શું વાત કરો છો !! ભૂકંપ સમયે ઊંદર બચાવશે લોકોનો જીવ, જાણો કઈ રીતે

ભૂકંપ (Earthquake) જયારે આવે છે તે પોતાની સાથે તબાહી લઈને આવે છે. તેમાં પણ જો 6 કે 7ની તીવ્રતાનો ભૂકંપ હોય તો તે તબાહીની સાથે સાથે મૃત્યુ પણ લઈને આવે છે. ગુજરાતના 2001થી લઈને વિશ્વના મોટા અને વિનાશક ભૂકંપો વિશે આપણે જાણીએ છે. ભૂકંપને કારણે લાખો પરિવાર વેર વિખેર થઈ જાય છે. અને તે પ્રદેશને […]

શું વાત કરો છો !! ભૂકંપ સમયે ઊંદર બચાવશે લોકોનો જીવ, જાણો કઈ રીતે
ભૂકંપ સમયે ઊંદર બચાવશે લોકોનો જીવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 11:51 PM

ભૂકંપ (Earthquake) જયારે આવે છે તે પોતાની સાથે તબાહી લઈને આવે છે. તેમાં પણ જો 6 કે 7ની તીવ્રતાનો ભૂકંપ હોય તો તે તબાહીની સાથે સાથે મૃત્યુ પણ લઈને આવે છે. ગુજરાતના 2001થી લઈને વિશ્વના મોટા અને વિનાશક ભૂકંપો વિશે આપણે જાણીએ છે. ભૂકંપને કારણે લાખો પરિવાર વેર વિખેર થઈ જાય છે. અને તે પ્રદેશને પાછો પહેલા જેવો કરવામાં વર્ષો વીતી જાય છે.

જ્યારે ગંભીર ભૂકંપ આવે છે, ત્યારે કાટમાળ નીચે દટાયેલા લોકોનો સંપર્ક કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક બચેલા લોકોની મદદ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢવું ખુબ જરુરી છે. આફ્રિકાના વૈજ્ઞાનિકો અને એપોપો નામની એક એનજીઓએ ઊંદરોને (Rats) તાલીમ આપવાનું શરૂ કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ પીઠ પર બેગ લટકાવેલા આ ઉંદરો ભૂકંપ સમયે બચાવ ટીમની મદદ કરીને જોખમમાં ફસાયેલા લોકોનો જીવ બચાવી શકશે.

ઉંદરોનું નામ છે હીરો રેટ્સ

આ સંશોધનનું નેતૃત્વ કરી રહેલા ડો.ડોના કીનનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 7 ઉંદરોને તાલીમ આપવામાં આવી છે. તે બઘાએ માત્ર 2 અઠવાડિયામાં જ ઝડપથી બધું શીખી લીધું. એપોપોની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, આ ઉંદરો આફ્રિકામાં જોવા મળતા પાઉચ્ડ રેટ્સ પ્રજાતિના છે. તેમને ‘હીરો રેટસ’ નામ આપવામાં આવ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભૂકંપ સમયે લોકોને કાટમાળમાંથી બચાવવા માટેના આ પ્રોજેક્ટ માટે ઉંદરોને પસંદ કરવામાં આવ્યા હતા. કારણ કે તેમને તાલીમ આપવી સરળ હોય છે. તેઓ ગંધ સારી રીતે પારખી શકે છે. ઉંદરો સરેરાશ 6 થી 8 વર્ષ જીવે છે. તેઓ નાની જગ્યાઓમાં પણ સરળતાથી પ્રવેશ કરે છે.

આ રીતે કામ કરશે હીરો રેટ્સ

મળતી માહિતી અનુસાર, ઉંદરની બેગમાં માઈક્રોફોન, વીડીયો ડિવાઈસ અને સાથે સાથે લોકેશન ટ્રેકર રાખવામાં આવ્યા છે. તેના દ્વારા રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી શકશે, તેમની સાથે વાત કરી શકશે અને તેમની સ્થિતિ જાણી શકશે. હાલમાં, ઉંદરોને ટ્રેનિંગ માટે નકલી કાટમાળમાં લઈ જવા રહ્યા છે અને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ખુબ જ જલ્દી તેમને તુર્કી લઈ જવામાં આવશે, કારણ કે ત્યાં દરરોજ ભૂકંપની ઘટનાઓ બનતી હોય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">