જીતના નશામાં ભાન ભૂલ્યા પાકિસ્તાની PM ઈમરાનખાન, કહ્યું ભારત સાથે વાત કરવાનો હાલ યોગ્ય સમય નથી

ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાનને આર્થિક રીતે બેઠુ કરવા માટે ઈમરાનખાન, રોકાણકારોને રીઝવવા સાઉદી અરેબિયા પહોચ્યા હતા.

જીતના નશામાં ભાન ભૂલ્યા પાકિસ્તાની PM ઈમરાનખાન, કહ્યું ભારત સાથે વાત કરવાનો હાલ યોગ્ય સમય નથી
Imran Khan, Prime Minister of Pakistan ( file photo )

રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમને (Pakistan-Saudi Investment Forum) સંબોધતા, ઇમરાન ખાને (Imran Khan) ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, T20 વર્લ્ડ કપમાં (T20 world cup) ભારત સામે તેમના દેશની જીત બાદ વાતચીત માટે હાલ આ યોગ્ય સમય નથી.

T20માં ભારતની ક્રિકેટ ટીમ સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની પ્રથમ જીતની ખુશીમાં પાકિસ્તાનના ગૃહમંત્રીએ અશોભનીય નિવેદન કર્યુ હતુ, પાકિસ્તાનના વડાપ્રધાન (Prime Minister of Pakistan) ઈમરાન ખાન પણ હવે એ જ રીતે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જીતના કારણે ભ્રમિત થઈ ગયા છે. ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા ઇમરાને કહ્યું કે T20 વર્લ્ડ કપમાં ભારત સામે તેમના દેશની જીત બાદ વાતચીત માટે હાલ આ યોગ્ય સમય નથી.

ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાનને આર્થિક રીતે બેઠુ કરવા માટે ઈમરાનખાન, રોકાણકારોને રીઝવવા સાઉદી અરેબિયા પહોચ્યા હતા. જ્યા તેમણે કહ્યુ કે, ‘ચીન સાથે અમારા સારા સંબંધો છે, પરંતુ જો આપણે કોઈક રીતે ભારત સાથેના સંબંધો સુધારીશું તો વધુ સારુ પરંતુ- હું જાણું છું કે ગઈકાલે રાત્રે ક્રિકેટ મેચમાં પાકિસ્તાનની ટીમના વિજય પછી, ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરવા માટે યોગ્ય સમય નથી.

કાશ્મીરનો રાગ આલાપ્યો
રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમને (Pakistan-Saudi Investment Forum) સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક જ મુદ્દો છે, તે છે કાશ્મીર. તેમણે સારા પડોશીઓની જેમ કાશ્મીરનો મુદ્દો ઉકેલવા વિનંતી પણ કરી. તેમણે કહ્યું કે 72 વર્ષ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરના લોકોને આત્મનિર્ણય કરવાની વાત કરવામાં આવી હતી. ઈમરાનખાને કહ્યું કે જો કાશ્મીરના લોકોને તે જનમત લેવાનો અધિકાર મળે તો અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. બંને દેશો સારા પડોશીઓની જેમ રહી શકે છે.

આ પણ વાંચોઃ

Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચોઃ

Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati