NASAએ લાલ મંગળ પર વાદળી રંગની ટેકરીઓની તસવીરો જાહેર કરી

ઓડીસી ઓર્બિટર દ્વારા લેવાયેલ ફોટાઓ, લોકોની વચ્ચે મૂકીને NASAએ મંગળ માટે વધુ જાણવા અનેક લોકોમાં વધુ જીજ્ઞાસા ઊભી કરી

NASAએ લાલ મંગળ પર વાદળી રંગની ટેકરીઓની તસવીરો જાહેર કરી
લાલ મંગળની વાદળી તસવીર
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 1:38 PM

આજકાલ, નાસા દ્વારા સમયાતરે મંગળ ગ્રહની અનેકવિધ તસવીરો લોકો માટે ઉપલબ્ધ કરાતા, મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોમાં ઘણીબધી જીજ્ઞાસા જોવા મળી રહી છે. આથી જ વિશ્વના દરેક દેશ ઝડપથી આ લાલ ગ્રહ ( red Mars) પર પહોંચવા આતુર રહે છે. દરમિયાન ગુરુવારે અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ ( NASA) મંગળની સુંદર તસવીર જાહેર કરી છે. આ તસ્વીર જોઈને લોકો ખાસ કરીને મંગળ વિશે જેમને દિલચસ્પી છે તે લોકો વધુ જાણવા માંગશે. ખરેખર, આ તસવીર બ્લુ ડ્યુન્સ ( Blue Dunes ) એટલે કે મંગળ ઉપર, વાદળી રંગના દેખાતા ટેકરાઓની છે.

નાસાની આ તસવીર વાયરલ થઈ આ ફોટો શેર કરતી વખતે નાસાએ કેપશન લખી હતી કે, “Blue Dunes on the Red Planet” એટલે લાલ ગ્રહ પર વાદળી ટેકરા. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અને જીજ્ઞાસુઓમાં ધુમ મચાવી રહી છે. નાસાએ કહ્યા મુજબ, આ તસવીર મંગળ ગ્રહના ઉત્તર ધ્રુવથી લેવામાં આવી છે. જે આ લાલ ગ્રહ પર ઝડપથી ફુકાતા પવનના કારણે આકાર પામી છે. મંગળ પરનો આ વિસ્તાર આશરે 30 કિલોમીટર સુધી ફેલાયેલો છે.

વાદળી દેખાવાનું કારણ કઈક આવુ છે આ ખાસ તસવીર નાસાના મંગળ ઓડિસી ઓર્બિટરના ઇન્ફ્રારેડ કેમેરાથી લેવામાં આવી છે. ઓર્બિટરમાં સ્થિત આ કેમેરાને થર્મલ ઇમિશન ઇમેજિંગ સિસ્ટમ (Themis) કહેવામાં આવે છે. નાસાએ કહ્યું કે આ તસ્વીરમાં જુદા જુદા રંગો ખરેખર લાલ ગ્રહની સપાટી પર વિવિધ તાપમાન દર્શાવે છે. આ ચિત્રમાં જોવા મળતો પીળો અથવા નારંગી રંગ ઉચ્ચ તાપમાન સૂચવે છે, જ્યારે વાદળી રંગ ઠંડા તાપમાનને સૂચવે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ઓડિસી ( Odyssey) મંગળનું તાપમાન માપી રહ્યું છે નાસાએ એવી પણ વિગતો આપી છે કે, મંગળ ઓડિસી ઓર્બિટરની થેમિસ સિસ્ટમ મંગળનું તાપમાન દિવસ અને રાત એમ બંનેનું માપે છે. આનાથી વૈજ્ઞાનિકોને નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શું આ ગ્રહ પર ખડક, રેતી અથવા ધૂળ જેવી ભૌગોલિક સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. તેનો ડેટા મંગળ ઉપરની ગરમી અને ઠંડી જ નહી અન્ય બાબતોની પણ જાણકારી મળી રહે છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">