દગાખોર ચીન દગો ના કરે તે માટે રાતભર વાયુસેનાએ ભર્યો પહેરો, ચિનુક, મિગ 29, અપાચેએ સંભાળી LAC

દગાખોર ચીન દગો ના કરે તે માટે રાતભર વાયુસેનાએ ભર્યો પહેરો, ચિનુક, મિગ 29, અપાચેએ સંભાળી LAC

દગાખોર ચીન મંત્રણાની આડમાં ભૂતકાળની માફક દગો ના કરે તે માટે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર રાતભર એરફોર્સના વિમાનો, હેલિકોપ્ટર ઉડતા રહ્યાં. ગલવાન ખીણ પ્રદેશના સીમા વિવાદને લઈને ભારત અને ચીનની સૈન્ય ફોર્સ સામ સામે તહેનાત થઈ છે. રવિવારે રાત્રે ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાનની વચ્ચે થયેલી લંબાણપૂર્વકની વાતચીત બાદ, ચીનના સૈન્ય […]

Bipin Prajapati

|

Jul 07, 2020 | 10:59 AM

દગાખોર ચીન મંત્રણાની આડમાં ભૂતકાળની માફક દગો ના કરે તે માટે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર રાતભર એરફોર્સના વિમાનો, હેલિકોપ્ટર ઉડતા રહ્યાં. ગલવાન ખીણ પ્રદેશના સીમા વિવાદને લઈને ભારત અને ચીનની સૈન્ય ફોર્સ સામ સામે તહેનાત થઈ છે. રવિવારે રાત્રે ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ પ્રધાનની વચ્ચે થયેલી લંબાણપૂર્વકની વાતચીત બાદ, ચીનના સૈન્ય જવાનો બીસ્તરા પોટલા સાથે સોમવારે બે કિલોમીટર પાછળ હટયુ હતું. પણ ભૂતકાળમાં ચીને કરેલા દગાને ધ્યાને લઈને વાયુસેનાએ મીગ 29, અપાચે અને ચિનુક હેલિકોપ્ટર દ્વારા નાઈટ ઓપરેશન હાથ ધર્યું. અને ચીન સાથે જોડાયેલ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ઉપર લડાકુ વિમાન અને હેલિકોપ્ટરની ઘરઘરાટી બોલાવીને દુશ્મનને જણાવી દિધુ હતુ કે ભારતનું વાયુસેના સતર્ક છે. ભારતીય વાયુસેનાનું એએન 32 કાર્ગો વિમાન ઉતરાખંડના ચિન્યાલીસોડ એરબેઝ પર લેન્ડ કરાવ્યું જ્યારે ભારત ચીન સરહદ પર ફોરવર્ડ એરબેઝ પર ચિનુક હેલિકોપ્ટરે નાઈટ ઓપરેશન કર્યું હતું. જુઓ વિડીયો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati