NASA નું રોવર ગુરુવારે મંગળના જજીરો ક્રેટરમાં કરશે લેન્ડિંગ, મંગળ પર શોધશે જીવન
નાસાનું મંગળ રોવર લગભગ 4 મિલિયન કિ.મી.ની મુસાફરી પછી મંગળ પર ઉતરાણની નજીક છે. ગુરુવારે 18 ફેબ્રુઆરી 2021ના રોજ તે મંગળની સપાટી પર ઉતરશે. જેના માટે યુ.એસ. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો ખબ ઉત્સાહિત છે.
NASA નું મંગળ રોવર લગભગ 4 મિલિયન કિ.મી.ની મુસાફરી પછી મંગળ પર ઉતરાણની નજીક છે. ગુરુવારે 18 ફેબ્રુઆરી 2021 ના રોજ તે મંગળની સપાટી પર ઉતરશે. જેના માટે યુ.એસ. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો ખબ ઉત્સાહિત છે. જેમાં રોવરનું સફળ ઉતરાણ એ નક્કી કરશે કે ત્યાં વધુ સંશોધન કેવી રીતે કરવામાં આવશે. જણાવી મંગળ પર ઉતરનારૂ આ નાસાનું પાંચમુ રોવર છે. રોવર યુએસના સ્થાનિક સમયે બપોરે 3:55 વાગ્યે જજીરો ક્રેટરમાં લેન્ડ કરશે.
NASA ના જણાવ્યા અનુસાર જેટ પ્રોપલ્શન લેબના વૈજ્ઞાનિક તેની પર નજર રાખી રહ્યા છે અને અત્યારે બધુ બરાબર છે. જો કે તેમનું માનીએ આ લેન્ડિંગ પડકારજનક હશે. નાસા કહે છે કે આ તેમનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. નાસાના વૈજ્ઞાનિક થોમસ જર્બુકેન અનુસાર આ રોવર મંગળ પર જીવનની શોધ કરશે.
નાસાના વૈજ્ઞાનિકોનું માનીએ તો જે સ્થળે રોવર લેન્ડ થવાનું છે. તે સ્થળ પર પહેલા નદી વહેતી હતી અથવા તો ત્યાં કોઇ ઝરણું હતું. જેના લીધે જ અહિયાં ડેલ્ટાનું નિર્માણ થયું છે. અરબો વર્ષ પૂર્વે અહિયાં જીવન રહ્યું છે. પરતું અહિયાં ક્રેટરમાં અનેક ખડકો ઉભા છે અને રેતીની ઢગલી પણ છે. અહિયાં મોટા- મોટા પથ્થર છે. તેથી આ લેંડિગ સૌથી વધારે મહત્વનું છે. મંગળ પર અત્યારે થયેલા લેંડિગમાં માત્ર 50 ટકા પ્રયાસ જ સફળ રહ્યા છે. અહીની ભોગોલિક સંરચના ખૂબ જ જટિલ છે. પરસિવરેન્સની ટીમે આમ તો પોતાના અભ્યાસથી અનેક વસ્તુઓ શીખી છે. તેમજ ટેકનિક પણ તેનો સાથ આપી રહી છે. ટેકનિકના માધ્યમથી આજે આ સ્પેશક્રાફ્ટને સફળતાપૂર્વક લેન્ડ કરાવવાની ક્ષમતા પણ ધરાવે છે.