાં વધતા દેવું, મોંઘવારી અને આર્થિક સંકટ(Economic Crisis) માટે ખાન જવાબદાર છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારા બાદ શાહબાઝે આ વાત કહી છે.

શાહબાઝ શરીફે 11 એપ્રિલે સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધન કર્યું છે. પાકિસ્તાની અખબાર ડોને શાહબાઝને ટાંકીને કહ્યું, ‘અગાઉની સરકારે જાણી જોઈને તથ્યો છુપાવ્યા છે. હું તેમને યાદ અપાવી દઉં કે તમે IMF સાથે સોદો કર્યો છે, અમારી સાથે નહીં. તમે તેમની કઠોર શરત સ્વીકારી, અમે નહીં. તમે દેશને આર્થિક સંકટ તરફ ધકેલ્યો છે, અમે નહીં. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. 

દરેક પરિવારને 2 હજાર રૂપિયા મળશે

આ અંગે પાકિસ્તાનના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે ગુરુવારે કહ્યું હતું કે સરકાર પાસે કિંમત વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકારે ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી, શાહબાઝે કહ્યું કે તેઓ દર મહિને 28 અબજ પાકિસ્તાની રૂપિયાનું રાહત પેકેજ જારી કરી રહ્યા છે, જેથી ગરીબોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના બોજથી સુરક્ષિત કરી શકાય. તેમણે કહ્યું, ‘આ પેકેજ હેઠળ 14 મિલિયન પરિવારોમાંના દરેકને 2000 પાકિસ્તાની રૂપિયા આપવામાં આવશે. આ પરિવારોમાં કુલ 85 મિલિયન લોકો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

 પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે આ પહેલાથી જ ચાલી રહેલા બેનઝીર ઈન્કમ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયથી અલગ મદદ છે. તેમણે કહ્યું, ‘આ રાહત પેકેજ આગામી બજેટમાં ઉમેરવામાં આવશે.’ પોતાના સંબોધનમાં શાહબાઝે કહ્યું કે દેશ પર 20,000 અબજ ડોલરથી વધુનું દેવું છે. દેશના ઈતિહાસમાં લીધેલી કુલ લોન કરતાં આ 80 ટકા વધુ છે. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર ‘અક્ષમતા અને ભ્રષ્ટાચાર’ની રાજનીતિને ખતમ કરવા દેશને પ્રગતિ તરફ લઈ જવા માટે કડક નિર્ણયો લેવા તૈયાર છે.

અવિશ્વાસની દરખાસ્ત દ્વારા ભૂતપૂર્વ સરકારને ઉથલાવી દેવામાં આવી ત્યારથી પાકિસ્તાનમાં શાંતિ નથી. ગુરુવારે પણ રાજધાની ઇસ્લામાબાદ યુદ્ધનું મેદાન બની ગયું હતું. આ દિવસે પીટીઆઈની કૂચમાં સામેલ લોકોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ઈમરાન ખાન અને તેમના કાફલા શહેરમાં પ્રવેશ્યા બાદ આ ઘટના બની હતી. આ લોકોએ સંઘીય રાજધાનીમાં ડી-ચોક તરફ કૂચ કરવાનું શરૂ કર્યું.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">