કોરોનાને કાબૂમાં કરનારા ન્યૂઝીલેન્ડમાં આવ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ, જાણો શું છે તેનું કારણ ?

કોરોનાને કાબૂમાં કરનારા ન્યૂઝીલેન્ડમાં આવ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ, જાણો શું છે તેનું કારણ ?
New Zealand PM Jacinda Ardern

કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે સમગ્ર વિશ્વમાં ન્યુઝીલેન્ડની પ્રશંસા કરવામાં આવી રહી હતી. પરંતુ હવે સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ જણાય છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ મંગળવારે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Oct 19, 2021 | 6:29 PM

New Zealand Corona Cases 2021: એક સમય હતો જ્યારે કોરોના વાયરસ મહામારીને નિયંત્રિત કરવા માટે સમગ્ર વિશ્વમાં ન્યુઝીલેન્ડની પ્રશંસા કરવામાં આવી રહી હતી. પરંતુ હવે સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ જણાય છે. દેશમાં કોરોના સંક્રમણના કેસો મંગળવારે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે.

અહીંના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અધિકારીઓએ લોકોને બે મહિનાના લોકડાઉનમાંથી (Lockdown) શહેરને બહાર કાઢવા માટે રસી લેવા માટે અપીલ કરી છે, જેથી પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે એક દિવસમાં 94 નવા કેસ નોંધાયા છે.

અગાઉ 18 મહિનાના ગાળામાં બે વાર 89 જેટલા કેસ નોંધાયા હતા. મોટાભાગના નવા કેસ ઓકલેન્ડમાંથી (Auckland Covid-19 Cases) આવી રહ્યા છે. જ્યારે નજીકના વાયકાટો જિલ્લામાં સાત કેસ આવ્યા છે. વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન (Jacinda Ardern) કહે છે કે લોકડાઉનના નિયમો તોડવાના કારણે કેસો વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે મોટાભાગના નવા કેસ યુવાનોમાં આવી રહ્યા છે.

વડાપ્રધાન અર્ડર્ને કહ્યું, હું જાણું છું કે લોકો માટે કેસમાં ઉતાર -ચઢાવ સરળ નથી. ખાસ કરીને તમાકી માકારઉ શહેરના લોકો માટે. હું ફરી એકવાર કહેવા માંગુ છું કે આપણે નબળા નથી. આપણી પાસે પૂરતી ક્ષમતા હોવી જોઈએ કે આપણે કેસને જેટલા ઓછા આવે તે જોવું જોઈએ. આ ઉપરાંત વ્યવસાય બંધ કરવા સહિત અન્ય પગલાં પણ અપનાવવામાં આવ્યા હતા, જેના કારણે વાયરસને નિયંત્રિત કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર કેસ ઝડપથી વધી રહ્યા છે.

ઝડપથી ફેલાઈ રહ્યો છે ડેલ્ટા વેરિઅન્ટ તેની પાછળનું કારણ ડેલ્ટા વેરિએન્ટ પણ છે, જે ઝડપથી ફેલાય રહ્યો છે. આ સિવાય સરકારે ઓકલેન્ડમાં લોકડાઉનના નિયમો હળવા કરીને લોકોને તેમની ઓફિસે જવાની મંજૂરી આપી છે. ત્યારથી કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન અર્ડર્ને વધુમાં કહ્યું કે સરકાર રસીકરણને ઝડપી બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ માટે વેક્સાથોન ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત 1,30,000 લોકોને રસી મળી છે. આ સંખ્યા ન્યૂઝીલેન્ડની કુલ 5 મિલિયન વસ્તીના લગભગ 2 ટકા છે. અર્ડર્ને કહ્યું છે કે ઓકલેન્ડમાં લોકડાઉન માત્ર રસીકરણ સંખ્યાના આધારે જ સમાપ્ત થશે.

આ પણ વાંચો : US-UAE અને ઈઝરાયલના વિદેશ મંત્રીઓ સાથે એસ-જયશંકરની મહત્વની બેઠક, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

આ પણ વાંચો : Corona : ચીનમાં ફરી કોરોના સંક્ર્મણે માથું ઊંચક્યું, લોકડાઉન થતા જ રસ્તાઓ થયા સુમસામ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati