Pakistan Blackout: આ કારણે થયું હતું પાકિસ્તાનમાં બ્લેક આઉટ, 22 કરોડ લોકો રહ્યા હતા અંધારામાં

સોમવારે પાકિસ્તાનમાં બ્લેકઆઉટ લગભગ ત્રણ મહિનામાં બીજી અને દક્ષિણ એશિયામાં ત્રીજી ગ્રીડ નિષ્ફળતા હતી. ગ્રીડ ફેલ થવાથી 22 કરોડ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને વ્યવસાયિક ગતિવિધિઓને વિક્ષેપિત કરી દીધી.

Pakistan Blackout: આ કારણે થયું હતું પાકિસ્તાનમાં બ્લેક આઉટ, 22 કરોડ લોકો રહ્યા હતા અંધારામાં
Blackout In Pakistan Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 6:39 AM

પાકિસ્તાનના જનરેટરે સોમવારે જરૂર કરતા વધારે વીજળીનું ઉત્પાદન કર્યુ, જેનાથી વોલ્ટેજમાં ઉતાર-ચઢાવ થયો અને તેના કારણે સિસ્ટમ પડી ભાંગી. આ ફોલ્ટના કારણે 22 કરોડ લોકો અંધારામાં રહ્યા. એક ઈન્ટરનલ સરકારી ડોક્યુમેન્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રોયટર્સના રિપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. સંપૂર્ણ ગ્રીડ ફેલ થવી ખૂબ જ દુર્લભ છે અને આધુનિક ગ્રીડના ઓપરેટરોને રિન્યુએબલ એનર્જીના ઈન્ટીગ્રેશનને એક પડકાર માને છે.

સોમવારે પાકિસ્તાનમાં બ્લેકઆઉટ લગભગ ત્રણ મહિનામાં બીજી અને દક્ષિણ એશિયામાં ત્રીજી ગ્રીડ નિષ્ફળતા હતી. ગ્રીડ ફેલ થવાથી 22 કરોડ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને વ્યવસાયિક ગતિવિધિઓને વિક્ષેપિત કરી દીધી. આ આઉટેજએ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓને પણ પ્રભાવિત કરી હતી. ઈન્ટરનલ નોટ મુજબ પાવર ગ્રીડની ફ્રિક્વન્સી વધીને 50.75 હર્ટ્ઝ (હર્ટ્ઝ) થઈ ગયા પછી સોમવારે વહેલી સવારે બ્લેકઆઉટ શરૂ થયું હતું.

તેનાથી સાઉથ રિઝનમાં ટ્રાન્સમિશન લાઈનોમાં ગંભીર વોલ્ટેજમાં વઘ-ઘટ થઈ. 50 હર્ટઝથી વધારેની ફ્રિક્વન્સી જણાવે છે કે જનરેટ કરેલી વીજળી માગ કરતા વધારે છે. જ્યારે 50 હર્ટઝથી ઓછી ફ્રિક્વન્સી ડિમાન્ડની માગ ઓછી થવાના સંકેત આપે છે. ગ્રીડ સંચાલક ગ્રીડની ફ્રિક્વન્સીને 50 હર્ટઝ પર સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે, જેમાં 0.05 હર્ટઝથી વધુ ડેવિએશનને સામાન્ય રીતે અસામાન્ય માનવામાં આવે છે. નોટ મુજબ ઘટના પહેલા જ ગ્રીડની ફ્રિકવન્સી 50.30 હર્ટઝ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો: Saudi Arabia : ભારતીય સ્કૂલમાં કડકડતી ઠંડી અને વરસાદી માહોલ હોવા છતાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ગુજરાતની ઝાંખીનો દબદબો

ગંભીર ફ્રિક્વન્સી વધ-ઘટ

રાજ્ય દ્વારા સંચાલિત નેશનલ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યૂશન કંપની (NTDC)ના જનરલ મેનેજર સજ્જાદ અખ્તરે તૈયાર નોટમાં લખ્યું, ટ્રાન્સમિશન લાઈનોમાં ગંભીર ફ્રિક્વન્સીના વધ-ઘટને કારણે તે ટ્રીપ થઈ ગઈ. જેના કારણે ઉત્તર અને દક્ષિણ સિસ્ટમ અલગ પડી. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે રિપોર્ટમાં અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. નોટમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે જરૂરી માગ કરતા વધારે કેમ, દેશભરમાં લગભગ 11.35 ગીગાવોટ પાવર પ્લાન્ટસ ચાલુ હતા, જ્યારે ટ્રાન્સમિશન લાઈનો ટ્રીપ થઈ ગઈ અને ઉત્તર અને દક્ષિણ ગ્રીડને અલગ કરી દીધી.

આપને જણાવી દઈએ કે 4 દિવસ પહેલા પાકિસ્તાનમાં વીજળી ગુલ થઈ હતી, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો હતો. યૂઝર્સના જણાવ્યા અનુસાર લાઈનમાં કેટલાય કલાકોથી અટવાઈ પડી હતી. સૂત્રોએ જણાવ્યું કે ગુડ્ડુ, જામશોરો, મુઝફ્ફરગઢ, હવેલી શાહ બહાદુર, બાલોકીમાં પાવર પ્લાન્ટમાં પાવર ફેલ થવાને કારણે પાવર ડુલ થઈ ગયો હતો. લાહોરમાં, મોલ રોડ, કેનાલ રોલ્ડ અને અન્ય વિસ્તારોમાં ગ્રાહકોને વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો હતો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">