Free Wi-Fi : અહીં લાંબા સમયથી ફ્રીમાં મળી રહ્યું છે Wi-Fi, 21 હજાર જગ્યા પર ફ્રી છે ઇન્ટરનેટ

દરેક વ્યક્તિને Free Wi-Fi પસંદ છે મેક્સિકો સિટી એકમાત્ર શહેર છે જે મફત વાઇફાઇ હોટસ્પોટ ઓફર કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આ શહેરનું નામ Guinness World Record માં પણ નોંધાયેલું છે.

Free Wi-Fi : અહીં લાંબા સમયથી ફ્રીમાં મળી રહ્યું છે Wi-Fi, 21 હજાર જગ્યા પર ફ્રી છે ઇન્ટરનેટ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 9:52 AM

આજના સમય પ્રમાણે ફ્રી વાઈફાઈ (Free Wi-Fi) દરેક વ્યક્તિને પસંદ હોય છે, દરેક જગ્યાએ ફ્રી વાઈફાઈ મેળવવા માટે લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હવે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં ફ્રી વાઈફાઈ હોટસ્પોટની (Free Wi-Fi Hotspots) સુવિધા ઉપલબ્ધ છે. હા આ વાત સાચી છે પરંતુ અમને ખાતરી છે કે આ સમાચાર જાણ્યા પછી તમે હેરાન થઇ જશો.

અમે તમને જણાવીએ કે મેક્સિકો સિટી વિશ્વનું એકમાત્ર શહેર છે, જ્યાં મહત્તમ સંખ્યામાં ફ્રી Wi-Fi હોટસ્પોટ આપવામાં આવે છે. અમે આ અંદાજ નથી લગાવ્યો. પરંતુ આ એક રેકોર્ડ છે. તાજેતરમાં આ શહેરનું નામ સૌથી વધુ Free Wi-Fi Hotspots ધરાવવા માટે Guinness World Recordમાં નોંધાયેલું છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેક્સિકો સિટીમાં 21 હજાર 500 હોટસ્પોટ છે. જેનો શહેરના 90 લાખ લોકો લાભ લે છે. હવે તમે કલ્પના કરી શકો છો કે અહીં લોકો કેટલી ફ્રી નેટ ચલાવતા હશે, આ Wi-Fi હોટસ્પોટ્સ મુખ્યત્વે જાહેર વાહનોમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. કોરોના મહામારીને કારણે બાળકોની શાળાઓ બંધ કરવામાં આવી હતી. તેથી આ હોટસ્પોટ વધારવામાં આવ્યા છે જેથી બાળકો આરામથી અને દરરોજ તેમના ઑનલાઇન વર્ગોમાં હાજરી આપી શકે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મેક્સિકો સિટીના મેયર ક્લાઉડિયા શેનબૌમને (Mayor Claudia Sheinbaum) એક ફ્રી અર્બન Wi-Fi નેટવર્કમાંથી (Urban Wi-Fi network) લોકોને સૌથી વધુ હોટસ્પોટ આપવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મેયર કહે છે કે- મેં શહેરના લાખો લોકોને ફ્રી ઈન્ટરનેટ આપવાનો નિર્ણય લીધો હતો.

કોરોના મહામારી દરમિયાન લોકો દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને મેં તે લોકો સુધી ઈન્ટરનેટ પહોચાડ્યું જે લોકો ઈન્ટરનેટ માટે પૈસા ખર્ચી શકે એમ ના હતા. ખાસ કરીને આ લિસ્ટમાં એ લોકો સામેલ છે જેમના ઘરે ઈન્ટરનેટ કનેક્શન નથી. તેઓ આ હોટસ્પોટ દ્વારા પોતાનું કામ કરી શકશે.

જ્યારે મેક્સિકોમાં ફ્રી વાઈ-ફાઈ કોઈપણ શરત વિના આપવામાં આવી રહ્યું છે. ત્યાં ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં ઈન્ટરનેટ આપતા પહેલા ખૂબ જ રમુજી શરતો મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અમેરિકાના સેક્સસમાં એક થાઈ રેસ્ટોરન્ટમાં વાઈ-ફાઈનો પાસવર્ડ દિવાલ પર ચોંટાડવામાં આવ્યો છે. જેનું કારણ એ છે કે તે સમયે તમે જે પણ ખાશો તેનો ફોટો ક્લિક કરીને તમે અપલોડ કરી શકો છો.

તે જ સમયે અન્ય થાઈ રેસ્ટોરન્ટમાં લોકોએ Wi-Fi પાસવર્ડ મેળવવા માટે એક લાંબુ ગાણિતિક સમીકરણ ઉકેલવું પડ્યું. તમને જણાવી દઈએ કે આ સમીકરણનો જવાબ પાસવર્ડ હતો. જેનો ઉપયોગ રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો કરી શકે છે. જોકે મેક્સિકો સિટીમાં લોકોની સુવિધા માટે નેટ લગાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Good news : કોરોના સામેની જંગ જીતવી થશે સહેલી, વધુ 2 દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી

આ પણ વાંચો : Happy Birthday Amjad Khan : ‘શોલે’ના ‘તેરા ક્યા હોગા કાલિયા’ થી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર અમજદ ખાનની જાણી-અજાણી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">