રવિવારે મુસ્તાંગના કોવાંગમાં નેપાળની (Nepal) તારા એરલાઈન્સનું (Tara Airlines) ગુમ થયેલું વિમાન મળી આવ્યું હોવાના સમાચાર આવ્યા છે. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના વડાએ માહિતી આપી છે કે પ્લેન કોવાંગમાં ટ્રેસ કરવામાં આવ્યું છે. આ વિમાનની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ પ્લેનમાં 4 ભારતીયો સહિત કુલ 22 લોકો સવાર હતા.
Aircraft found at Kowang of Mustang. The status of the aircraft is yet to be ascertained: Tribhuvan International Airport chief . #taraairline
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2022
તે જ સમયે નેપાળ આર્મીના પ્રવક્તા નારાયણ સીલવાલે કહ્યું છે કે સ્થાનિક લોકો દ્વારા નેપાળ સેનાને આપવામાં આવેલી માહિતી અનુસાર તારા એરલાઈન્સનું વિમાન મનપથી હિમલ વિસ્તારના નીચેના ભાગમાં લમચે નદીમાં ક્રેશ થયું છે. નેપાળની સેના ત્યાં પહોંચી રહી છે. આ વિમાનમાં 4 ભારતીય અને 3 જાપાની નાગરિકો હતા. બાકીના નેપાળી નાગરિકો હતા અને વિમાનમાં ક્રૂ સહિત 22 મુસાફરો હતા, તેવો સ્ટેટ ટેલિવિઝનનો અહેવાલ જણાવે છે. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે પ્લેન પોખરાથી જોમસોમ માટે સવારે 9:55 વાગ્યે ઉડાન ભરી હતી.
તમને જણાવી દઈએ કે રવિવારે નેપાળના મોટા શહેર પોખરાથી ટેકઓફ કર્યા બાદ તારા એરલાઈન્સનું નાનું પ્લેન સવારે પહાડી વિસ્તારમાં ગુમ થઈ ગયું હતું. તારા એરે માહિતી આપી હતી કે એરલાઇનના ટ્વીન ઓટર 9N-AET વિમાને પોખરાથી સવારે ઉડાન ભરી હતી, પરંતુ 15 મિનિટ પછી ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
છેલ્લે જોમસોમ ઉપર આકાશમાં જોવા મળ્યું હતું
મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, “વિમાનને મુસ્તાંગ જિલ્લાના જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક થયો ન હતો.” તે જ સમયે, તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું કે કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.