પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ, 1નું મોત અને 13 ઘાયલ

પાકિસ્તાનના (Pakistan) કરાચીના સદર વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 13 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ, 1નું મોત અને 13 ઘાયલ
Karachi blastImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 7:28 AM

Karachi Blast Update: પાકિસ્તાનના કરાચીમાં (Karachi) મોડી રાત્રે જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કરાચીના સદર વિસ્તારમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયુ છે અને સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ એક ડસ્ટબીનમાં થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે અને 13 લોકો ઘાયલ પણ થયા છે. વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટ પછી આગ કેવી રીતે લાગી તે તેમાં દેખાય છે. લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

મકાનો અને વાહનોને નુકસાન

ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) સાઉથ શરજીલ ખરાલના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ દરમિયાન ઘણી કારને પણ નુકસાન થયું હતું, જ્યારે નજીકની ઈમારતોની બારીઓના કાચ તુટી ગયા હતા. કરાચીના વહીવટી વડા મુર્તઝા વહાબ ઘાયલોને મળવા માટે જિન્નાહ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર શાહિદ રસૂલે અસરગ્રસ્તોને આપવામાં આવતી સારવાર વિશે માહિતી આપી હતી. તેમણે હોસ્પિટલ તંત્રને ઇજાગ્રસ્તોને વધુ સારી તબીબી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો.

IED બ્લાસ્ટ

કરાચીની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં લાવવામાં આવેલા લોકોને બોલ બેરિંગના છરાના કારણે ઈજાઓ થઈ છે. ઘાયલોમાં બે સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. મૃતકની ઓળખ ઉમર સિદ્દીકી તરીકે કરવામાં આવી છે, જે જિન્નાહ હોસ્પિટલમાં ટ્રેઇની ઓપરેશન થિયેટર ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. અગાઉ સાત ઘાયલ અને એક મૃતદેહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. કરાચી દક્ષિણના ડીઆઈજી દ્વારા મુખ્ય પ્રધાન સિંધ મુરાદ અલી શાહને સુપરત કરાયેલા પ્રાથમિક અહેવાલ મુજબ, એક સાયકલમાં ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) ફીટ કરવામાં આવ્યું હતું. આ બ્લાસ્ટ યુનાઈટેડ બેકરી પાસે થયો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જિયો ન્યૂઝ અનુસાર, કોસ્ટ ગાર્ડના એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું કારણ કે તે બ્લાસ્ટ સ્થળની નજીક પાર્ક કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે કારમાં સવાર તમામ લોકો અને ડ્રાઈવર સુરક્ષિત છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાયકલ કેરિયરમાં વિસ્ફોટક સામગ્રી મૂકવામાં આવી હતી જેને ટાઈમિંગ ડિવાઈસનો ઉપયોગ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">