‘હિંદુઓના તમામ ધાર્મિક ગ્રંથો અશ્લીલ છે’ બાંગ્લાદેશના વિરોધ પક્ષોએ લઘુમતીઓ પર હુમલો કર્યો

બાંગ્લાદેશના (Bangladesh)વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકાર હિન્દુ લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

'હિંદુઓના તમામ ધાર્મિક ગ્રંથો અશ્લીલ છે' બાંગ્લાદેશના વિરોધ પક્ષોએ લઘુમતીઓ પર હુમલો કર્યો
જમાત-એ-ઈસ્લામીના નેતા નુરુલ હક નૂરImage Credit source: @NurulHaqueNur2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 3:05 PM

બાંગ્લાદેશમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ શેખ હસીના સરકાર પર પ્રહારો શરૂ કર્યા છે. ઉગ્રવાદી સંગઠનો જમાત-એ-ઈસ્લામી અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ હિંદુ લઘુમતીઓ પર હુમલા કરતા વર્તમાન સરકાર પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં જમાત-એ-ઇસ્લામીના નુરુલ હક નૂર પાછલા બારણે વિરોધ પક્ષોને સમર્થન આપી રહ્યા છે અને ચૂંટણીમાં ભાગ લીધા વિના સરકારને ઉથલાવી દેવાની વાત કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જમાત-એ-ઈસ્લામીના કેટલાક સહયોગી સંગઠનોએ હસીનાના બિનસાંપ્રદાયિક વલણ માટે હિન્દુ લઘુમતીઓ અને ભારતને નિશાન બનાવ્યા છે. હિંદુઓ પ્રત્યે નફરત ફેલાવતા, બાંગ્લાદેશ ગોનો રાઈટ્સ કાઉન્સિલના જોઈન્ટ કન્વીનર અને નુરુલ હક નૂરના ટોચના સહયોગી તારિક રહેમાને ફેસબુક લાઈવમાં કહ્યું, ‘હિંદુ ધર્મના શાસ્ત્રો કોઈ નૈતિક શિક્ષણ આપતા નથી. તમામ ધાર્મિક ગ્રંથો અશ્લીલ છે.

પાછળના દરવાજાથી સત્તા મેળવશે

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ વીડિયો નેટીઝન્સ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ નિવેદનની સરખામણી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કરી છે. નૂર ખુલ્લેઆમ ચૂંટણીનો સામનો કરવાને બદલે પાછલા દરવાજાથી સત્તા મેળવવાના માર્ગ પર ભાર મૂકે છે. નૂરુએ કથિત રીતે સાઉદી અરેબિયાથી ફેસબુક લાઈવનું સંચાલન કર્યું હતું. જેમાં તેણે પત્રકારોને ગુલામ કહ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારોને તેમના મિશન વિશે પ્રશ્નો ન પૂછવાની ચેતવણી પણ આપી હતી.

જણાવી દઈએ કે શેખ હસીનાએ કહ્યું હતું કે તેમની સરકાર હિંદુ લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં દુર્ગા પૂજાની શાંતિપૂર્ણ ઉજવણી તેનો પુરાવો છે. 1971માં બાંગ્લાદેશના ઉદયની સાથે જ હિન્દુ સમુદાયને નફરતની નજરે જોવાની અને તેમની સાથે લડાઈ કરવાની ઘટનાઓ બનવા લાગી. નોંધપાત્ર રીતે, જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશનું કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે. તે લઘુમતી હિન્દુઓ પર સતત હુમલા કરી રહ્યો છે.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">