કોઈ સુવર્ણ મહેલથી ઓછી નથી આ હોટલ: છત, લિફ્ટ, દરવાજા બધું જ છે સોનાનું

તમે અનેક પ્રકારની હોટલ જોઈ હશે. વૈભવી સેવાઓ અપાતી ઘણી હોટલોમાં રોકાયા પણ હશો. પરંતુ આજે તમને બતાવીશું એક ગોલ્ડન હોટલ વિશે. જેમાં બધું જ સોનાથી બનેલું છે.

કોઈ સુવર્ણ મહેલથી ઓછી નથી આ હોટલ: છત, લિફ્ટ, દરવાજા બધું જ છે સોનાનું
સોનાની હોટલ

તમે ઘણી મોંઘી અને લક્ઝરી હોટલો વિશે સાંભળ્યું હશે. તે પણ સાંભળ્યું હશે કે હોટલમાં વૈભવી સ્વિમિંગ પૂલ અને અથવા લક્ઝરી રૂમ છે. પરંતુ, તમે ક્યારેય જોયું છે કે આખી હોટલ સોનાથી બ્બનેલી હોય? પરંતુ એક હોટલ છે જે સંપૂર્ણ રીતે 100 ટકા શુદ્ધ સોનાથી બનેલી છે. આ હોટલની છત જ નહીં, પરંતુ દરવાજા, વાસણો અને લિફ્ટ પણ સોનાની છે.

જી હા જે પણ આ હોટલ વિશે સાંભળે છે તે આશ્ચર્યચકિત થાય છે. કારણ કે આ હોટેલની મોટાભાગની ચીજો સોનાની છે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવી દઈએ કે આ હોટલમાં શું ખાસ છે. અને શું છે નિયમ. તમેં કેવી રીતે આ હોટલમાં જઈ શકો અને આ હોટલ ક્યાં છે?

સોનાની છે હોટલ
જ્યારે તમે આ હોટેલમાં જશો ત્યારે તમને બધી વસ્તુઓ સોનાની દેખાશે. અહીં લિફ્ટ, છત, દરવાજા અને પીરસવાના વાસનો પણ સોનાના છે. સોનાની આ હોટલમાં એવું નથી કે તે માત્ર સોનાનું બનેલું હોય. પરંતુ તે સોનાની બનાવટ સાથે ખૂબ સુંદર પણ છે. અન્ય હોટલની જેમ તકનીકીથી સજ્જ છે. હોટલમાં બનાવેલ બાર પણ ખૂબ સુંદર છે. હોટલમાં જતા સાથે જ તમને રાજા-મહારાજાઓ જેવી ફિલિંગ્સ આવી શકે છે.

હોટેલ ક્યાં છે?
આ હોટેલ ભારતમાં નહીં દુબઈમાં છે. જો તમારે સોનાની આ વિશેષ હોટલનો આનંદ માણવો હોય તો તમારે દુબઈ જવું પડશે. જો તમે ત્યાં ન જઇ શકો, તો કંઈ વાંધો નહીં. આ હોટલની અંદરની તસવીરો જોઇને જ આનંદ માણી શકો છો.

 

 

View this post on Instagram

 

A post shared by Gold On 27 (@goldon27)

 

આ હોટલનું નામ છે Gold On 27. તે દુબઈની પ્રખ્યાત ઇમારતોમાંની Burj Al Arab Jumeirahના 27 મા માળે છે. આ હોટલ ફક્ત અંદરથી ખૂબ જ સુંદર નથી, પરંતુ દુરથી પણ ખૂબ સુંદર લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Gold On 27 (@goldon27)

જમવામાં શું છે સ્પેશીયલ?
આ હોટલનું જમણ પણ એટલું જ ફેમશ છે. કહેવાય છે કે આ હોટલનું મેન્યુ અન્ય કરતા અલગ છે. જે એના ટેસ્ટના કારણે ઘણું ફેમસ છે. હોટલમાં ટેસ્ટ સાથે પરસવામાં પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Gold On 27 (@goldon27)

 

જો તમે આ હોટલમાં જાઓ છો અને કંઈ ખરીદતા નથી તો પણ તમારે પૈસા આપવા પડશે. આ હોટલમાં અંદર જવાની એન્ટ્રી ફી લેવામાં આવે છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati