Pakistan: ઈમરાનની પાર્ટીના બળવાખોર ધારાસભ્યોને ચૂંટણી પંચે ગણાવ્યા ‘અયોગ્ય’, શાહબાઝના પુત્ર હમઝાની ખુરશી ખતરામાં!

ઈમરાન ખાનની ( Imran Khan) પાર્ટી PTIના 25 ધારાસભ્યોના મતે હમઝા શરીફને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં બહુમતી મેળવવામાં મદદ કરી, તેથી જ તેઓ CM બન્યા.

Pakistan: ઈમરાનની પાર્ટીના બળવાખોર ધારાસભ્યોને ચૂંટણી પંચે ગણાવ્યા 'અયોગ્ય', શાહબાઝના પુત્ર હમઝાની ખુરશી ખતરામાં!
Imran Khan and shehbaz sharif (File Photo)Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 7:07 AM

પાકિસ્તાનના ચૂંટણી પંચે (Election Commission) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (IMran Khan) પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 25 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. આ ધારાસભ્યો પર ગયા મહિને પંજાબ પ્રાંતની વિધાનસભામાં મુખ્યમંત્રીની પસંદગી માટે પાર્ટીના નિર્દેશ વિરુદ્ધ મતદાન કરવાનો આરોપ હતો. જેના કારણે ધારાસભ્યોને હવે ‘પોતાના હોદ્દા પરથી દૂર’ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ગયા મહિને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હમઝા શાહબાઝની તરફેણમાં મતદાન કરવા બદલ 25 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

આ કારણે PTI પાર્ટીના ધારાસભ્યોને ગણાવ્યા અયોગ્ય

ચૂંટણી પંચે તેના સર્વસંમતિથી નિર્ણયમાં જણાવ્યું હતું કે પીટીઆઈના સભ્યોએ બંધારણની (Constitution) કલમ 63-A હેઠળ “ક્ષતિપૂર્ણ” કાર્ય કર્યું હતું, તેથી તેઓએ “પદ છોડવું પડશે” જો કે તેમણે બેઠકો ગુમાવી છે, પરંતુ પીટીઆઈના આ સભ્યો આ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાગ લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે પંચે 17 મેના રોજ આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. દૂર કરાયેલા ધારાસભ્યો એક મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. તમને જણાવવું રહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત પાસે આ મામલાની સુનાવણી માટે 90 દિવસનો સમય હશે.

શાહબાઝના પુત્ર હમઝાની CMની ખુરશી ખતરામાં!

પાકિસ્તાનના બંધારણની કલમ 63-A, વડાપ્રધાન અથવા મુખ્યપ્રધાનની ચૂંટણીમાં (Election) સાંસદોને વિશ્વાસ મત અથવા અવિશ્વાસના મત પર પક્ષના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મતદાન કરવા પર પ્રતિબંધ મૂકે છે. તમને જણાવી દઈએ કે કલમ 63-A પક્ષપલટા પર સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત છે, જેની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના પુત્ર હમઝા શાહબાઝના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના મત ગણી શકાય નહીં એવો ચુકાદો આપ્યો હતો. તેથી હાલ શાહબાઝની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટેની ચૂંટણીમાં હમઝા શાહબાઝને(Hamza Shebaz sharif)  કુલ 197 વોટ મળ્યા જ્યારે બહુમત માટે 186 વોટની જરૂર હતી. પીટીઆઈના 25 બળવાખોર ધારાસભ્યોના મતે હમઝાને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં બહુમતી મેળવવામાં મદદ કરી. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ચૂંટણી પંચના નિર્ણયથી પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઊંડું થશે. જેના કારણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે પણ દબાણ કરી શકશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">