ઈન્જેક્શનથી હવા ભરીને નર્સ બાળકોને ઉતારતી હતી મોતને ઘાટ, જાણો ખૂંખાર નર્સ વિશે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Oct 13, 2022 | 11:20 PM

ઘણા ખતરનાક અને રુવાટા ઊભા કરી દેતા બનાવ બનતા હોય છે. હાલમાં ઈગ્લેન્ડમાં (England) આવી જ એક ઘટના બની છે. એક નર્સે 7 નવજાત બાળકને મોતને ઘાટ ઉતારી દીધા છે.

ઈન્જેક્શનથી હવા ભરીને નર્સ બાળકોને ઉતારતી હતી મોતને ઘાટ, જાણો ખૂંખાર નર્સ વિશે
Hoofed nurse who killed 7 children
Image Credit source: File photo

Shocking News : ક્રોધ, ઈર્ષા, લાલચ એવી લાગણીઓ છે જે માણસને અંદરથી ખત્મ કરી દે છે. નાનપણથી જ બાળકને ક્રોધ, લાલચ, ઈર્ષા અને બદલા જેવી ભાવનાઓથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી તે ભવિષ્યમાં સારો નાગરિક બને. પણ કેટલાક લોકો આવી ખરાબ ભાવનાઓને કારણે પોતાની સાથે સાથે બીજાને પણ નુકશાન પહોંચાડતા હોય છે. તેના કારણે દુનિયામાં ઘણા ખતરનાક અને રુવાટા ઊભા કરી દેતા બનાવ બનતા હોય છે. હાલમાં ઈંગ્લેન્ડમાં (England) આવી જ એક ઘટના બની છે. એક નર્સે 7 નવજાત બાળકને મોતને ઘાટ ઉતારી દીધા છે.

ઈંગ્લેન્ડમાં બાળકોને જન્મ અપાવનારી નર્સ જ હત્યા કરનાર ડાકણ બની ગઈ છે. તેણે 7 જેટલા બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેણે એક  ડઝન બાળકોના શરીરમાં ઈન્જેકશનથી હવા ભરીને તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી ઘણા બચી ગયા પણ ઘણા તો દુનિયાને પૂરી રીતે જોવા પહેલા જ દુનિયામાંથી જતા રહ્યા.

કોણ છે આ કિલર નર્સ ?

આ 32 વર્ષીય નર્સનું નામ લૂસી લેટબાઈ છે. તે ઈંગ્લેડના કાઉન્ટલેસ ઓફ ચેસ્ટર હોસ્પિટલમાં નવજાત બાળકોના વોર્ડમાં કામ કરતી હતી. એક દિવસ તેને અચાનક ન જાણે એવા વિચાર આવ્યા છે કે તેણે જાણે જન્મ અપાવનારા નવજાત બાળકોને મારી નાખ્યા હતા. આ નર્સ પર એવો આરોપ છે કે તેણે કેટલાક બાળકોને ઈન્સુલિન લગાવીને અને કેટલા બાળકોમાં ઈન્જેક્શનથી હવા ભરીને, તો કેટલાકના પેટમાં દૂધવાળા ઈન્જેક્શન લગાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા. નર્સના આ કૃત્યને કારણે 17 બાળકો ગંભીર સ્થિતિમાં છે, તેણે 5 નવજાત છોકરા અને 2 નવજાત છોકરીઓને મારી નાંખી છે.

આ પહેલા પણ તે કરી ચૂકી છે આ કામ

આ પહેલા પણ તેણે બાળકોને મારવાનો પ્રયત્ન કર્યો છે. તેણે જૂન 2015થી જૂન 2016 વચ્ચે 7 બાળકો માર્યા હતા. જ્યારે 10 નવજાત મારવાનો પ્રયત્ન કર્યો હતો. એક બાળક તો 2 વાર બચ્યો, પણ ત્રીજીવાર આ નર્સે તેને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ વાતનો ખુલાસો માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં થયો હતો. હાલ આ ઘટના પર કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. બસ તેના પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. લોકો તેના આ કૃત્યથી આશ્ચર્યમાં મુકાયા છે. લોકોને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે તેના મગજમાં આવા વિચાર આવે જ કઈ રીતે ? જોકે, આ નર્સે આવું કેમ કર્યુ તે જાણવા નથી મળ્યુ. કદાચ ભવિષ્યમાં આ અંગે ખુલાસો થઈ શકે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati