Nepal: PM Modiનું પૂતળું સળગાવવાની ઘટના પર ગુસ્સે થઇ નેપાળ સરકાર, પોતાના નાગરીકોને આપી ચેતવણી

નેપાળના ગ્રૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં નેતાની ઓળખાણ જાહેર નથી કરી પરંતુ આવા નિંદનીય અને અપમાનજનક કાર્યો પર આપત્તિ દર્શાવી છે.

Nepal: PM Modiનું પૂતળું સળગાવવાની ઘટના પર ગુસ્સે થઇ નેપાળ સરકાર, પોતાના નાગરીકોને આપી ચેતવણી
Citizens should not do any work affecting relations with friendly countries says Government of Nepal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:04 PM

નેપાળ સરકારે (Nepal Govt) રવિવારે પોતાના નાગરીકોને મિત્ર દેશોના સન્માનને નુક્સાન પહોંચાડવા વાળા કોઇ પણ નિંદનીય અને અપમાનજનક કાર્ય નહીં કરવાની ચેતવણી આપી છે. નેપાળ સરકારે આ ચેતવણી દેશમાં પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi)પૂતળું સળગાવવાની ઘટના બાદ આપી છે. નેપાળના ગ્રૃહ મંત્રાલય (Ministry of Home Nepal) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ગત કેટલાક દિવસોમાં મિત્ર દેશના પ્રધાનમંત્રીની છબીને ખરાબ કરવા માટે સૂત્રોચ્ચાર, પ્રદર્શન અને વિરોધમાં પૂતળા સળગાવવાની ઘટના સામે આવી છે.

નેપાળના ગ્રૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં નેતાની ઓળખાણ જાહેર નથી કરી પરંતુ આવા નિંદનીય અને અપમાનજનક કાર્યો પર આપત્તિ દર્શાવી છે. નેપાળ સરકારનું આ કડક નિવેદન સત્તારૂઢ ગઠબંધન અને વિપક્ષી દળો સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થી અને યુવા સંગઠનો દ્વારા જુલાઇમાં ભારત પાસેની સીમા પર મહાકાલી નદી પાર કરતા નેપાલી યુવકની ડૂબવાની ઘટનાના વિરોધમાં પ્રધાનમંત્રી મોદીના પૂતળાને સળગાવાયા બાદ આવ્યુ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “નેપાળ સરકાર તમામ મૈત્રીપૂર્ણ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા ઈચ્છે છે અને રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ પ્રવૃત્તિ અટકાવવા પ્રતિબદ્ધ છે.” અમે દરેકને વિનંતી કરીએ છીએ કે મૈત્રીપૂર્ણ દેશોના સન્માન અને ગૌરવને હાનિ પહોંચે તેવું કોઇપણ કાર્ય ન કરો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું કે નેપાળની લાંબી પરંપરા રાજદ્વારી માધ્યમો અને પરસ્પર વાતચીત દ્વારા પડોશી દેશો સાથેના વિવાદોને ઉકેલવાની છે.”ભવિષ્યમાં પણ, રાજદ્વારી પહેલ અને પરસ્પર વાતચીતનો ઉપયોગ કોઈપણ વિવાદને ઉકેલવા માટે કરવામાં આવશે,” નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે, ગૃહ મંત્રાલય પડોશી દેશોને નિશાન બનાવતી પ્રવૃત્તિઓને રોકવા માટે પગલાં લેશે.

કહેવાય છે કે બિયાસ ગ્રામ્ય નગરપાલિકાના 33 વર્ષીય જયસિંહ ધામી કામચલાઉ રોપ-વે દ્વારા મહાકાળી નદી પાર કરી રહ્યા હતા પરંતુ ભારત-નેપાળ સરહદની રક્ષા કરતા શસસ્ત્ર સીમાના જવાનોને જોઈને નદીમાં કૂદી પડ્યા હતા. ભારતમાં અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ધામી ગેર કાયદેસર રીતે નેપાળના ધારચુલાથી ભારતના ઉત્તરાખંડ રાજ્યના પિથૌરાગઢ જિલ્લામાં સ્થિત ગાસ્કૂ આવી રહ્યા હતા આ કેસની તપાસ કરી રહેલી નેપાળી તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ઘટના ભારતીય સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં બની હતી.

આ પણ વાંચો –

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન

આ પણ વાંચો –

IND vs ENG: આ પૂર્વ ઇંગ્લીશ કેપ્ટનને ચેતશ્વર પુજારા માં પાકિસ્તાનનો ઇંઝમામ ઉલ હક દેખાવા લાગ્યો !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">