Mark Zuckerberg ત્રીજી વાર બનશે પિતા, પોતાની પત્ની સાથે મળી ફેસબુક શેયર કરી Good News

તેઓ પોતાની સફળતાનો શ્રેય પોતાની પત્ની પ્રિસિલા ચાનને (Priscilla Chan) આપે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક માર્ક જકરબર્ગે હાલમાં ફેસબુક પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે એક ગુડ ન્યૂઝ શેયર કર્યા છે.

Mark Zuckerberg ત્રીજી વાર બનશે પિતા, પોતાની પત્ની સાથે મળી ફેસબુક શેયર કરી Good News
Mark Zuckerberg is going to be a father for the third time Image Credit source: Facebook
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 11:54 PM

Mark Zuckerberg Announces Good News : આજે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને નાનામાં નાનું બાળક ઓળખે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગને આજે આખી દુનિયા ફેસબુકને કારણે જાણે છે. તેમની આ અનોખી એપ દ્વારા આખી દુનિયાના લોકો વચ્ચેનું અંતર ઘટ્યુ હતુ. લોકો નવા મિત્રો બનાવી શક્યા, પોતાના જૂના મિત્રોને મળી શક્યા, પોતાના જીવનના પ્રસંગો અને ખુશખબરો મિત્રો સાથે શેયર કરી શક્યા. આજે પણ ફેસબુક પોતાના યુઝરની સુવિધાઓમાં વધારો કરી રહ્યુ છે. ફેસબુકના સ્થાપક માર્ક જકરબર્ગે ફેસબુકથી થતી કમાણીની સાથે સાથે દુનિયાભરના લોકોનો પ્રેમ પણ મેળ્યો છે. તેઓ પોતાની સફળતાનો શ્રેય પોતાની પત્ની પ્રિસિલા ચાનને (Priscilla Chan) આપે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક માર્ક ઝુકરબર્ગ હાલમાં ફેસબુક પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે એક ગુડ ન્યૂઝ શેયર કર્યા છે.

હાલમાં પોસ્ટ કરેલી ફેસબુક પોસ્ટમાં માર્ક ઝુકરબર્ગ પોતાની પત્ની પ્રિસિલા ચાન સાથેનો ફોટો શેયર કર્યો છે. તેમાં તેઓ ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.તેના કેપ્શનમાં લખ્યુ છે કે, સૌને ઘણો બધો પ્રેમ, એ જણાવતા ખુશી થઈ રહી છે કે મેક્સ અને અગસ્તને આવતા વર્ષે એક નાની બહેન મળશે. જણાવી દઈએ કે, મેક્સ અને અગસ્ત એ માર્ક ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાનના પહેલા 2 સંતાનો છે.

આ રહી માર્ક ઝુકરબર્ગની ફેસબુક પોસ્ટ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શુભકામનાઓની થઈ વર્ષા

તેમની આ પોસ્ટ સાથે જ દુનિયાભરના લાખો લોકોએ તેમને આ ખુશખબરી માટે શુભકામનાઓ પાઠવી હતી. દુનિયાભરના સામાન્યથી લઈને મોટી હસ્તી સુધીની લોકોએ તેમને તેમની નવી સંતાન માટે એડવાન્સમાં શુભકામનાઓ આપી છે.માર્ક ઝુકરબર્ગ અને પ્રિસિલાની પહેલી 2 સંતાન પણ દીકરી છે, તેમનું નામ આગળ જણાવ્યા મુજબ મેક્સ અને અગસ્ત છે. આવતા વર્ષે તેઓ ત્રીજા સંતાનના મા-બાપ બનશે. તેમની તે ફેસબુક પોસ્ટમાં લોકોએ ઘણી બધી પ્રતિક્રિયાઓ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

દુનિયાના અમીર લોકોની યાદીમાં સામેલ છે માર્ક જકરબર્ગ

દુનિયાના ઘણા લોકો માર્ક ઝુકરબર્ગને પોતાની પ્રેરણા માને છે. હાલમાં જ ફેસબુકનું નામ મેટા (Meta) રાખયુ હતુ. ત્યારબાદ તેમની કંપનીને સતત નુકશાન થઈ રહ્યુ છે. જેના કારણે માર્ક ઝુકરબર્ગ દુનિયાની સૌથી વધુ સંપતિ ધરાવતા લોકોની યાદીમાં 20માં નંબર પર પહોંચી ગયા છે. પણ માર્ક ઝુકરબર્ગ પોતાના પરિવાર સાથે ખુબ ખુશ છે અને આવા નુકશાનને બિઝનેશનો એકભાગ માને છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">