આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ચૂંટણીમાં ગેરકાયદેસર નાણા વાપરવા બદલ કોર્ટ ફટકારી 1 વર્ષની સજા

અદાલતે એક વર્ષ ઘરમાં નજરબંધ રહેવાની સજા સંભળાવી છે. જો કે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ બ્રેસલેટ પહેરીને ઘરે તેમની સજા પૂરી કરવાની પરવાનગી અપાઈ છે.

આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ચૂંટણીમાં ગેરકાયદેસર નાણા વાપરવા બદલ કોર્ટ ફટકારી 1 વર્ષની સજા
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 4:29 PM

સામાન્ય માણસને સજા થાય એ વાત તો સમજી શકાય તેવી છે. પરંતુ કયારેય પૂર્વ રાષ્ટ્રપતિને સજા થઇ હોય એવી વાત સાંભળી છે ? પરંતુ આ વાત સાચી છે. આ મામલો ફ્રાન્સનો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી (Nicolas Sarkozy) 2021માં બીજી વાર ચૂંટણી લડવાના નિષ્ફ્ળ પ્રયાસ માટે ગેરકાયદે ઝુંબેશ ધિરાણ (Illegal campaign financing) માટે દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે એક વર્ષ સુધી ઘરમાં નજરબંધ રહેવાની સજા ફટકારી છે. જો કે ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ બ્રેસલેટ પહેરીને ઘરે તેમની સજા પૂરી કરવાની પરવાનગી અપાઈ છે. સરકોઝી 2007 થી 2012 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા અને તેમણે કંઈપણ ખોટું ના કર્યું હોવાનો ઇનકાર કર્યો હતો. સંભાવના એ પણ છે કે તે આ નિર્ણય સામે અપીલ કરે.

ચુકાદો સંભળાવતી વખતે સરકોઝી પેરિસ કોર્ટમાં હાજર ન હતા. તેમના પર ફરીથી ચૂંટણીમાં ભાગ લેવા માટે ખર્ચની રકમ વધુમાં વધુ 2.75 કરોડ ડોલરથી બમણો ખર્ચ કરવાનો આરોપ છે. તેમને સમાજવાદી નેતા ફ્રાન્કોઇસ ઓલાંદે હરાવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોર્ટે કહ્યું કે સરકોઝી સારી રીતે જાણે છે કે પૈસા ખર્ચવાની મર્યાદા ઓળંગાઈ ગઈ છે. પરંતુ આ પછી પણ તેણે વધારાના ખર્ચ પર લગામ ન લગાવી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સરકોઝી લાંબા સમયથી તેમની સામેના આરોપોને નકારી રહ્યા છે. મે અને જૂનમાં પણ તેણે કોર્ટમાં પોતાની નિર્દોષતાની વાત કરી હતી.

એકાઉન્ટન્ટ્સે પૈસાની મર્યાદા ઓળંગવાની ચેતવણી આપી હતી ચૂંટણી ભંડોળના કેસના સંદર્ભમાં સરકારી વકીલો માને છે કે 2012 ની ચૂંટણી પહેલા સરકોઝી જાણતા હતા કે તેમનો ખર્ચ કાયદાની મહત્તમ મર્યાદાની નજીક છે. ફ્રેન્ચ કાયદા હેઠળ ચૂંટણીમાં વપરાતા નાણાં સખત મર્યાદિત છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર આરોપ લગાવ્યો કે તેમના એકાઉન્ટન્ટ્સે તેમને પૈસા અંગે બે વખત ચેતવણી આપી હતી. પરંતુ તેમણે તેમની અવગણના કરી હતી.

વકીલોએ દલીલ કરી હતી કે સરકોઝી એકમાત્ર વ્યક્તિ છે જે તેના અભિયાન માટે ભંડોળ પૂરું પાડે છે અને તેણે વિશાળ રેલીઓ સહિત અનેક રેલીઓ યોજીને નાણાંની મર્યાદાને વટાવી દીધી છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના બચાવમાં આ કહ્યું આ સુનાવણી દરમિયાન સરકોઝીએ કોર્ટને કહ્યું કે વધારાના નાણાં તેમના અભિયાન માટે ઉપયોગમાં લેવાયા નથી. પરંતુ તેના બદલે અન્ય લોકોને ધનવાન બનાવવામાં મદદ કરી છે. તેમણે કોઇ કપટપૂર્ણ ઇરાદાનો ઇનકાર કર્યો હતો. તેણે એવો પણ આગ્રહ કર્યો કે તે રોજ-બરોજનું કાર્યક્રમ સંભાળતા નથી કારણ કે તેની પાસે તે કરવા માટે એક ટીમ હતી.

તેથી ખર્ચની રકમ માટે તેને દોષી ઠેરવી શકાય નહીં. આ કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ સિવાય 13 અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યો, એકાઉન્ટન્ટ્સ અને રેલી આયોજકોનો સમાવેશ થાય છે. તેઓ બધાએ બનાવટી, વિશ્વાસ ભંગ, છેતરપિંડી અને ગેરકાયદે ભંડોળ સહિતના ઘણા આરોપોનો સામનો કર્યો હતો.

આ પણ વાંચો : UP Good News: યોગી સરકાર 55 લાખથી વધુ લોકોના ખાતામાં 1500 રૂપિયા મોકલશે, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો :Amrinder singh : પંજાબના રાજકારણમાં ઉથલપાથલથી પરેશાન ભારતીય ફૂટબોલ સ્ટારે ટ્વિટર પર હાથ જોડીને કહ્યું- મને બચાવો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">