Omicron News: કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ 89 દેશોમાં પહોંચ્યું, WHOની ચેતવણી- 3 દિવસમાં કેસ બમણા થશે

Omicron News: કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ 89 દેશોમાં પહોંચ્યું, WHOની ચેતવણી- 3 દિવસમાં કેસ બમણા થશે
Europe Covid-19 (File Photo)

બ્રિટન અને અમેરિકામાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ બાકીના વિશ્વ માટે સમસ્યાઓ વધારી રહ્યું છે. તે 89 દેશોમાં પહોંચી ગયું છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Dec 19, 2021 | 12:12 PM

Omicron News: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (World Health Organization) જણાવ્યું છે કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા અત્યાર સુધીમાં 89 પર પહોંચી ગઈ છે. સંસ્થાએ એ પણ ધ્યાન દોર્યું કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં તે સ્થળોએ ઝડપથી ફેલાય છે જ્યાં સમુદાય ટ્રાન્સમિશનનું સ્તર ઊંચું છે. દોઢથી ત્રણ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે. WHOના આ નિવેદન બાદથી વિશ્વભરમાં Omicron વિશે ચિંતા વધી ગઈ છે. યુનાઈટેડ નેશન્સ એજન્સી (United Nations Agency)એ શુક્રવારે ઓમિક્રોન (b.1.1.529) સાથે વ્યવહાર કરવાની તૈયારી અંગેનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો.

તેમણે કહ્યું કે, વર્તમાન ડેટાને જોતાં, એવી આશંકા છે કે ઓમિક્રોન તે સ્થાનો પર ડેલ્ટાને બદલશે જ્યાં સમુદાય સ્તરે ચેપ ફેલાઈ રહ્યો છે (WHO on Omicron Variant) રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 16 ડિસેમ્બર સુધીમાં 89 દેશોમાં ઓમિક્રોનને શોધી કાઢવામાં આવ્યો છે. આ વેરિઅન્ટ વિશે જેટલો વધુ ડેટા ઉપલબ્ધ હશે, તેટલો જ વધુ જાણી શકાશે.

WHO એ કહ્યું કે, વર્તમાન ડેટા સૂચવે છે કે ઓમિક્રોન (Omicron) ડેલ્ટા વેરિઅન્ટ ( delta variant)કરતાં વધુ ઝડપથી ફેલાય છે. તે ડેલ્ટા કરતા સમુદાયમાં ફેલાયેલા દેશોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કેસ દોઢથી ત્રણ દિવસમાં બમણા થઈ જાય છે.

યુરોપમાં પ્રતિબંધો કડક

ઓમિક્રોન બ્રિટન અને અમેરિકામાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી રહી છે. યુરોપમાં પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. વિવિધ યુરોપિયન દેશો ઓમિક્રોનથી ઉદ્ભવતા કોવિડ-19ના સંભવિત નવી લહેરને ટાળવાના પ્રયાસમાં કડક નિયંત્રણો લાદી રહ્યા છે. જેના કારણે પેરિસથી લઈને બાર્સેલોના સુધીના લોકોએ પણ વિરોધ શરૂ કરી દીધો છે.

ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના મંત્રીઓ રોગચાળા (Europe Covid-19 Restrictions)ના ઝડપી પ્રસારને કારણે એલર્ટ પર છે. અહીં યાત્રા પર પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે. ફ્રાન્સે નવા વર્ષના દિવસે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડેનમાર્કમાં થિયેટર, કોન્સર્ટ હોલ, એમ્યુઝમેન્ટ પાર્ક અને મ્યુઝિયમ બંધ કરી દેવામાં આવ્યા છે.

આયર્લેન્ડમાં રાત્રે 8 વાગ્યા પછી કર્ફ્યુ

આયર્લેન્ડમાં, પબ અને બારમાં રાત્રે 8 વાગ્યા પછી કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ઇન્ડોર અને આઉટડોર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. અહીં લોકોને સંબોધતા વડાપ્રધાન માઈકલ માર્ટિને કહ્યું કે વાયરસથી લોકોના જીવન અને આજીવિકાને બચાવવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. અન્ય દેશો પણ આવું કરી શકે છે. ડેનિશ સરકારના પ્રધાનો નિષ્ણાત સમિતિની સલાહ પર ચર્ચા કરવા માટે મળ્યા છે. સમિતિએ આંશિક લોકડાઉનની સ્થિતિને વધુ કડક બનાવવા જણાવ્યું છે.

યુકેમાં માસ્ક ફરજિયાત

યુકે સરકારે ઇમારતોની અંદર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઉપરાંત, લોકોએ મોટી ઈવેન્ટ્સ અને નાઈટ ક્લબમાં આવવા માટે રસીકરણના પુરાવા અને નેગેટિવ રિપોર્ટ દર્શાવવો જરૂરી છે. આ અઠવાડિયે દેશમાં દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સરકારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે વધુ પગલાં લેવા પડશે (UK Omicron Variant News). બ્રિટન અને અન્ય ઘણા દેશો કોરોના વાયરસના બૂસ્ટર ડોઝની રજૂઆતને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે પ્રાથમિક ડેટા સૂચવે છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ પર રસીના બે ડોઝ ઓછા અસરકારક છે.

આ પણ વાંચો : ઈરાકના ‘સલામત’ ગ્રીન ઝોન પર ફરી એકવાર મોટો હુમલો, બે રોકેટ છોડવામાં આવ્યા, આ વિસ્તારમાં છે યુએસ એમ્બેસી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati