આ રોકસ્ટારના માત્ર 6 વાળની 10 લાખમાં થઇ હરાજી, જાણો ગિટાર પર લાગી હતી કેટલાની બોલી

આ રોકસ્ટારના માત્ર 6 વાળની 10 લાખમાં થઇ હરાજી, જાણો ગિટાર પર લાગી હતી કેટલાની બોલી
Kurt Cobain

અમેરિકામાં કર્ટ કોબેન નામનો એક રોકસ્ટાર થઇ ગયો. તેના વાળની તાજેતરમાં નીલામી કરવામાં આવી હતી. જેમાં ચાહકોએ લાખો રૂપિયાની બોલી બોલાવી હતી.

Gautam Prajapati

|

May 19, 2021 | 9:09 PM

કલાકાર, સિંગર અને રોકસ્ટાર્સના ચાહકો એવા છે કે તેઓ તેમની સાથે જોડાયેલી ચીજો પણ લાખો-કરોડોમાં ખરીદે છે. કર્ટ કોબેન એક રોકસ્ટાર થઇ ગયો. વર્ષ 1994 માં તેમણે વિશ્વને અલવિદા કહ્યું. પરંતુ હજી તેના ચાહકોની કમી નથી. તેના 6 વાળની ​​હરાજી કરવામાં આવી હોવાના અહેવાલ આવ્યા છે. તેની લોકચાહના એ છે કે તેના છ વાળ પણ લાખો રૂપિયા લેવા લોકપ તૈયાર દેખાયા હતા.

કરી લીધી હતી આત્મહત્યા

આ વ્યક્તિ અમેરિકાનો ગાયક, સોંગ રાઇટર, ગિટારિસ્ટ હતો. તેનું નિર્વાણા નામનું એક બેન્ડ પણ હતું. તે આ બેન્ડનો મુખ્ય કલાકાર હતો. માત્ર 27 વર્ષની વયે 5 એપ્રિલ 1994 ના રોજ તેણે આત્મહત્યા કરી હતી. તેણે પોતાને ગોળી મારી દીધી હતી.

આટલા રૂપિયામાં નીલામ થયા તેના વાળ

તાજેતરમાં તેના છ વાળની ​​લગભગ 14145 ડોલર એટલે કે આશરે 10 લાખ રૂપિયામાં બોલી લાગી. આઇકોનિકની હરાજીમાં આ હરાજી કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી આ વાળને પ્લાસ્ટિકમાં સ્ટોર રાખવામાં આવ્યાં હતાં. નિર્વાણા બેન્ડના પ્રથમ આલ્બમ રજૂ થયાના ચાર મહિના પછી કર્ટ રોકસ્ટારે હેરકટ કરાવ્યા હતા. આલ્બમ સુપરહિટ સાબિત થયું અને રાતોરાત ટે સ્ટાર બની ગયો. કર્ટનું હેરકટ તેની મિત્ર ટેસા ઓસ્બોર્ન દ્વારા ઓક્ટોબર 1989 માં ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું.

તેનું ગિટાર 44 કરોડમાં વેચાયું

ગયા વર્ષે જૂનમાં તેના પ્રખ્યાત ગિટારની પણ હરાજી કરવામાં આવી હતી. ગિટારની હરાજી 6 મિલિયન ડોલર એટલે કે 44 કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેકિંગ ભાવે કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કર્ટનું આ ગિટાર વિશ્વનું સૌથી મોંઘુ ગિટાર છે. તે જ સમયે તેમના એક વીમા પત્રોની પણ હરાજી કરવામાં આવી હતી. તેમાં કર્ટ કોબેનની આખી સહી હતી. 13 લાખ રૂપિયામાં પણ તેની હરાજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: તો શું સિંગાપુર કરશે દિલ્હીના CM કેજરીવાલ સામે કેસ? હાઈ કમિશનરે કહી આ મોટી વાત

આ પણ વાંચો: શું તમે જાણો છો કે બાજી પત્તામાં લાલના બાદશાહને જ કેમ મૂછો નથી હોતી? જાણો અજાણી વાત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati