કંગાળ પાકિસ્તાન ! લોન લેતી વખતે શરતો પણ નથી વાંચી રહ્યુ પાકિસ્તાન, સાઉદી અરબ પાસેથી આ શરતો પર લીધી લોન

પાકિસ્તાને સાઉદી અરેબિયા પાસેથી ખૂબ જ મુશ્કેલ શરતો અને ભારે વ્યાજ પર લોન લીધી છે. આ એવી શરતો છે જેના પર ભાગ્યે જ કોઈ દેશ લોન લઈ શકે છે. જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાન નિયમો અને શરતો વાંચવાનું ભૂલી ગયા હશે.

કંગાળ પાકિસ્તાન ! લોન લેતી વખતે શરતો પણ નથી વાંચી રહ્યુ પાકિસ્તાન, સાઉદી અરબ પાસેથી આ શરતો પર લીધી લોન
PM Imran Khan

Pakistan : પાકિસ્તાનના આર્થિક સંકટ અને દેવાને ધ્યાનમાં રાખીને આ વખતે સાઉદી અરેબિયાએ (Saudi Arabia) તેને ખૂબ જ કડક શરતો સાથે લોન આપી છે. સ્થિતિ એવી છે કે ભાગ્યે જ કોઈ દેશ આ શરતે પર લોન લે છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) કદાચ લોન લેતી વખતે શરતો વાંચી ન હતી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને $ 4.2 બિલિયનનો લોન કરાર કર્યો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીના (Fawad Chaudhry) જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને એક વર્ષ માટે $3 બિલિયનની રોકડ ડિપોઝિટ ચૂકવવા માટે સંમતિ આપી છે.સાથે જ આ લોન ત્રણ દિવસની નોટિસ પર કોઈપણ સમયે પરત કરવા માટે પાકિસ્તાન બંધાયેલુ રહેશે.

ઇમરાનની સરકાર ઇચ્છે તો પણ પૈસા ખર્ચ કરી શકતી નથી

અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયા પાકિસ્તાનની (Pakistan) નાણાકીય સહાયને પુનર્જીવિત કરવા માટે સહમત થયું છે. જેના કારણે ઈમરાન ખાનની કેબિનેટ સ્થગિત ચુકવણી પર 3 બિલિયન ડોલર સેફ ડિપોઝિટ (Cash Reserve ) અને 1.2 બિલિયન ડોલરના તેલનો પુરવઠો લેવા સંમત થઈ છે. ગયા મહિને ઈમરાન ખાન સાઉદી અરેબિયાના પ્રવાસે ગયા હતા, ત્યારે જ આ સમજૂતી પર ચર્ચા થઈ હતી. અહીં રસપ્રદ વાત એ છે કે આ રોકડ અનામત માત્ર બતાવવા માટે છે, ખર્ચ કરવા માટે નહીં. ઇમરાનની સરકાર ઇચ્છે તો પણ ખર્ચ કરી શકતી નથી. આ પૈસા માત્ર ક્રેડિટ એટલે કે બેંકમાં બતાવવા માટે હશે.

એક વર્ષમાં લોન પરત કરવાની રહેશે

ભૂતકાળની જેમ આ વખતે પાકિસ્તાન પાસે રોલઓવરનો કોઈ વિકલ્પ નથી અને તેણે એક વર્ષ પછી લોન પાછી આપવી પડશે. આ દરમિયાન, જો પાકિસ્તાન તરફથી કોઈ ભૂલ થાય છે, તો સાઉદીની લેખિત વિનંતી પર 72 કલાકની અંદર પૈસા પરત કરવા પડશે. પાકિસ્તાનના નાણા મંત્રાલયને(Pakistan Financial Ministry)  ટાંકીને એક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, $3 બિલિયન લોન પર 4 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાને લોન પર $120 મિલિયનનું વ્યાજ ચૂકવવું પડશે. પાકિસ્તાનના લોકો આ શરતો પર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : OMG : આ ગામમાં લોકો ઊંઘે છે કુંભકર્ણની જેમ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો : India-Russia relations: વ્લાદિમીર પુતિનની 6 ડિસેમ્બરે ભારત મુલાકાત, શું વડાપ્રધાન મોદી કરી શકશે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પડકારનો સામનો ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati