Nepal: વડા પ્રધાન દેઉબા બીજી વખત નેપાળી કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી જીત્યા, રાજકીય શક્તિમાં થયો વધારો

Nepal Congress Elections: નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની રાજકીય શક્તિમાં વધારો થયો છે. તેઓ નેપાળી કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી જીત્યા છે.

Nepal: વડા પ્રધાન દેઉબા બીજી વખત નેપાળી કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી જીત્યા, રાજકીય શક્તિમાં થયો વધારો
Prime Minister Deuba
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:31 PM

Nepal Congress Elections: નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની રાજકીય શક્તિમાં વધારો થયો છે. તેઓ નેપાળી કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી જીત્યા છે.

દેઉબાને 4,623માંથી 2,733 વોટ મળ્યા. જોકે, ચૂંટણી મંડળે હજુ સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યા નથી. પરંતુ દેઉબા પાર્ટી અધ્યક્ષ તરીકે બીજી ટર્મ માટે ચૂંટાયા છે. તેમણે ડો.શેખર કોઈરાલાને હરાવ્યા છે. બાકીના ઉમેદવારોએ બીજા તબક્કામાં જ હાર સ્વીકારી લીધી હતી. દેઉબા અને કોઈરાલા ઉપરાંત પ્રકાશ માન સિંહ, બિમલેન્દ્ર નિધિ અને કલ્યાણ ગુરુંગ ઉમેદવાર હતા.

પ્રથમ રાઉન્ડમાં, દેઉબા સહિત પાંચમાંથી કોઈ પણ ઉમેદવારને કુલ પડેલા મતોના 50 ટકાથી વધુ મત મળ્યા નથી. જે પછી નેપાળી કોંગ્રેસના પ્રતિનિધિઓએ મંગળવારે પાર્ટી અધ્યક્ષ (શેર બહાદુર દેઉબા ચૂંટણી જીત્યા)ની પસંદગી માટે બીજી વખત મતદાન કર્યું. સોમવારના મતદાનમાં કુલ 4,743 લાયક મતદારોમાંથી 4,679 માન્ય મત પડ્યા હતા અને 76 અમાન્ય જાહેર થયા હતા. જેમાં વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ દેઉબા અને શેખર કોઈરાલાને અનુક્રમે 2,258 અને 1,702 મત મળ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તમે અગાઉ ચૂંટણી કેમ ન જીત્યા?

અગાઉ, દેઉબા પાર્ટીની ચૂંટણીમાં પ્રથમ આવ્યા હતા, પરંતુ તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતી શક્યા ન હતા કારણ કે તેમને પક્ષના 14મા સામાન્ય સત્ર દરમિયાન પડેલા કુલ મતોના 50 ટકાથી વધુ મત મળ્યા ન હતા. પાર્ટીના નિયમો અનુસાર પાર્ટીના અધ્યક્ષ બનવા માટે ઉમેદવારને 50 ટકાથી વધુ વોટ મળવાના હોય છે. જો આમ ન થાય તો પ્રથમ અને બીજા તબક્કાના મતદાનમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારો વચ્ચે જંગ જામે છે.

ભારત માટે શા માટે સારું?

દેઉબા ચાર વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેમને ભારત તરફી (Sher Bahadur Deuba on India) ગણવામાં આવે છે. 2017માં જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ દિલ્હી આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ ભારત અને મધેસીઓ સાથેના આર્થિક સંબંધો અંગે તેમના નરમ વલણ માટે પણ જાણીતા છે. નેપાળી કોંગ્રેસના પ્રતિનિધિઓએ આગામી ચાર વર્ષ માટે સત્તાધારી પક્ષના નવા પ્રમુખની ચૂંટણી માટે મતદાન કર્યું. જેમાં દેઉબાનો વિજય થયો છે.

આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC DCIO Result 2021: ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, સીધા લિંક પરથી તપાસી શકો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">